IIT BHU Students Gangrape Case : વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટી (IIT BHU) ની વિદ્યાર્થીની પર કથિત સામૂહિક બળાત્કારના ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ આરોપીઓના નામ કુણાલ પાંડે, સક્ષમ પટેલ અને અભિષેક ચૌહાણ છે. આ કેસને લઈને વિપક્ષી પાર્ટીઓ એસપી અને કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, આરોપીઓના ભારતીય જનતા પાર્ટી સાથે સંબંધ છે. જો કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) એ આરોપીઓને બચાવનારાઓની તપાસની માંગ કરી છે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ટ્વિટર પર આરોપીની તસવીર શેર કરતાં તેમની પોસ્ટમાં દાવો કર્યો હતો કે, આ ભાજપના કાર્યકરોનો નવો પાક છે, જેઓ ભાજપના દિગ્ગજ નેતાઓના આશ્રય હેઠળ ખુલ્લેઆમ ખીલી ઉઠે છે અને ફરે છે, જેમના કહેવાતા જીરો ટોલરેન્સમાં સરકારની બનાવટી શોધ ચાલુ છે.
રિપોર્ટ અનુસાર, ઘટનાના 7 દિવસ બાદ જ આરોપીઓની ઓળખ થઈ હતી પરંતુ, પોલીસે તેમની ધરપકડ કરવામાં લગભગ 60 દિવસનો સમય લીધો હતો. જોકે આ આરોપ પર પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
આ મામલામાં લંકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર (એસએચઓ) શિવકાંત મિશ્રાએ જણાવ્યું કે, પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં કાશી હિન્દુ યુનિવર્સિટીની IIT વિદ્યાર્થીની સાથે કથિત સામૂહિક બળાત્કારના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓની ઓળખ બ્રિજ એન્ક્લેવના રહેવાસી કુણાલ પાંડે, જીવાધિપુર બાજરડીહાના રહેવાસી આનંદ ઉર્ફે અભિષેક ચૌહાણ અને સક્ષમ પટેલ તરીકે થઈ છે. ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને ઘટનામાં વપરાયેલી મોટરસાઇકલ પણ મળી આવી છે.
એ રાત્રે શું થયું હતુ?
આઈઆઈટીની એક વિદ્યાર્થીનીએ 2 નવેમ્બરે લંકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે, તે 1 નવેમ્બરની મોડી રાત્રે તેની આઈઆઈટી હોસ્ટેલથી નીકળી હતી અને તેનો એક મિત્ર તેને થોડા અંતરે મળ્યો હતો અને બંને મંદિરની નજીક પહોંચ્યા હતા. ત્યારે એક મોટરસાઇકલ પર સવાર ત્રણ લોકોએ તેમને રોક્યા.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે બદમાશોએ તેણીને તેના મિત્રથી અલગ કરી અને પછી તેણીને ખેંચીને એક ખૂણામાં લઈ ગયા અને બંદૂકની અણીએ તેણીને નિર્વસ્ત્ર કરી, વીડિયો બનાવ્યો અને ફોટોગ્રાફ્સ લીધા. પીડિતાએ તેના પર સામૂહિક બળાત્કારનો આરોપ પણ લગાવ્યો હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, બદમાશોએ તેને લગભગ 15 મિનિટ સુધી બંધક બનાવીને રાખી હતી અને પછી તેનો મોબાઈલ નંબર લઈને ભાગી ગયા હતા. લંકા પોલીસે આ મામલે FIR નોંધી હતી.
પોલીસે જણાવ્યું કે, ત્યારબાદ આ કેસમાં ગેંગ રેપની કલમ પણ ઉમેરવામાં આવી. આ મામલે ABVP કાશી હિંદુ યુનિવર્સિટી યુનિટના પ્રમુખ અને કાશી પ્રાંતના મંત્રી અભય પ્રતાપ સિંહને ટાંકીને એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે IIT-BHU માં એક વિદ્યાર્થી પર સામૂહિક બળાત્કારની ઘટનામાં પોલીસ પ્રશાસને લગભગ 60 દિવસ પછી આરોપીની ધરપકડ કરી છે. બે મહિના સુધી આરોપીઓને બચાવનારા લોકોની ઓળખ કરી કડક કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો – રામ મંદિર અને સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ લોકેશન ટ્રેસ કરવામાં વ્યસ્ત
નિવેદન અનુસાર, ABVP ના BHU યુનિટના મંત્રી પુનીત મિશ્રાએ કહ્યું કે, “IIT BHU ની વિદ્યાર્થીની બહેન સાથેની ઘટનામાં આરોપીઓની ધરપકડ પછી, અમે બધા માંગ કરીએ છીએ કે, ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવે, જેથી કરીને સમાજ શાંતિ રહે.” આવા ગુના કરનારાઓમાં મજબૂત સંદેશો મોકલવો જોઈએ. ધરપકડમાં આટલો વિલંબ કેમ થયો તે પણ તપાસનો વિષય છે.





