/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/snowfall.jpg)
હિમાચલ પ્રદેશમાં અને જમ્મુ કાશ્મીરમાં હિમ વર્ષા (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
IMD Weather Update : શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાંથી હિમવર્ષાની તસવીરો સામે આવી છે. રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પણ પડ્યો છે. બીજી તરફ હિમવર્ષા અને વરસાદને કારણે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ તાપમાનમાં ઘટાડો થયો છે. શુક્રવારે કુલ્લુ સહિત હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જેના કારણે હવામાનમાં ઠંડીમાં વધારો થયો હતો. પર્વતોમાં હિમવર્ષા અને વરસાદને કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પારો ગગડવાની સંભાવના છે.
હિમાચલમાં ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા
શુક્રવારે હવામાનમાં આવેલા પલટા બાદ કુલ્લુ, મનાલી, ઉઝી ઘાટી, મણિકર્ણ, લગવૈલી, આની, બંજાર સહિત તમામ ગ્રામીણ વિસ્તારોમાં ઠંડી વધી ગઇ છે. ઠંડીથી બચવા માટે લોકો તંદૂર, હીટરનો સહારો લીધો છે. સાથે જ શિયાળાથી બચવા માટે ગ્રામજનોએ લાકડા ભેગા કરવાનું શરૂ કરી દીધું છે, જેથી હિમવર્ષાના દિવસોમાં કોઇ તકલીફ ન પડે.
આ પણ વાંચો - રાહુલ ગાંધી હજુ સુધી પ્રચાર માટે રાજસ્થાન કેમ નથી ગયા? જીતની ઓછી સંભાવના કે અન્ય કોઇ છે કારણ
લેહ પ્રશાસને શુક્રવારે મનાલી આવતા તમામ વાહનોને બંધ કરી દીધા
આદિવાસી જિલ્લા લાહૌલ-સ્પીતિ સહિત મનાલીના તમામ ઊંચા શિખરો પર પણ હળવી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હવામાનમાં આવેલા ફેરફારના કારણે જિલ્લામાં પણ ઠંડીનો પ્રકોપ વધ્યો છે. આ સાથે જ રાજ્યના લાહૌલ સ્પીતિ, મનાલી, રોહતાંગ સહિત અટલ ટનલમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાને ધ્યાનમાં રાખીને લેહ પ્રશાસને શુક્રવારે મનાલી આવતા તમામ વાહનોને બંધ કરી દીધા છે, જ્યારે શુક્રવારે મનાલીથી લેહ તરફ જતા વાહનોને લાહૌલ ખીણના દારચામાં રોકી દેવામાં આવ્યા છે. લાહૌલ વેલીમાં હિમવર્ષાને કારણે તમામ પાસ બંધ કરી દેવામાં આવ્યા છે.
લાહૌલ-સ્પીતી જિલ્લાના કોકસર, સિસુ, ગોંદલા, પટ્ટન ઘાટીમાં ચારથી છ ઇંચ અને રોહતાંગ ટનલ, કુંજુમપાસ, બારાલાચામાં એક ફૂટ હિમવર્ષા થઈ છે. અટલ ટનલ રોહતાંગના સાઉથ પોર્ટલમાં પણ હિમવર્ષા થઇ છે. અટલ ટનલ રોહતાંગના નોર્થ પોર્ટલ અને સાઉથ પોર્ટલમાં હિમવર્ષાના કારણે યાત્રા જોખમી બની ગઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us