MiG 21 aircraft crash : રાજસ્થાનના હનુમાનગઢ ભારત-પાકિસ્તાન સીમાની નજીક વાયુ સેનાનું મિગ-21 વિમાન ક્રેશ થયું હતું. જાણકારી પ્રમાણે ઉડાન ભર્યાના 15 મિનિટ બાદ ટેકનિકલ ખરાબી થવાના કારણે વિમાન પર નિયંત્રણ ખોરવાયું હતું. દુર્ઘટના પહેલા બંને પાયલોટે પોતાને અલગ કરી દીધા હતા. જોકે વિમાનમાં એક રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું. જેના કારણે 3 નાગરિકોના મોત નીપજ્યા હતા. વાયુસેના આખા મામલામાં તપાસના આદેશ આપ્યા છે.
ઉનાડ ભર્યાના 15 મિનિટ બાદ ઘટી દુર્ઘટના
પ્રાપ્ત જાણકારી પ્રમાણે વિમાને સૂરતગઢ એરબેસથી ઉડાન ભરી હતી. ઉડના ભર્યાના 15 મિનિટ બાદ દુર્ઘટના ઘટી હતી. વિમાન એક રહેણાક વિસ્તારમાં પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં પ્રશિક્ષણ અભ્યાસ દરમિયાન ભારતીય વાયુ સેનાના બે ફાઇટર જેટ સુખોઈ એસયુ-30 અને એક મિરાજ 2000થી દુર્ઘટનાગ્રસ્ત થવાથી પાયલટનો જીવ ગયો હતો. જેમાંથી એક દુર્ઘટના મધ્ય પ્રદેશના મુરૈના અને બીજી દુર્ઘટના રાજસ્થાનના ભરતપુરમાં થઈ હતી.
આ પહેલા જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પણ સેનાનું હેલિકોર્ટર ક્રેશ થયું હતું. એપ્રિલમાં કોચ્ચિમાં વધુ એક દુર્ઘટના ઘટી હતી. જ્યારે પરીક્ષણ દરમિયાન એક તટરક્ષક હેલીકોપ્ટરે ક્રેશ લેન્ડિંગ કર્યું હતું.
ગત વર્ષે 5 ઓક્ટોબરે અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્ર પાસે એક ચીતા હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં ભારતીય સેનાના એક પાયલટનું મોત નીપજ્યું હતું.