India Economy: ભારત જાપાનને પછાડી બન્યું દુનિયાની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા

India 4 Trillion Economy: ભારત જાપાનને પછાડી દુનિયાની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બન્યું છે. નીતિ આયોગની બેઠક બાદ સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થા હવે 4 ટ્રિલિયન ડોલરની છે અને માત્ર અમેરિકા, ચીન અને જર્મની થી પાછળ છે.

India 4 Trillion Economy: ભારત જાપાનને પછાડી દુનિયાની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બન્યું છે. નીતિ આયોગની બેઠક બાદ સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થા હવે 4 ટ્રિલિયન ડોલરની છે અને માત્ર અમેરિકા, ચીન અને જર્મની થી પાછળ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
India Economy | India gdp | Indian Economy | India 4 Trillion Economy

India Economy : ભારત દુનિયાની ચોથી સૌથી આર્થિક મહાસત્તા બન્યું છે. (Photo: Freepik)

India 4 Trillion Economy: ભારત આર્થિક મોરચે સતત સફળતા હાંસલ કરી રહ્યું છે અને હવે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. એટલે કે ભારત હવે માત્ર અમેરિકા, ચીન અને રશિયાથી પાછળ છે. દુનિયાના સૌથી મોટા અર્થતંત્રની યાદીમાં ચોથા સ્થાન પર જાપાન નહીં હવે ભારત છે. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે આ જાણકારી આપી છે.

Advertisment

નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યને કહ્યું છે કે, ભારત જાપાનને પાછળ છોડીને દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં સુબ્રમણ્યમે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા હવે 4 ટ્રિલિયન ડોલરની છે અને માત્ર અમેરિકા, ચીન અને જર્મની પાસે તેના કરતા મોટી અર્થવ્યવસ્થા છે.

3 વર્ષમાં ત્રીજી અર્થવ્યવસ્થા

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના આંકડાઓનો ઉલ્લેખ કરતા નીતિ આયોગના સીઈઓએ કહ્યું કે ભારત હવે જાપાનને પાછળ છોડી ચૂક્યું છે અને હવે આપણે 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા છીએ. તેમણે કહ્યું કે, "જો આપણે આપણી યોજના અને વિઝનને વળગી રહીશું, તો અઢી થી ત્રણ વર્ષમાં આપણે ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જઈશું

એપલે વિવાદ અંગે શું કહ્યું?

નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલને ધમકી આપી હતી કે તે ભારતમાં આઇફોનનું ઉત્પાદન નહીં કરે. આ અંગે ઉઠેલા સવાલો પર નીતિ આયોગના સીઈઓ સુબ્રમણ્યમે કહ્યું કે ટેરિફ શું હશે, તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ હાલની સ્થિતિને જોતા ભારત મેન્યુફેક્ચરિંગ માટે સસ્તું સ્થાન બની રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે એસેટ મોનેટાઈઝેશનના બીજા તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે અને તેને ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવશે.

Advertisment

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીના ભારત મંડપમમાં નીતિ આયોગની 10 મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જ્યાં તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માટે સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય વિકાસમાં સામૂહિક પ્રયાસોનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

india બિઝનેસ દેશ