લોકસભા ચૂંટણી : ઇન્ડિયા ગઠબંધનને ફટકો, ફારુક અબ્દુલ્લાએ કહ્યું - નેશનલ કોન્ફરન્સ પોતાના દમ પર ચૂંટણી લડશે

Lok Sabha polls : ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે જો પીએમ નરેન્દ્ર મોદી તેમને વાત કરવા માટે બોલાવશે તો તેઓ ચોક્કસ જશે. એનડીએમાં સામેલ થવાના સવાલ પર તેમણે કહ્યું કે આ સંભાવનાને નકારી શકાય નહીં.

Lok Sabha polls : ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે જો પીએમ નરેન્દ્ર મોદી તેમને વાત કરવા માટે બોલાવશે તો તેઓ ચોક્કસ જશે. એનડીએમાં સામેલ થવાના સવાલ પર તેમણે કહ્યું કે આ સંભાવનાને નકારી શકાય નહીં.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Farooq Abdullah, INDIA alliance

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા (ફાઇલ ફોટો, એક્સપ્રેસ)

INDIA alliance : જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી અને સીટોની વહેંચણી પર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ પણ એનડીએ ગઠબંધનમાં સામેલ થવાના સંકેત આપ્યા છે. મીડિયા સાથે વાત કરતા ફારૂકે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઇ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમની પાર્ટી નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડશે.

Advertisment

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમએ કહ્યું કે તેઓ રાજ્યની કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ એનડીએમાં જોડાઈ શકે છે તો તેમણે કહ્યું કે અમારી બારીઓ, દરવાજા ખુલ્લા છે. તેમણે કહ્યું કે જો પીએમ નરેન્દ્ર મોદી તેમને વાત કરવા માટે બોલાવશે તો તેઓ ચોક્કસ જશે. એનડીએમાં સામેલ થવાના સવાલ પર ફારુકે કહ્યું કે આ સંભાવનાને નકારી શકાય નહીં.

આ પણ વાંચો - ખેડૂત વિરોધ પ્રદર્શન : કહાની એ 2 ખેડૂત નેતાઓની, જેમણે ઉભું કર્યું છે આંદોલન 2.0

એનસી એકલા હાથે ચૂંટણી લડશે

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે મને લાગે છે કે બંને રાજ્યોમાં સંસદીય ચૂંટણીની સાથે ચૂંટણી પણ યોજાશે. જ્યાં સુધી સીટોની વહેંચણીની વાત છે તો એનસી એકલા હાથે ચૂંટણી લડશે અને તેમાં કોઈ શંકા નથી. અબ્દુલ્લાએ કહ્યું કે દેશના નિર્માણ માટે જે પણ કરવું પડશે તે હું કરીશ. વડાપ્રધાન અને ગૃહમંત્રીને મળવાના સવાલ પર તેમણે કહ્યું કે જ્યારે તેઓ બોલાવશે ત્યારે કોણ વાત કરવા ના માંગે.

Advertisment

ઇન્ડિયા ગઠબંધન સંકટમાં

ઇન્ડિયા ગઠબંધનને સતત ઝટકા લાગી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી હતી કે રાજ્યમાં કોંગ્રેસ સાથે AAP ગઠબંધન કરશે નહીં. ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે કોંગ્રેસ સાથે કોઈ વાટાઘાટો ચાલી રહી નથી અને તેમની પાર્ટી લોકસભાની ચૂંટણી એકલા લડશે.

ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી 2024 જમ્મુ અને કાશ્મીર દેશ