Independence Day 2023 PM Modi Speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 77માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી સતત 10મી વખત દેશને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પોતાના 90 મિનિટના સંબોધનમાં ભ્રષ્ટાચાર અને પરિવારવાદ પર ભારે હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે પરિવારવાદી પાર્ટીઓથી દેશને નુકસાન થાય છે. આ અવસર પર પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હું મારા પરિવારજનો પાસેથી મદદ માંગી રહ્યો છું કે ભારતને 2047 સુધી વિકસીત દેશ બનાવવામાં મારી મદદ કરો. પીએમ મોદીએ કહ્યું કે ભારત આઝાદીના 100માં વર્ષગાંઠ ઉપર વિકસિત દેશ બની જશે. પીએમ મોદીએ કહ્યું કે ત્રીજા કાર્યકાળમાં દેશ દુનિયાના ત્રીજો સૌથી મોટો આર્થિક દેશ બનશે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશને વિકસિત બનાવવાનો છે. દેશને ત્રણ ખરાબીઓથી લડવું ખુબ જ જરૂરી છે. જો દેશને વિકસિત બનાવવો છે તો દેશને પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટીકરણને ખતમ કરવું પડશે. પરિવાર વાદે દેશન બરબાદ કરી દીધો છે. પરિવારવાદને દેશને જકડી રહ્યો છે. ભષ્ટાટારથી મુક્તિ જરૂરી છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભ્રષ્ટાટાર વિરુદ્ધ લડતો રહીશ. પરિવારવાદ વિરુદ્ધ પાર્ટી સામે લડતો રહીશ. મારા માટે મારો દેશ જ પરિવાર છે અને હું તેને દુઃખી જોઈ શકતો નથી.
10 વર્ષના કાર્યકાળનો આપ્યો હિસાબ
પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી 10 વર્ષના કાર્યકાળનો હિસાબ આપ્યો હતો. દેશને સંબોધિત કરતા તેમણે કહ્યું કે અમે અલગ આયુષ મંત્રાલય બનાવ્યું છે. આજે યોગ અને આયુષ અલગ પરચમ લહેરાવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે મત્સ્ય પાલન આપણા કરોડો માછીમારોના કલ્યાણ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે દેશના ખૂણે ખૂણાના અમે અલગ સહકારિતા મંત્રાલય બનાવ્યા છે જેથી ગરીબોનું સંભળાય. પીએમ મોદીએ દેશને સંબોધત કરતા કહ્યું કે અમે જ્યારે 2014માં આવ્યા હતા ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 10માં નંબર પર હતા જ્યારે આજે 5મી અર્થવ્યવસ્થાના નંબર પર પહોંચ્યા છીએ.
વિશ્વકર્મા જ્યોતિ પર નવી યોજના થશે લોન્ચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી ઘોષણા કરી હતી કે વિશ્વકર્મા જ્યંતિ પર વિશ્વ કર્મા લોન્ચ કરી જશે. આ યોજના ગરીબોને ખૂબ જ મદદગાર સાબિત થશે. પીએમ મોદીએ કહ્યું કે આ યોજનાની શરુઆત 12 હજાર કરોડ રૂપિયાથી વધારે થશે. પીએમ મોદીએ કહ્યું કે અમે એ પણ કહ્યું છે કે દેશમાં અવસરોની કોઈ કમી નથી. અહીં આસમાનથી પણ વધારે અવસર છે. આજે જન જનનો સરકાર પર વિશ્વાસ છે. એટલું જ નહીં વિશ્વનો પણ ભારત પર વિશ્વાસ વધી રહ્યો છે. આજે દરેક ક્ષેત્રમાં દેશ આગળ વધી રહ્યો છે. દરેકને અમારી મજબૂત નીતિ પર વિશ્વાસ છે.
મહાન વિભૂતિઓનો ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબંધોની શરુઆત દેશની મહાન વિભૂતિયોના નમન સાથે કરી હતી. પીએમ મોદીએ મહર્ષી અરવિંદો અને દયાનંદ સરસ્વતીનીસાથે રાની દુર્ગાવતી અને મીરાબાઈનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે દેશની આઝાદીના ઇતિહાસમાં તેમનું યોગદાન પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે મારા પરિવારજન પૂજ્ય બાપુના નેતૃત્વમાં જે લોકોએ બલિદાન આપ્યા છે. તેમને અગણિત વીરોને હું નમન કરું છું. એ પેઢીમાં કદાચ કોઈ વ્યક્તિ હશે જેણે પોતાનું યોગદાન આપ્યું છે. જેણે જેણે યોગદાન આપ્યું છે. બલિદાન આપ્યું છે ત્યાગ કર્યો છે. તપસ્યા કરી છે.એ બધાને આદર પૂર્વક નમન કરું છું.





