Independence Day : સ્વતંત્રતા દિવસને લઇ ગુપ્ચતર એજન્સીની ચેતવણી, 15 ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે મણિપુરના જૂથો વિરોધ પ્રદર્શનની આશંકા

Independence Day Security : ભારતની ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું કે, વિવિધ જૂથો કોઇ મહત્વપૂર્ણ કાર્યક્રમના દિવસે અથવા તે દરમિયાન વિરોધ પ્રદર્શન કરીને તેમના મુદ્દાઓને લાઇમલાઇટમાં લાવવાનો પ્રયાસ કરતા હોય છે.

Written by Ajay Saroya
Updated : August 13, 2023 08:07 IST
Independence Day : સ્વતંત્રતા દિવસને લઇ ગુપ્ચતર એજન્સીની ચેતવણી, 15 ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે મણિપુરના જૂથો વિરોધ પ્રદર્શનની આશંકા
દિલ્હીનો લાલ કિલ્લો. (એક્સપ્રેસ તસવીર તાશી તોબગ્યાલ)

Independence Day celebrations at Red Fort in Delhi : સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન કુકી અથવા મેઇતેઇ જૂથો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેવી ચેતવણી આપી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરે છે ત્યારે “કેટલાક સરકાર વિરોધી તત્વો” “રાષ્ટ્ર ધ્વજ / ત્રિરંગો ફરકાવે /પ્લેકાર્ડ્સ / સૂત્રોચ્ચાર” કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે તેવું ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું છે.

દેશમાં 15 ઓગસ્ટ, 2023ના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે સુરક્ષા સંબંધિત તૈયારીઓ અને તાજેતરની ચેવતણીઓ અંગે માહિતીની આપ-લે કરવા તેમજ સંભવિત જોખમોની ચર્ચા કરવા માટે દિલ્હીમાં ગુપ્તચર એજન્સીઓની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દિલ્હી પોલીસ, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG), CISF, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ વર્ષનો સ્વતંત્રતા દિવસ અને દિલ્હીમાં સપ્ટેમ્બરમાં યોજાનારી G20 સમિટમાં એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે અને આ કાર્યક્રમો પહેલાં અથવા દરમિયાન કોઈપણ પ્રતિકૂળ ઘટના દેશની છબી પર “નકારાત્મક અસર” કરશે.

ગુપ્તચર એજન્સીઓએ એ પણ ધ્યાન દોર્યું હતું કે વિવિધ જૂથો મહત્વપૂર્ણ કાર્યક્રમોના દિવસે અથવા તે દરમિયાન વિરોધ પ્રદર્શન કરીને તેમના મુદ્દાઓને લાઇમલાઇટમાં લાવવાનો પ્રયાસ કરશે.

આ કાર્યક્રમોની સુરક્ષાના દ્રષ્ટિકોણથી જોખમી હોય તેવા મુદ્દાઓ મણિપુરની હિંસા, ખેડૂત માંગ, સમાન નાગરિક સંહિતા , શ્રમ/સેવા સંબંધિત મુદ્દાઓ છે.

એક અધિકારીએ કહ્યુ કે, “દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને જોખમની માહિતીઓ શેર કરતી વખતે …તેમને વિરોધ/પ્રદર્શન અંગે વાસ્તવિક/ વહેલી અપડેટ્સ મેળવવા માટે જણાવ્યું છે અને તેઓને પડોશી રાજ્યોના પોલીસ વિભાગો સાથે પણ સંકલન કરવાનું કહ્યુ છે, જેથી દેખાવકારોની દિલ્હી તરફ સંભવિત ગતિવિધિ અને હિલચાલ પર નજર રાખી શકાય.”

અધિકારીએ જણાવ્યું હતું કે, “કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ સોશિયલ મીડિયા વિશે પણ ચેતવણી આપી હતી – જેનો ઉપયોગ કટ્ટરપંથી અને લોકોને એકત્રીકરણ કરવા, અગ્રણી વ્યક્તિઓને ધમકીઓ આપવા માટે કરાયે છે.

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા ચર્ચા કરાયેલા અન્ય મુખ્ય મુદ્દાઓમાં લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા પાકિસ્તાન સ્થિત આતંકી જૂથોનો સમાવેશ થાય છે જેણે તેના સાથીદારોને રાષ્ટ્રીય તપાસ એજન્સીના હેડક્વાર્ટર અને દિલ્હી પોલીસ સહિત દિલ્હીમાં કેટલાક સ્થળોની જાસૂસી હાથ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ