National Anthem History: ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન કોણે સૌપ્રથમ ગાયું હતું? રવીન્દ્રનાથ ટાગોર સાથે છે ખાસ સંબંધ

Who First To Sing National Anthem Of India: ભારતનું જન ગણ મન રાષ્ટ્રગાન વર્ષ 1905માં રવિન્દ્રનાથ ટાગોરે બંગાળીમાં લખ્યું હતું. પણ શું તમે જાણો છો કે આપણું રાષ્ટ્રગાન પ્રથમ વખત કોણે, ક્યારે અને ક્યાં ગાયું હતું? જાણો ભારતના રાષ્ટ્રગાન વિશે રસપ્રત વાતો

Written by Ajay Saroya
August 14, 2025 13:39 IST
National Anthem History: ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન કોણે સૌપ્રથમ ગાયું હતું? રવીન્દ્રનાથ ટાગોર સાથે છે ખાસ સંબંધ
Sarala Devi Chaudhurani First To Sing National Anthem of India | સરલા દેવી ચૌધરાણી એ ભારતનું રાષ્ટ્રગાન સૌથમવાર ગાયું હતું.

India National Anthem Interesting Facts : ભારત પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. 15 ઓગસ્ટ 2025ના રોજ ભારતની આઝાદીના 78 વર્ષ પૂર્ણ થશે. આ પ્રસંગે દેશભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાશે અને ત્યાર બાદ દેશનું રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ગાવામાં આવશે. આપણે નાનપણથી જ રાષ્ટ્રગીત ગાતા આવ્યા છીએ.

દેશના રાષ્ટ્રગાન વિશે કેટલીક વાતો આપણને બાળપણથી જ કહેવામાં આવે છે, જેમ કે ઊભા રહીને સાવધાનની મુદ્રામાં રાષ્ટ્રગીત ગાવું જોઈએ. આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે આપણા દેશનું રાષ્ટ્રગાન વિશ્વવિખ્યાત કવિ, સાહિત્યકાર અને દાર્શનિક રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું, પરંતુ શું તમે જાણો છો કે આપણું રાષ્ટ્રગાન પ્રથમ વખત કોણે, ક્યારે અને ક્યાં ગાયું હતું?

પહેલીવાર ભારતનું રાષ્ટ્રગાન ક્યારે ગવાયું હતું?

જો તમને આ ખબર ન હોય તો આ લેખમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું. ભારતનું રાષ્ટ્રગાન સૌ પ્રથમ 1905 માં બંગાળીમાં લખવામાં આવ્યું હતું. આ ગીત રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું. 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ સભાએ તેને ભારતના રાષ્ટ્રગાન તરીકે અપનાવ્યું હતું, પરંતુ તેના ઘણા સમય પહેલા તે ગાવામાં આવ્યું હતું. 27 ડિસેમ્બર, 1911ના રોજ કલકત્તામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં પ્રથમ વખત ભારતનું રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું.

ભારતનું રાષ્ટ્રગાન ગાનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં પહેલીવાર રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. તે સમયે તે એક મહિલાએ ગાયું હતું અને તે મહિલાનું નામ સરલા દેવી હતું. સરલા દેવી ચૌધરી વિશે બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ તમને જણાવી દઈએ કે રવિન્દ્રનાથ ટાગોર સાથે તેમનો સંબંધ હતો. સરલા દેવી તેમની ભત્રીજી (બહેનની પુત્રી) હતા.

Jan Gan Man | National Anthem Of India | India Independence Day | India 15 august
Jan Gan Man National Anthem Of India : ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન છે. (Photo: Freepik)

ભારતના રાષ્ટ્રગાન સાથે જોડાયેલો ઇતિહાસ

આ રાષ્ટ્રગાન વિશ્વ વિખ્યાત કવિ રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું. હકીકતમાં, તેમણે બંગાળી ભાષામાં भरतो भाग्यो बिधाता નામનું એક ગીત લખ્યું હતું. આ જ ગીતની પ્રથમ પંક્તિને આપણા દેશના રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવી છે.

રવીન્દ્રનાથ ટાગોરે પોતે 1919માં આંધ્રપ્રદેશની બેસન્ટ થિયોસોફિકલ કોલેજમાં રાષ્ટ્રગીત ગાયું હતું.

આબિદ અલી દ્વારા રાષ્ટ્રગાનનો ઉર્દૂમાં અનુવાદ કરવામાં આવ્યો હતો અને સુભાષચંદ્ર બોઝે તેમને આવું કરવા જણાવ્યું હતું. આ પછી, તેનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો અને પછી તે પાછળથી તે હિંદ આર્મીનું રાષ્ટ્રગીત પણ બની ગયું.

જન ગણ મન ભારતની બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતના રાષ્ટ્રગાન તરીકે અપનાવ્યું હતું.

જ્યારે 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ જાહેર થયો ત્યારે તે રાત્રે બંધારણ સભાનું સમાપન જન ગણ મન સાથે થયું હતું. ન્યૂયોર્કમાં યુએન જનરલ એસેમ્બલીની બેઠકમાં આ રેકોર્ડિંગ વગાડવામાં આવ્યું હતું.

રાષ્ટ્રગાન સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિયમો

  • રાષ્ટ્રગાન ગાતી વખત શબ્દોનું ઉચ્ચારણ હંમેશા સાચું હોવું જોઈએ.
  • રાષ્ટ્રગાન 52 સેકન્ડમાં પૂર્ણ થવું જોઈએ.
  • રાષ્ટ્રગાન વાગી રહ્યું હોય ત્યારે આસપાસ શાંત વાતાવરણ હોવું જોઈએ. આ સમય દરમિયાન, અન્ય કોઈ ગીતોનો અવાજ અથવા કોઈપણ પ્રકારનો ઘોંઘાટ ન હોવો જોઈએ.
  • રાષ્ટ્રગાન વાગતું હોય તે દરમિયાન દરેક વ્યક્તિએ સાવધાનની મુદ્રામાં ઉભા રહેવું જોઈએ.
  • મોટાભાગના પ્રસંગોએ રાષ્ટ્રગાન ખુલ્લા આકાશ નીચે ગાવું જોઈએ.

આ પણ વાંચો | આઝાદી સમયે ભારતમાં પેટ્રોલ, સોનાનો ભાવ શું હતો? આંકડા જોઇ ચોંકી જશો

ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન

જન ગણ મન અધિનાયક જય હેભારત ભાગ્ય વિધાતાપંજાબ સિંધુ ગુજરાત મરાઠાદ્રાવિડ઼ ઉત્કલ બંગવિંધ્ય હિમાચલ યમુના ગંગાઉચ્છલ જલધિતરંગતવ શુભ નામે જાગેતવ શુભ આશિષ માગેગાયે તવ જય ગાથાજન ગણ મંગલ દાયક જય હેભારત ભાગ્ય વિધાતાજય હે, જય હે, જય હે,જય જય જય જય હે॥

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ