મણિપુરના ઇન્ફાલમાં સુરક્ષાદળો અને ભીડ વચ્ચે અથડામણમાં બે ઘાયલ, બીજેપી નેતાનું ઘરને આગચંપીની કોશિશ

Manipur Violence : અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ઇન્ફાલમાં ભીડે ભારતીય જનતા પાર્ટીના નેતાનું ઘર સળગાવવાની કોશિશ કરી હતી. જ્યારે મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના ક્વાકટા અને ચુરાચાંદપુર જિલ્લામાં પણ કંગવઈમાં આખી રાત ગોળીવારી થવાની ખબર છે.

Written by Ankit Patel
Updated : June 26, 2023 13:47 IST
મણિપુરના ઇન્ફાલમાં સુરક્ષાદળો અને ભીડ વચ્ચે અથડામણમાં બે ઘાયલ, બીજેપી નેતાનું ઘરને આગચંપીની કોશિશ
સુરક્ષા જવાનોની ફાઇલ તસવીર (photo credit - PTI twitter)

જાતિય હિંસા સામે ઝઝૂમી રહેલા મણિપુરમાં ફરી એકવાર અથડામણની ઘટના સામે આવી હતી. મણિપુરના ઇન્ફાલ શહેરમાં સુરક્ષાદળો અને ભીડ વચ્ચે શુક્રવારે રાત્રે થયેલી અથડામણમાં બે નાગરિકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ઇન્ફાલમાં ભીડે ભારતીય જનતા પાર્ટીના નેતાનું ઘર સળગાવવાની કોશિશ કરી હતી. જ્યારે મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના ક્વાકટા અને ચુરાચાંદપુર જિલ્લામાં પણ કંગવઈમાં આખી રાત ગોળીવારી થવાની ખબર છે.

પોલીસ સ્ટેશનમાં લૂંટની કોશિશ

ઇન્ફાલ પશ્વિમમાં ઇરિંગબામ પોલીસ સ્ટેશનમાં લૂંટની કોશિશ થઈ હતી. જોકે, આ દરમિયાન હથિયાર ચોરી નહી થયા નહીં. અધિકારીઓ અનુસાર ઉપદ્રવીઓને ભેગા થવાથી રોકવા માટે સેના, આસામ રાઇફલ્સ અને આરએએફે ઇન્ફાલમાં અડધી રાત્રે સંયુક્ત માર્ચ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લગભગ 1000 લોકોની ભીડ મહલ પરિસર પાસે સ્થિત ઇમારમાં આગ લગાવવાની કોશિશ કરી હતી. અધિકારીઓ પ્રમાણે આરએએફે ભીડને તિતર-બિતર કરવા માટે ટીયરગેસનો સેલ છોડ્યા હતા.

ધારાસભ્યના ઘરને આગ લગાડવાની કોશિશ કરી

ઇન્ફાલમાં ભીડે ધારાસભ્ય બિસ્વજીતના ઘરમાં આગ લગાડવાની કોશિશ પણ કરી હતી. જોકે, આરએએફની ટૂકડી પણ ભીડને તીતર બીતર કરી દીધી હતી. અડધી રાત્રે ઇન્ફાલમાં પોરમપેટની પાસે ભાજપ મહિલા શાખાની અધ્યક્ષ શારદા દેવીના ઘરમાં પણ ભીડે તોડફોડ કરવાની કોશિશ કરી હતી. સુરક્ષાદળોએ યુવકોને ખદેડ્યા હતા. અધિકારીઓ જણાવ્યું હતું કે આ પહેલાના દિવસ પણ ભીડે ઇન્ફાલ શહેરના રસ્તાઓ પર જામ કરી દીધું હતું. અને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.

મણિપુરમાં હિંસાથી અત્યાર સુધીમાં 100 લોકોથી વધારેના મોત

ઉલ્લેખનીય છે કે મે 2023માં મેઇતી અને કુકી સમુદાયના લોકો વચ્ચે હિંસા ભડકી હતી. જાતીય હિંસા બાદ 100થી વધારે લોકોના જાવી ગયા હતા. મણિપુરમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની મેહતી સમુદાયની મંગના વિરોધમાં 3 મેના રોજ પર્વતીય જિલ્લામાં જનજાતી એકત્ર થઈને માર્ચની યોજના બાદ આ અથડામણ શરુ થઈ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ