INDIA Block : કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને શનિવારે વિપક્ષના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા એલાયન્સના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કહ્યું હતું કે, જો તમામ પક્ષો સંમત થાય તો જ તેઓ કન્વીનરની ભૂમિકા સ્વીકારશે. સૂત્રોએ ઇન્ડિયન એક્સપ્રેસને આ માહિતી આપી છે. જોકે, ખડગેના નામની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.
આગામી લોકસભા ચૂંટણી દરમિયાન બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા 14 વિરોધ પક્ષોના વડાઓની વર્ચ્યુઅલ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે ટીએમસીના વડા મમતા બેનર્જી બેઠકમાં હાજર રહ્યા ન હતા.
અગાઉ, જનતા દળ (યુનાઈટેડ) ના નીતિશને કન્વીનર તરીકે નિયુક્ત કરવા માટે ઈન્ડિયા એલાયન્સ પર દબાણ કરી રહ્યું હતું. જો કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ કોંગ્રેસ નેશનલ એલાયન્સ કમિટી સાથે બેઠક વહેંચણીની વાટાઘાટોમાં જોડાવાનો ઇનકાર કર્યાના દિવસો પછી, પાર્ટીએ કહ્યું કે, તે બેઠકમાં ભાગ લેશે નહીં.
મમતા બેનર્જીએ ‘ઈન્ડિયા’ ગઠબંધનની છેલ્લી બેઠકમાં સંયોજક અને વડાપ્રધાન પદના ઉમેદવાર પદ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામની હિમાયત કરી હતી. સૂત્રોનું માનીએ તો, હવે ખડગેનું નામ લગભગ ફાઈનલ થઈ ગયું છે.
વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (INDIA) ના ઘટક પક્ષોના મુખ્ય નેતાઓએ શનિવારે એક વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાં ગઠબંધનને મજબૂત કરવા, બેઠકોની વહેંચણી પર વ્યૂહરચના બનાવવા અને આ ગઠબંધનના સંયોજકની નિમણૂક કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. NDTV એ પણ સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે, JDU નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઈન્ડિયા ગઠબંધનના કન્વીનર પદને નકારી કાઢ્યું છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : 70 વર્ષથી ઉપરના થશે આઉટ, બીજેપીના ઉમેદવારોની પ્રથમ યાદી જલ્દી આવશે
ઈન્ડિયા બ્લોકમાં સીટોની વહેંચણીને લઈને હજુ પણ દ્વિધા છે. આ ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ છે. કોંગ્રેસે શુક્રવારે આમ આદમી પાર્ટી સાથે બેઠક વહેંચણી અંગે બેઠક યોજી હતી. શનિવારે પણ ઈન્ડિયા ગઠબંધનની ઘણી પાર્ટીઓના નેતાઓએ વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લીધો અને ચર્ચા કરી. જો કે સીટ વહેંચણીને લઈને કોઈ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે કે કેમ, તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.





