હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 68માંથી 40 સીટો પર જીત મેળવી છે. ભાજપે 25 સીટ પર જીત મેળવી છે. અન્યને 3 સીટો મળી છે. આમ આદમી પાર્ટીને એકપણ સીટ મળી નથી. હિમાચલ પ્રદેશમાં વલણ રહ્યું છે કે સત્તાધારી પાર્ટીને પરાજયનો સામનો કરવો પડે છે.
હિમાચલ પ્રદેશમા પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પત્ની અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિમા સિંહે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત નક્કી છે પણ મુખ્યમંત્રી માટેનો નિર્ણય હાઇકમાન્ડ કરશે. હિમાચલ પ્રદેશના જીતેલા ધારાસભ્યોને હોટલ લઇ જવામાં આવશે.
હિમાચલ પ્રદેશમાં કોગ્રેસને 40 સીટો
હિમાચલ પ્રદેશમાં બધી જ સીટોના પરિણામ જાહેર થઇ ગયા છે. કોંગ્રેસે 68માંથી 40 સીટો પર જીત મેળવી છે. ભાજપે 25 સીટ પર જીત મેળવી છે. અન્યને 3 સીટો મળી છે
ચૂંટણી 2022 પરિણામ LIVE Updates જાણો
એક્ઝિટ પોલના અંદાજ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલાવી શકશે નહીં. મોટા ભાગના એક્ઝિટ પોલમાં ઘણી રસાકસી છે. વિધાનસભાની 68 સીટોમાંથી એક્ઝિટ પોલ ભાજપ અને કોંગ્રેસ બન્નેની 30થી 40 સીટો આપી રહ્યા છે. જે પરથી અંદાજ લગાવી શકાય છે કે મુકાબલો ઘણો જામશે.
ગુજરાત ચૂંટણી પરિણામ LIVE જાણવા ક્લિક કરો
હિમાચલ પ્રદેશમાં વર્તમાનમાં ભાજપની સરકાર છે. ગત વખતના પરિણામ પર નજર કરવામાં આવે તો હિમાચલ પ્રદેશમાં બીજેપીને 68માંથી 44 સીટો પર જીત મેળવી હતી. કોંગ્રેસને 21 સીટો મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મુકાબલો ત્રિકોણિયો થયો છે.






