Independence Day : સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન દ્વારા, લાલ કિલ્લા પરથી જ શા માટે ભાષણ આપવામાં આવે છે? જાણો ઇતિહાસ

Red Fort PM speech history : આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ (Jawaharlal Nehru) એ સ્વતંત્રતા દિવસે નહીં, પરંતુ એક દિવસ પછી 16 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતુ, લાલ કિલ્લો મુઘલ અને બ્રિટિશ શાસનમાં પણ શક્તિ અને સત્તાનું કેન્દ્ર રહ્યો હતો.

Red Fort PM speech history : આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ (Jawaharlal Nehru) એ સ્વતંત્રતા દિવસે નહીં, પરંતુ એક દિવસ પછી 16 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતુ, લાલ કિલ્લો મુઘલ અને બ્રિટિશ શાસનમાં પણ શક્તિ અને સત્તાનું કેન્દ્ર રહ્યો હતો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Red Fort | Jawaharlal Nehru

સ્વતંત્રતાનો મુદ્દો: 15 ઓગસ્ટ, 1963ના રોજ લાલ કિલ્લાની પ્રાચી પરથી વડાપ્રધાન જવાહર લાલ નેહરુનું રાષ્ટ્રને છેલ્લું સંબોધન.

અર્જુન સેનગુપ્તા : 15 ઓગસ્ટની સવારે, ભારતના 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. જવાહરલાલ નેહરુએ સૌપ્રથમ આ પરંપરા 1947માં શરૂ કરી હતી, જોકે તેમનું સંબોધન 16 ઓગસ્ટના રોજ થયું હતું, તેમણે સત્તાવાર રીતે સત્તા સોંપ્યાના એક દિવસ પછી. પોતાના ભાષણમાં તેમણે પોતાને ભારતનો પ્રથમ સેવક ગણાવ્યો હતો.

Advertisment

વર્ષોથી લાલ કિલ્લો ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીનો એક અભિન્ન ભાગ બની ગયો છે, જે ઘણીવાર રાષ્ટ્ર અને સરકારના મૂડને પ્રતિબિંબિત કરે છે. પરંતુ આ સમારોહ માટે લાલ કિલ્લાને શા માટે પસંદ કરવામાં આવ્યો? આ સમજવા માટે, સૌ પ્રથમ, ચાલો આપણે સંક્ષિપ્તમાં ઇતિહાસ સમજીએ કે, કેવી રીતે દિલ્હી ભારતમાં સત્તાનું કેન્દ્ર બન્યું.

'ભારતની રાજધાની'

દિલ્હી સલ્તનત (1206-1506) એ દિલ્હીને રાજધાની બનાવી, જ્યાંથી ઉત્તર ભારતના મોટા ભાગ પર શાસન હતું. 16મી સદીમાં, બાબર (1483-1530), મુઘલ વંશના સ્થાપક, સૌપ્રથમ દિલ્હીને 'સમગ્ર ભારતની રાજધાની' કહે છે. અકબરના શાસન દરમિયાન (1542-1605) મુઘલોએ તેમની રાજધાની થોડા સમય માટે આગ્રામાં સ્થાનાંતરિત કરી હોવા છતાં, તેઓ દિલ્હીના શાસકો તરીકે જોવામાં આવ્યા.

આખરે શાહજહાં (1592-1666) એ 1648માં તેમના શાસન દરમિયાન શાહજહાનાબાદ (જેને આજે આપણે જૂની દિલ્હી તરીકે જાણીએ છીએ) ની સ્થાપના કરી અને દિલ્હીને ફરી એકવાર મુઘલોની રાજધાની બનાવી. મુઘલોએ 1857 સુધી શાહજહાનાબાદના કિલ્લેબંધી કિલ્લાથી શાસન કરવાનું ચાલુ રાખ્યું - જે લાલ કિલ્લા તરીકે વધુ જાણીતો છે. તેમની શક્તિ ક્ષીણ થઈ હોવા છતાં, તેઓ ભારતના પ્રતીકાત્મક શાસકો તરીકે ઓળખાતા રહ્યા, અંશતઃ દિલ્હી સાથેના તેમના સંબંધોને કારણે.

Advertisment

કદાચ આનું શ્રેષ્ઠ ઉદાહરણ 1857 નો વિદ્રોહ છે. બળવા પછી, બળવાખોરો તરત જ દિલ્હી ગયા અને વૃદ્ધ મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર (1775-1862) ને તેમના રાજા તરીકે જાહેર કર્યા. તે સમયે ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે દિલ્હીનું કોઈ મહત્વ ન હતું અને બહુ ઓછા યુરોપિયનો અહીં રહેતા હતા. પરંતુ બળવાખોરો માટે, તે હજુ પણ સ્વદેશી શક્તિનું સૌથી મજબૂત પ્રતીક હતું. આખરે દિલ્હીના પતનએ બળવાખોરોને લાંબા સમય સુધી શાંત કરી દીધા.

લાલ કિલ્લા પર અંગ્રેજ શાસનની છાપ

દિલ્હીને બળવાખોરો પાસેથી કબજે કર્યા પછી, બ્રિટીશઓએ શરૂઆતમાં સમગ્ર શહેર (શાહજહાનાબાદ) ને તોડી પાડવાની યોજના બનાવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાંથી મુઘલ સામ્રાજ્યની સ્મૃતિને ભૂંસી નાખવાનો હતો. તેઓએ નેદરિયાગંજ પાસે આવેલી અકબરાબાદી મસ્જિદ અથવા ચાંદની ચોક પાસેના ખળભળાટ મચાવતા ઉર્દૂ બજાર જેવી સુંદર મુઘલ ઈમારતોનો નાશ કર્યો.

જો કે તેઓએ લાલ કિલ્લાને સંપૂર્ણ રીતે તોડી પાડ્યો ન હતો, પરંતુ તેની તમામ શાહી ભવ્યતા છીનવી લીધી હતી. કિંમતી કલાકૃતિઓ અને શાહી તિજોરી (જે 1857 માં બાકી હતી) લૂંટી લેવામાં આવી હતી. તેની ઘણી આંતરિક રચનાઓને બ્રિટિશ સ્ટ્રક્ચર્સ સાથે બદલવા માટે તોડી પાડવામાં આવી હતી.

અંદાજ અનુસાર, લાલ કિલ્લાની લગભગ 80 ટકા મૂળ આંતરિક રચનાઓનો નાશ કરવામાં આવ્યો હતો, જેનું સ્થાન અંગ્રેજો દ્વારા તેમના સૈનિકોને રાખવા અને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે બાંધવામાં આવેલી ઇમારતોએ લીધું હતું. મહેલને બ્રિટિશ છાવણીમાં અને પ્રખ્યાત દિવાન-એ-આમને હોસ્પિટલમાં ફેરવવી દેવામાં આવ્યું હતું.

આજે આપણે જે લાલ કિલ્લો જોઈએ છીએ, તે બ્રિટિશ સામ્રાજ્યની સત્તાની મુદ્રા ધરાવે છે, તેમજ મુઘલ સામ્રાજ્યની ભવ્યતાના અવશેષ તરીકે ઊભો છે.

દિલ્હીને સત્તાનું કેન્દ્ર બનાવ્યું

1857 પછીના વર્ષોમાં, અંગ્રેજોએ વ્યવસ્થિત રીતે દિલ્હીને એક નાના પ્રાંતીય શહેરમાં બદલી દીધું. ઉપરાંત, આ શહેર હજુ પણ ભારતમાં સત્તાનું, શક્તિનું એક પ્રભાવશાળી પ્રતીક છે. દિલ્હી પણ અંગ્રેજોએ જીતી લીધું હતું, ખાસ કરીને દિલ્હી દરબાર (1877, 1903, 1911) દરમિયાન. આ ભવ્ય સમારંભોએ બ્રિટિશ રાજાને ભારતના સમ્રાટ તરીકે જાહેર કર્યા. અંગ્રેજોએ આ સમારોહ દરમિયાન ઉપખંડના રજવાડાઓના શાસકોને બ્રિટિશ ક્રાઉન સમક્ષ હાજર થવા દિલ્હી આમંત્રણ આપ્યું હતું.

આખરે અંગ્રેજોએ 1911 માં તેમની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવાનું નક્કી કર્યું અને એક ભવ્ય નવું શહેર બનાવ્યું, જે 1930 માં પૂર્ણ થયું.

નવી દિલ્હીમાં સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરના પ્રોફેસર સુરો ડી'જોર્ડરે તેમના લેખ 'નવી દિલ્હીઃ ઈમ્પીરીયલ કેપિટલ ટુ કેપિટલ ઓફ વર્લ્ડસ લાર્જેસ્ટ ડેમોક્રસી' (2006)માં જણાવ્યું છે કે, દિલ્હી દેશના કેન્દ્રમાં છે અને અહીંથી સમગ્ર ભારતમાં કનેક્ટિવિટી છે. આ ઉપરાંત અંગ્રેજોના મનમાં એક પ્રતીકાત્મક કહેવત પણ હતી કે 'જે દિલ્હી પર રાજ કરશે તે ભારત પર રાજ કરશે'.

લાલ કિલ્લા પર ફરીથી કબજો કરવો, એટલે ભારત પર ફરીથી કબજો કરવાનું હતું

સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળ, તેમની સેના INA બર્મા સરહદથી ભારત તરફ આગળ વધી. આ કામમાં તેમને જાપાની સેના અને નાગરિક સ્વયંસેવકોએ ટેકો આપ્યો હતો. ડિસેમ્બર 1943 સુધીમાં, INA એ આંદામાન ટાપુઓ પર પણ કબજો જમાવ્યો હતો. આઈએનએ અને જાપાની સેનાએ સાથે મળીને અંગ્રેજોને હાંકી કાઢ્યા. પરંતુ 1945 અને 1946 ની વચ્ચે, પ્લેન ક્રેશમાં બોઝના મૃત્યુ પછી, INAના વરિષ્ઠ અધિકારીઓ પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો. અંગ્રેજોએ જાપાનીઓને હાંકી કાઢ્યા અને આંદામાન ફરીથી બ્રિટિશ શાસન હેઠળ આવ્યું.

આ પણ વાંચો - Vishvakarma Yojna | વિશ્વકર્મા યોજના : OBC સમુદાયને નવી તાકાત આપશે, 17 સપ્ટેમ્બરે શરૂ થશે યોજના

અંગ્રેજોએ બોઝની સેના પર લાલ કિલ્લા પર કાર્યવાહી કરી. આનાથી દેશવાસીઓમાં INA પ્રત્યે સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું. અંગ્રેજોની આ કાર્યવાહીએ ફરી એકવાર લાલ કિલ્લાને ભારતીય જનતાના મનમાં તાકાત અને પ્રતિકારના પ્રતીક તરીકે સ્થાપિત કરી દીધો. કદાચ આ કારણોસર, નેહરુએ 1947 માં લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાનું નક્કી કર્યું.

ઈતિહાસકાર સ્વપ્ન લિડલે 2021 માં લખ્યું હતું તેમ: "સ્વતંત્રતાના આગમન સાથે, તે જરૂરી હતું કે, લાલ કિલ્લાની જગ્યા, જેના પર બ્રિટિશ વસાહતી સરકાર તેની સત્તા અને શક્તિને રજૂ કરવાની કોશિસ કરી હતી, તે પ્રતિકાત્મકરૂપે ભારતીય લોકોને સોંપવામાં આવે.

એક્સપ્રેસ એક્સપ્લેન આજના દિવસનો ઇતિહાસ ગુજરાતી ન્યૂઝ Express Exclusive દેશ congress