સ્વતંત્રતા દિવસ પર PM મોદીની મોટી ઘોષણા, પ્રથમ નોકરી મેળવનાર યુવાઓને સરકાર આપશે 15000 રૂપિયા

PM Modi Viksit Bharat Rozgar Yojana Announced: પીએમ નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ વિકાસ ભારત રોજગાર યોજનાની ઘોષણા કરી છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રમાં પ્રથમ નોકરી મેળવનાર યુવાન પુત્ર અને પુત્રીને સરકાર દ્વારા 15000 રૂપિયા આપવામાં આવશે.

Written by Ajay Saroya
August 15, 2025 10:58 IST
સ્વતંત્રતા દિવસ પર PM મોદીની મોટી ઘોષણા, પ્રથમ નોકરી મેળવનાર યુવાઓને સરકાર આપશે 15000 રૂપિયા
PM Modi Viksit Bharat Rozgar Yojana Announced : પીએમ નરેન્દ્ર મોદીએ 79માં સ્વતંત્રતા દિવસ પર વિકસિત ભારત રોજગાર યોજનાની ઘોષણા કરી છે.

PM Modi Viksit Bharat Rozgar Yojana Announced: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79માં સ્વતંત્રતા દિવસના અવસર પર દેશના યુવાઓ માટે લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરી છે. હકીકતમાં પીએમ મોદીએ યુવાનોને સારા સમાચાર આપતા “પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના”ની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રમાં પ્રથમ નોકરી મેળવનાર યુવાનોને સરકાર દ્વારા 15,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. આ રકમ દરેક યુવા ઉમેદવાર યુવાન અને યુવતીને આપવામાં આવશે. સરકારે આ યોજના માટે 1 લાખ કરોડના પેકેજને મંજૂરી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

સ્વતંત્રતા દિવસ પર આ યોજનાની જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, “15 ઓગસ્ટના અવસર પર આજે દેશના યુવાનો માટે એક સારા સમાચાર છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ દિવસથી અમે મારા દેશના યુવાનો માટે રૂ. 1 લાખ કરોડની યોજના અમલમાં મૂકી રહ્યા છીએ. પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના આજથી લાગુ થઈ રહી છે. આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રમાં પ્રથમ નોકરી મેળવનાર યુવાન પુત્ર અને પુત્રીને સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. સાથે જ જે કંપનીઓ નવી નોકરીઓ ઉભી કરવા માટે વધુ તકો ઉભી કરશે તેમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. ”

દેશમાં 35 લાખ નોકરીઓનું સર્જન થશે

પીએમ મોદીની આ જાહેરાત બાદ લગભગ સાડા ત્રણ કરોડ યુવાઓ માટે રોજગારની તકો ઉભી થશે. સાથે જ બેરોજગારીના જે મુદ્દા પર વિપક્ષને નિશાન બનાવવામાં આવે છે તેમાં પણ સરકાર કાપ મૂકશે. આ યોજના હેઠળ યુવાનો, લઘુ-મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) અને ઉત્પાદન, સેવા અને ટેકનોલોજી ક્ષેત્રો જેવા વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ વધારવામાં આવશે. આ યોજનાનો લાભ માત્ર રોજગાર વાંચ્છુકોને જ નહીં પરંતુ રોજગાર આપનારી કંપનીઓને પણ મળશે. સરકાર આવી કંપનીઓ અને વ્યવસાયોને સબસિડી આપશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ