Income Tax Raid : પ્રખ્યાત ટેક્સટાઇલ કંપની પર આવકવેરા વિભાગના દરોડા, 10 કિલો સોનું અને 18 કરોડ રોકડ જપ્ત

Income Tax Raid On Pothys Textiles : આવકવેરા વિભાગે ચેન્નઇમાં પોથીસ ટેક્સટાઇલ કંપનીના 25 સ્થળો પર દરોડા પડ્યા છે, જેમા 10 કિલો સોનું અને 18 કરોડ રૂપિયા રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. કંપની દ્વારા કરચોરી કરાઇ હોવાની આશંકા છે.

Income Tax Raid On Pothys Textiles : આવકવેરા વિભાગે ચેન્નઇમાં પોથીસ ટેક્સટાઇલ કંપનીના 25 સ્થળો પર દરોડા પડ્યા છે, જેમા 10 કિલો સોનું અને 18 કરોડ રૂપિયા રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. કંપની દ્વારા કરચોરી કરાઇ હોવાની આશંકા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Pothys Textiles | Income tax raid on Pothys Textiles | it raid on Pothys Textiles

IT Raid On Pothys Textiles : પોથીસ ટેક્સટાઇલ પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. (Photo: Social Media)

Income Tax Raid On Pothys Textiles : આવકવેરા વિભાગને ચેન્નઇની પોથીસ ટેક્સટાઇલ કંપની પર દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું સોનું અને રોકડ રકમ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ગયા છે. પોથીસ ટેક્સટાઇલ કંપની પર સતત પાંચમાં દિવસે આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ છે. પોથીસ ટેક્સટાઇલ કંપનીના પરિસરોમાં દરોડા દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓને 10 કિલો સોનું અને 18 કરોડ રૂપિયા રોકડ જપ્ત કર્યા છે.

Advertisment

પોથીસ ટેક્સટાઇલ પર સતત પાંચમાં દિવસે સર્ચ ઓપરેશન ચાલુ

ચેન્નાઈમાં બોથીસ ટેક્સટાઇલ કંપનીના પરિસરમાં આવકવેરા અધિકારીઓએ પાંચમા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. આવકવેરા વિભાગ આર.એ. પુરમમાં પોથીસ ટેક્સટાઇલ કંપનીના માલિક રમેશ મૂપનારના ઘરે દરોડા પાડ્યા છે. આવકવેરા અધિકારીઓ ત્યાગરાયર નગરમાં બોથીસ કોર્પોરેટ ઓફિસ, વેરહાઉસ અને કાપડની દુકાનમાં પણ દરોડા પાડી શોધખોળ કરી રહ્યા છે.

10 કિલો સોનું અને 18 કરોડ રોકડ રકમ જપ્ત

આવકવેરા વિભાગના અધિકારીઓને પ્રખ્યાત ટેક્સટાઇલ રિટેલર પોથીસ ટેક્સટાઇલ કંપનીના પરિસરોમાં દરોડા દરમિયાન 10 કિલો સોનું અને 18 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1.10 લાખ રૂપિયાથી વધુ બોલાય છે. આમ બજાર ભાવે આજના સમયમાં 10 કિલો સોનાનું મૂલ્ય કરોડો રૂપિયા થાય છે. આટલા જંગી પ્રમાણમાં સોનું અને રોકડ રકમ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

પોથીસ ટેક્સટાઇલના 25થી વધુ સ્થળો પર દરોડા

છેલ્લા 5 દિવસના દરોડા દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓએ પોથીસ ટેક્સટાઇલના 25 થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમા ઘર, ઓફિસ, રિટેલ શોપ વગેરે સામેલ છે. આ દરોડામાં લગભગ 12 અધિકારીઓની ટીમ સામેલ હતી. દરોડા દરમિયાન, આવક અને સંપત્તિ, બેંક ખાતાની વિગતો, રોકાણના દસ્તાવેજો વગેરે સંબંધિત દસ્તાવેજોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધીના દરોડામાં, એવું બહાર આવ્યું છે કે અનેક કરોડ રૂપિયાનો આવકવેરો યોગ્ય રીતે ચૂકવવામાં આવ્યો નથી, એમ ન્યૂઝ 18 તમિલનાડુ ચેનલ દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે.

Advertisment

એવું પણ કહેવામાં આવ્યું હતું કે વિદેશમાંથી રોકાણ, બેંક ખાતાની વિગતો, જમીન અને મિલકતની ખરીદી સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક એકત્રિત કરવામાં આવ્યા હતા, અને પોથીસનો બિઝનેસ ઘણા રાજ્યોમાં વિસ્તર્યો હોવાથી, ત્યાં ખર્ચવામાં આવેલા ભંડોળ સંબંધિત રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી હતી. આ સ્થિતિમાં, આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ નિરીક્ષણ પૂર્ણ થયું છે.

આ દરોડામાં, લગભગ ૧૮.૨ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે, સાથે જ લગભગ ૧૨ કરોડ રૂપિયાની કિંમતનું ૧૦ કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે,

તમિલનાડુ ઇન્કમ ટેક્ષ