Independence Day Song: સ્વતંત્રતા દિવસે ટોપ દેશભક્તિ ગીત સાથે રાષ્ટ્રપ્રેમ આસમાન પર, જુઓ વીડિયો

ભારત દેશ આ વર્ષે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આઝાદ ભારત આજે વિશ્વમાં વિવિધ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.

ભારત દેશ આ વર્ષે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આઝાદ ભારત આજે વિશ્વમાં વિવિધ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Independence Day 2023 | Independence Day Songs | News in Gujarati

Independence Day: સ્વતંત્રતા દિવસ 2023 માટે ખાસ દેશ ભક્તિ ગીત

Independence Day Special Desh Bhakti Songs: તલવાર પણ જ્યાં નાની પડે એવું કામ કલમ કરી બતાવે છે. આઝાદી જંગથી લઇને અત્યાર સુધી દેશભક્તિ ગીત ઘણા મહત્વના રહ્યા છે. રંગ દે બસંતી ચોલા… હોય કે એ મેરે પ્યારે વતન … સહિત દેશભક્તિ ગીતના શબ્દો જાણે નસ નસમાં ઉતરી જાય છે. દેશ માટે જુસ્સો ભરી દે છે. આવો દેશભક્તિ ગીતના શબ્દોની ગહેરાઇમાં ડૂબી દેશભક્તિમાં રંગાઇ જઇએ.

Advertisment

Independence day 2023, desh bhakti geet, desh bhakti song, Ae mere pyare watan, teri mitti kesari, sandese aate hai border, સ્વાતંત્ર્ય દિન 2023 દેશ ભક્તિ ગીત, એ મેરે વતન કે લોગો, તેરી મિટ્ટી કેસરી, સંદેશે આતે હૈ બોર્ડર, 15 ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિવસ,

તેરી મિટ્ટી મે મિલ જાવા #Kesari ફિલ્મ કેસરી

એ મેરી જમીન, અફસોસ નહીં, તેરે લીયે સો દર્દ સહે, મહેફૂઝ રહે તેરી આન સદા, ચાહે જાન મેરી યે રહે ના રહે, એ મેરી જમીન મહેબૂબ મેરી, મેરી નસ નસ મે તેરા ઇશ્ક બહે, ફિકા ન પડે કભી રંગ તેરા, જિશ્મ સે નિકલ કે ખૂન કહે, તેરી મિટ્ટી મે મિલ જાવા, ગુલ બન કે ખિલ જાવા, ઇતની સી હૈ દિલ કી આરઝૂ, તેરી નદીયો મે બહ જાવા, તેરે ખેતો મે લહેરાજાવા, ઇતની સી હૈ દિલ કી આરઝૂ, સરસો સે ભરે વો ખેત મેરે, જહા ઝૂમ કે ભાંગડા પા ન સકા, આબાદ રહે વો ગાંવ મેરા, જહાં લૌટ કે વાપસ જા ન સકા… મનોજ મુન્તાસીર લિખિત કેસરી ફિલ્મનું આ ગીત રૂવાડા ઉભા કરી દેનારૂ છે.

સંદેશે આતે હૈ #sandese_aate_hai ફિલ્મ - બોર્ડર

સંદેશે આતે હૈ હમે તડપાતે હૈ, ચિઠ્ઠી આતી હૈ જો પુછે જાતી હૈ કી ઘર કબ આઓગે… 1997 માં રિલીઝ થયેલી બોર્ડર ફિલ્મનું સંદેશે આતે હૈ ગીત બોર્ડર પર ફરજ દેશ માટે ફરજ બજાવતા સૈનિકની મનોવ્યથા રજૂ કરે છે. રૂપ કુમાર રાઠોડ અને સોનું નિગમ ના અવાજમાં આ ગીત દિલને સ્પર્શી જાય એવું છે. આ ગીતના લિરિક્સ જાવેદ અખ્તરે લખ્યા છે. અનુ મલિકે આ ગીતને કંમ્પોઝ કર્યું છે.

Advertisment

ઝંડા ! અજર અમર રે જે - રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી

તારે ક્યારે કૈંક દુલારે, દિલના શોણિત પાયા, પુત્ર વિજોગી માતાઓનાં, નયનઝરણ ઠલવાયાં
ઝંડા ! અજર અમર રે જે, વધ વધ આકાશે જા જે… રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત ઝંડા વંદનનું આ ગીત દેશભક્તિનો મહાસાગર લાવનારૂ છે. રોમ રોમમાં રાષ્ટ્રપ્રેમ પ્રસરાવી દે એવા શબ્દોને ગુજરાતી ખ્યાતનામ લોકગાયક પ્રફુલ્લ દવે, સચિન સંઘવી, ભૂમિ ત્રિવેદી, ઇશાની દવે અને હાર્દિક દવેએ બખૂબી સૂર આપ્યો છે.

રંગ દે બસંતી ચોલા… થી લઇને અત્યાર સુધી દેશભક્તિના અનેક ગીતો લખાયા છે અને લોકમુખે છે. આવો આવા જ કેટલાક દેશભક્તિ ગીતો સાથે રાષ્ટ્રપ્રેમમાં ડૂબીએ.

ટોપ દેશ ભક્તિ ગીત

દેશ