Indian Economy After Independence: ભારત 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. વર્ષ 2025માં ભારત 79મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. ભારત હાલ દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે. વર્ષ 2025માં ભારતનો જીડીપી 4.19 ટ્રિલિયન ડોલર થયો છે. ભારતની આગળ ટોપ 3 દેશોમાં અમેરિકા, ચીન અને જર્મની છે. યુનાઇટેડ નેશનલના એક રિપોર્ટ મુજબ 146 કરોડની જનસંખ્યા સાથે ભારત દુનિયામા સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.
જો કે આઝાદી વખતે ભારતની સ્થિતિ અત્યંત ખરાબ હતી. આર્થિક, સામાજીક, અભ્યાસ, આરોગ્ય ઘણા ક્ષેત્રોમાં ભારત ઘણું પાછળ હતું. જો હાલ ભારત દુનિયામાં ઝડપી આર્થિક વૃદ્ધિદર ધરાવતું રાષ્ટ્ર છે. શું તમને ખબર છે આઝાદી વખતે ભારતમાં પેટ્રોલ, સોનું અને બટાકા જેવી ચીજોના ભાવ શું હતા? ચાલો જાણીયે
ભારતમાં ગરીબાઇ ઘટી
આઝાદી સમયે ભારતની 70 ટકા વસ્તી ગરીબીની રેખા નીચે હતી. સ્વતંત્રતા બાદ તેમા ઘણો સુધારો થયો છે. વર્ષ 1977 સુધી દેશમાં ગરીબીનો આંકડો ઘટીને 63 ટકા અને વર્ષ 1991 સુધી 50 ટકા થયો હતો. 2011ના આંકડા મુજબ દેશમાં હાલ 22.5 ટકા લોકો ગરીબીમાં રહે છે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના આંકડા મુજબ ભારતમાં 15 વર્ષ (2005-06 से 2019-21) ના સમયગાળા દરમિયાન 41.5 કરોડ લોકો ગરીબીની રેખા માંથી બહાર આવ્યા છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં 2005 થી 2021 દરમિયાન 41.5 કરોડ લોકો ગરીબી માંથી બહાર આવ્યા છે. વર્ષ 2005- 2006માં દેશમાં ગરીબી વસ્તી 55.1 ટકા હતી, જે વર્ષ 2019 – 2021માં ઘટીને 16.4 ટકા થઇ છે.
આઝાદી પહેલા પછી ભારતમાં પેટ્રોલ, સોનાના ભાવ
વિગત | વર્ષ 1947 | વર્ષ 2025 |
---|---|---|
પેટ્રોલ (1 લીટર) | 27 પૈસા | 95 રૂપિયા (અમદાવાદ) |
સોનું (10 ગ્રામ) | 88.62 રૂપિયા | 1,03,000 (અમદાવાદ) |
ચોખા (1 કિલો) | 12 પૈસા | 40 – 45 રૂપિયા |
ખાંડ (1 કિલો) | 40 પૈસા | 45 રૂપિયા |
બટાકા (1 કિલો) | 25 પૈસા | 40 રૂપિયા |
દૂધ (1 લીટર) | 12 પૈસા | 60 રૂપિયા |
આ પણ વાંચો | ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટ તારીખ જ કેમ પસંદ કરવામાં આવી? જાણો રસપ્રદ તથ્યો
વર્ષ 1947માં 15 ઓગસ્ટે આઝાદી મળ્યા બાદ છેલ્લા 78 વર્ષમાં મોંઘવારી અનેકગણી વધી છે. આઝાદી સમયે ભારતમાં 1 લીટર પેટ્રોલની કિંમત 27 પૈસા હતી, જ્યારે 95 થી 100 રૂપિયાના ભાવે વેચાય છે. તો હાલ દેશમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ રૂપિયાની ઉપર પહોંચી ગયો છે, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સોનાનો ભાવ માત્ર 88.62 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આમ સોનાનો ભાન 1 લાખ ગણાથી પણ વધારે વધી ગયો છે. આવી જ રીતે ખાંડ, ચોખા, બટાકા, દૂધ જેવી ચીજોના ભાવ નોંધપાત્ર વધ્યા છે.