I.N.D.I.A. ગઠબંધનની મુંબઈની બેઠકમાં બબાલ! કપિલ સિબ્બલને મંચ પર જોઈને કોંગ્રેસી નારાજ, સાથે દેખાયા અખિલેશ

INDIA Mumbai meet, Row over Kapil Sibal : ઇન્ડિયા મીટમાં પૂર્વ કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલની એન્ટ્રીથી હંગામો મચી ગયો છે. આ વાતની કોઈને અપેક્ષા ન્હોતી કે કપિલ સિબ્બલ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થશે.

Written by Ankit Patel
September 01, 2023 14:53 IST
I.N.D.I.A. ગઠબંધનની મુંબઈની બેઠકમાં બબાલ! કપિલ સિબ્બલને મંચ પર જોઈને કોંગ્રેસી નારાજ, સાથે દેખાયા અખિલેશ
ઇન્ડિયા મીટમાં બબાલ - Photo - ANI

Row Over Kapil Siba INDIA meet : લોકસભા ચૂંટણી 2024ને નવી દિશા આપનાર ઇન્ડિયા ગઠબંધનની મુંબઈમાં બેઠક થઈ રહી છે. આ બેઠકમાં પૂર્વ કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલની એન્ટ્રીથી હંગામો મચી ગયો છે. આ વાતની કોઈને અપેક્ષા ન્હોતી કે કપિલ સિબ્બલ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થશે. સિબ્બલનું ઈન્ડિયા ગઠબંધનનું બેઠકમાં સામેલ થવાથી કોંગ્રેસના અનેક નેતા નારાજ થયા છે. તેમણે કહ્યું કે સિબ્બલ બેઠકમાં સત્તાવાર રૂપે આમંત્રિત વ્યક્તિ નથી.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ પણ સિબ્બલની એન્ટ્રીથી ખાસ નારાજ દેખાયા હતા. તેમણે ગ્રુપ ફોટો લેતા પહેલા આ અંગે ફરિયાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને કરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે આખી ઘટનાક્રમ દરમિયાન કેટલાક નેતા કપિલ સિબ્બલનો બચાવ કરતા પણ જોવા મળ્યા હતા. આમાંથી નેશનલ કોંન્ફ્રેસના નેતા ફારુક અબ્દુલ્લા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનો પણ સમાવેશ થયો હતો. બંનેએ વેણુગોપાલને મનાવવાની કોશિશ કરી હતી. અટલું જ નહીં રાહુલ ગાંધીએ કહ્યું કે સિબ્બલના આવવાથી તેમને કોઈ વાંધો નથી. ત્યારબાદ સિબ્બલ ફોટો સેશનનો ભાગ બન્યા હતા.

કપિલ સિબ્બલને બેઠક આમંત્રિત કરવામાં ન્હોતા આવ્યા. ગત વર્ષે મે 2022માં તેઓ કોંગ્રેસ છોડીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારબાદ તેમને રાજ્યસભા મોકલવામાં આવ્યા હતા. કપિલ સિબ્બલ કોંગ્રેસના મોટા નેતાઓમાં ગણવામાં આવે છે. યુપીએ સરકાર દરમિયાન કપિલ સિબ્બલ કેન્દ્રીય કાનૂન મંત્રીથી લઇને માનવ સંસાધન વિકાસ મંત્રી સુધી રહ્યા છે. પરંતુ તેઓ ગણા સમયથી કોંગ્રેસ નેતૃત્વથી નારાજ ચાલી રહ્યા હતા.

કપિલ સિબ્બલ કોંગ્રેસના એ નેતાઓમાં ગણના થાય છે જે પાર્ટીને સૌથી વધારે ફંડ આપ્યા કરતા હતા. સિબ્બલ પંજાબી બ્રાહ્મણ સમુદાયથી આવે છે. અને દિલ્હીના રાજકારણમાં તેમનો મહત્વનો રોલ માનવામાં આવે છે. રાજ્યસભાના નામાંકન બાદ સિબ્બલે કહ્યું કે તેઓ કોંગ્રેસના નેતા હતા પરંતુ હવે નથી.

ઇન્ડિયા મીટમાં શું થઈ રહ્યું છે?

શુક્રવારે ઇન્ડિયા ગઠબંધનના મુખ્યનેતાઓ વચ્ચે સીટ શેર કરવાનું પોતાના પ્લાનિંગને સ્પષ્ટ કરવા અને 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએ સામે મુકાબલો કરવા માટે એક એજંડા પર મહત્વપૂર્ણ ચર્ચા શરુ કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપક્ષી સમૂહ પાસે પ્રવક્તાઓની એક ટીમ હોવી જોઈએ જે ગઠબંધનનો પક્ષ રાખી શકે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ