/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/imran-khan-case.jpg)
પાકિસ્તાન પૂર્વ પીએમ ઈમરાન ખાન તોષાખાના કેસ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ફરી એકવાર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. થોડા મહિના પહેલા પકડાયેલ ઈમરાન ફરી એકવાર તપાસ એજન્સીઓના રડાર પર આવ્યો છે. તોષાખાના કેસમાં કોર્ટે તેને દોષિત જાહેર કર્યો છે. આ વખતે તેમને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે અને પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવે ઈમરાન હાલમાં જે મામલામાં અટવાયેલો છે તે તાજેતરનો નથી, પરંતુ તેઓ દેશના વડાપ્રધાન હતા ત્યારથી તેમની સાથે આ વિવાદ ચાલી રહ્યો છે.
તોશાખાના શું છે, પાકિસ્તાનમાં તેનું શું મહત્વ છે?
હવે તોશાખાના વિવાદને સમજતા પહેલા એ જાણવું જરૂરી છે કે, આ તોશખાના છે શું? પાકિસ્તાનમાં સરકારી તિજોરીને તોશાખાના કહેવામાં આવે છે. વાસ્તવમાં પાકિસ્તાનમાં કોઈ પણ વડાપ્રધાન કે મોટા નેતાઓ અને અધિકારીઓને વિદેશ પ્રવાસ પર કોઈ પણ ભેટ મળે તો તે જમા કરાવવી જરૂરી છે. તે તોશાખાનામાં જ જમા થાય છે. હવે જો કોઈ પીએમ ઈચ્છે તો તે આ ભેટ પોતાની પાસે રાખી શકે છે. પરંતુ તેની પ્રક્રિયા અલગ રહે છે. જો કોઈ વ્યક્તિ તે ભેટો પોતાની પાસે રાખવા માંગે છે, તો સૌથી પહેલા તેના માટે તે ભેટની હરાજી કરવી પડે છે. એ હરાજીમાં જેટલી તે વસ્તુની કિંમત હોય છે, એટલા પૈસા જમા કરાવવા પડે છે.
ઈમરાન ખાન પર શું છે આરોપ?
હવે ઈમરાન ખાન પર આરોપ છે કે, તેને આવી ઘણી ભેટ મળી હતી, જે તોશાખાનામાં જમા તો કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તે ભેટોને બજારમાં મોંઘા ભાવે વેચી દીધી હતી. આમ કરીને ઈમરાને પીએમ રહીને પણ ઘણી કમાણી કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, પીએમ હતા ત્યારે ઈમરાન ખાનને 14 કરોડની કુલ 58 ભેટ મળી હતી. નિયમ મુજબ, પહેલા ઇમરાને તે ભેટ તોષાખાનામાં જમા કરાવી, પરંતુ બાદમાં તેને સસ્તા ભાવે ખરીદી અને મોંઘા ભાવે બજારમાં વેચી દીધી. તપાસમાં જણાવાયું છે કે, ઈમરાન ખાને તોશાખાનામાંથી તે ભેટ રૂ. 2.15 કરોડમાં ખરીદી હતી અને બાદમાં રૂ. 5.8 કરોડમાં વેચી દીધી હતી. ઈમરાને જે ભેટો વેચી તેમાં એક ગ્રાફ ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે. ત્યારે સવાલ એ થાય છે કે, આ કૌભાંડ ક્યારે અને કેવી રીતે બહાર આવ્યું.
આ પણ વાંચો - Chandrayaan 3 Mission LIVE લોકેશન : ઈસરો નું ચંદ્રયાન 3 મિશન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું – VIDEO
ઈમરાનની ચોરી કેવી રીતે પકડાઈ?
પીએમ રહીને અનેક કૌભાંડો કર્યાનો આરોપ લાગ્યો હતો. આ જ એપિસોડમાં નેશનલ એસેમ્બલીના કેટલાક સાંસદો દ્વારા સ્પીકર પરવેઝ અશરફને એક પત્ર આપવામાં આવ્યો હતો. તે પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ઈમરાન ખાનને જે પણ ભેટ મળી હતી તેનો તોષખાનામાં કોઈ ઉલ્લેખ નથી. તે પત્રની ગંભીરતાને સમજીને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને ગયા વર્ષે ઈમરાનને નોટિસ પણ સોંપવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us