INDIA meet : ત્રણ બેઠકો બાદ પણ ત્રણ વાતો જણાવવા ખચકાઇ રહ્યું છે I.N.D.I.A, ડર કે પછી રણનીતિનો ભાગ?

INDIA Meeting Mumbai, Lok Sabha Elections 2024 : ત્રણ ત્રણ બેઠકો બાદ પણ ઇન્ડિયા ગઠબંધન ત્રણ મોટા પ્રશ્નોના જવાબ હજી સુધી શોધી શકી નથી. પહેલો પ્રશ્ન ચહેરો કોણ, બીજો પ્રશ્ન સીટ શેરિંગ ક્યાં સુધી, ત્રીજો પ્રશ્ન ગઠબંધનનો સંયોજક કોણ?

Written by Ankit Patel
Updated : September 02, 2023 08:48 IST
INDIA meet : ત્રણ બેઠકો બાદ પણ ત્રણ વાતો જણાવવા ખચકાઇ રહ્યું છે I.N.D.I.A, ડર કે પછી રણનીતિનો ભાગ?
ઇન્ડિયા ગઠબંધન

લોકસભા ચૂંટણીને લઇને વિપક્ષે પોતાની તૈયારી તેજ કરી દીધી છે. તેની તરફથી અત્યાર સુધી ત્રણ બેઠકો પણ થઈ ચૂકી છે. ઈન્ડિયા ગઠબંધનની બેઠકોનો સિલસિલો બિહારના પટનાથી શરુ થયો હતો, ત્યારબાદ બેંગલુરુમાં દસ્તક થઇ અને હવે માયાનગર મુંબઈમાં ત્રીજી બેઠક પુર્ણ થઈ. જોકે, નવાઇની વાત એ છે કે ત્રણ ત્રણ બેઠકો બાદ પણ ઇન્ડિયા ગઠબંધન ત્રણ મોટા પ્રશ્નોના જવાબ હજી સુધી શોધી શકી નથી. પહેલો પ્રશ્ન ચહેરો કોણ, બીજો પ્રશ્ન સીટ શેરિંગ ક્યાં સુધી, ત્રીજો પ્રશ્ન ગઠબંધનનો સંયોજક કોણ?

સંયોજક નક્કી કરવામાં થઈ રહી છે તકલીફ

હવે ઇન્ડિયા ગઠબંધનનો સૌથી મોટો પડકાર આ સમયે ચાલી રહ્યો છે. કેમેરા સામે બધા એકત્ર થવાનો દાવો જરૂર કરી રહ્યા છે. પરંતુ અંદર ખાને ગણું બધું ચાલી રહ્યું છે. એ તમામ ગતિવિધિઓની જગ્યાએ અત્યાર સુધી અનેક ચીજો સામાન્ય સહમતિ બનતી દેખાઇ રહી નથી. સૌથી પહેલા ઇન્ડિયાને એ નક્કી કરવું પડશે કે તેનો સંયોજક કોણ બનવા જઈ રહ્યો છે. આ કોઈ મોટો વિવાદ નથી જેના પર હજી સુધી વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ 26 પાર્ટીનો આ વિશાળ સમૂદાય આ પ્રશ્ન નથી શોધી રહ્યા.

ઇન્ડિયા ગઠબંધનના સંયોજકના રૂપમાં સૌથી પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું નામ ચાલી રહ્યું હતું. તેમની તરફથી વિપક્ષી એક્તાની રૂપરેખા રાખી હતી. તેમણે જ શરુઆતમાં અનેક નેતાઓથી મુલાકાત કરીને રાજકીય પીચ ઊભી કરવાની તૈયારી કરી હતી. આવી સ્થિતિમાં તેમને આ મોકો મળી શકે છે. પરંતુ હવે અટકળો વધારે જોર પકડ્યું છે કે નીતિશ કુમારે મુંબઇ બેઠક પહેલા જ ચોખ્ખું કરી દીધું છે કે આ પદ માટે તેમને કોઇ લાલસા નથી. તેઓ કોઇપણ પદની આશા લઇને બેઠા નથી. તેમને તો માત્ર વિપક્ષને એકત્ર કરવાના હતા.

આ કડીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નામ પર જોર પકડવાનું શરુ થયું છે. સુત્રો પાસેથી ત્યાં સુધી ખબર મળી રહી છે કે મુંબઇ બેઠકમાં મલ્લિકાર્જૂન ખડગેને એ મહત્વની જવાબદારી આપવામાં આવશે. પરંતુ છેલ્લી ઘડીએ જાણવા મળ્યું હતું કે મુંબઇ બેઠકમાં સંયોજકનું એલાન નહીં કરે. અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

કોઇ પણ પ્રકારનું કારણ પણ સામે આવ્યું નથી. આ કારણે જાણકાર માની રહ્યા છે કે આંતરીક ઝઘડાથી બચવા માટે હવે ઇન્ડિયા ગઠબંધનના સંયોજકની જાહેરાત નથી કરી. એકના નામ ઉપર મુહર લાગવાનો મતલબ છે કે અન્યનું નારાજ થવું. આ સ્થિતિથી સતત બચવા માટે નામની જાહેરાત કરવાથી દૂર રહે છે.

સીટ શેયરિંગ પર માત્ર ચર્ચા, કોઇ નિર્ણય નથી

ઇન્ડિયા ગઠબંધન આ સમયે એક અસમંજસવાળી સ્થિતિમાં ફસાયું છે. જો ધ્યાનથી એક ટ્રેન્ડથી જોઇએ તો સીટ શેયરિંગને લઇને ફોર્મૂલાની ચર્ચા દરેક બેઠકમાં થઈ રહી છે. પરંતુ કેટલી સીટો આપવામાં આવશે. આના પર કોઈ બોલવા માંગતું નથી. એ પણ બતાવવા માટે કાફી છે કે ઇન્ડિયા ગઠબંધન એ વાતથી ડરી રહ્યું છે જો સીટ શેરિંગની જાહેરાત કરી દીધી તો અનેક દળ નારાજ થઈ શકે છે. આ નારાજગીર અનેક મહત્વના નિર્ણય લેવા માટે વિપક્ષી જૂથને રોકી રહી છે.

એ સમજવું જરૂરી છે કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સૌથી પહેલા કહ્યું હતું કે બીજેપી સામે દરેક સીટ પર એક સંયુક્ત ઉમેદવાર હોવો જોઇએ. અનેકે તેના ઉપર સહમતિ પણ વ્યક્ત કરી હતી. પરંતુ વિવાદ ત્યારે શરુ થયો જ્યારે સવાલ કોણ પર આવ્યો હતો. એટલે કે કઈ પાર્ટીના ઉમેદવારને આખી ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર ગણાવ્યો હતો. હવે આ કોણને શોધવામાં ખૂબ જ મોડું થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં પણ એક વિવાદનો વિષય બન્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ