INDIA ગઠબંધનની પહેલી પરીક્ષા! છ રાજ્યોની 7 વિધાનસભા સીટો ઉપર ઉપચૂંટણી માટે મતદાન

INDIA, vidhansabha chunav, by polls : આ ઉપચૂંટણી એટલા માટે ચર્ચાનો વિષય છે કારણ કે આગામી લોકસભા ચૂંટણી 2024 પહેલા આ ચૂંટણીને ઇન્ડિયા ગઠબંધનનો પહેલો ટેસ્ટ માનવામાં આવી રહ્યો છે.

Written by Ankit Patel
Updated : September 05, 2023 09:28 IST
INDIA ગઠબંધનની પહેલી પરીક્ષા! છ રાજ્યોની 7 વિધાનસભા સીટો ઉપર ઉપચૂંટણી માટે મતદાન
ઇન્ડિયા ગઠબંધન

દેશના છ રાજ્યોની સાત વિધાનસભા સીટો ઉપર ઉપચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ ઉપચૂંટણી એટલા માટે ચર્ચાનો વિષય છે કારણ કે આગામી લોકસભા ચૂંટણી 2024 પહેલા આ ચૂંટણીને ઇન્ડિયા ગઠબંધનનો પહેલો ટેસ્ટ માનવામાં આવી રહ્યો છે. વિપક્ષી દળ બીજેપીના ઉમેદવારોને ઉત્તર પ્રદેશથા ઘોસી સીટ, ઝારખંડના ડુમરી, ત્રિપુરાની ધનપુર અને બોક્સનગર, ઉત્તરાખંડના બાગેશ્વર સીટ પર એકત્ર થઈને ટક્કર આપી રહી છે. આ ઉપરાંત બેસ્ટ બંગાલની ઘૂપગુડી અને કેરળના પુથુપલ્લીમાં ઇન્ડિયા ગઠબંધનના દળ અંદરો અંદર એકબીજા વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણી પર આનવારી આઠ સપ્ટેમ્બરે મત ગણતરી થશે.

ધોસી વિધાનસભા સીટ પર BJP vs SP

ઉત્તર પ્રદેશની ધોસી વિધાનસભા સીટ પર સીધો મુકાલબલો બીજેપી અને સપા વચ્ચે છે. અહીં કોંગ્રેસ અને બસપાના ઉમેદવારો ઉતર્યા નથી. અહીં વિધાનસભા સીટ સપાના ધારાસભ્ય અને ઓબીસી નેતા દારા સિંહ ચૌહાણના રાજીનામા બાદ ખાલી થઈ હતી. તેઓ સપા છોડી બીજેપીમાં સામેલ થયા હતા. અહીં બીજેપીએ તેમને જ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દારા સિંહ ચૌહાણ યોગી આદિત્યનાથની પહેલી સરકારમાં મંત્રી હતા. ઘોસી ઉપચૂંટણી દરમિયાન બંને પક્ષોના પ્રચારમાં પોતાની પુરી તાકાત લગાવી દીધી હતી કારણ કે બંને પક્ષ જાણે છે કે અં વિપક્ષી એક્તા માટે એક કસોટી છે. અને એક જીત આગામી વર્ષ લોકસભા ચૂંટણી માટે તેમને પક્ષમાં રુઝાન સ્થાપિત કરી શકે છે.

બંગાળની ઘૂપગુડી વિધાનસભામાં TMC vs BJP vs CPM

ઉત્તર બંગાળમાં ઘૂપગુડી વિધાનસભા ક્ષેત્રમાં TMC, BJP અને કોંગ્રેસ સમર્થિત માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. ટીએમસીએ 2016માં આ સીટ ઉપર જીત નોંધાવી હતી. પરંતુ 2021ની ચૂંટણીમાં બીજેપીને આ સીટ તેની પાસેથી છીનવી લીધી હતી

ત્રિપુરામાં ધનપુર અને બોક્સાનગરમાં ઉપચૂંટણી

ત્રિપુરાની બોક્સાનગર વિધાનસભા સીટ ઉપર મુકાબલો માકપા અને બીજેપી વચ્ચે છે. આ સીટ અલ્પસંખ્યક વસ્તી ધરાવે છે. અહીં માકપાના મિજાન હુસૈનનો મુકાબલો બીજેપીના તફજ્જલ હુસે સાથે છે. તફજલ્લ હુસેન વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપ તરફથી પ્રત્યાશી જાહેર કરવામાં આવ્યા. પરંતુ ચૂંટણી હારી ગયા હતા. બીજી તરફ ક્યારેક વામપંથીઓનો મજબૂત ગઢ રહેલા ધનપુરમાં બીજેપીના બિંદુ દેવનાથનો મુકાબલો માકપાના કૌશિક દેબનાથ સાથે છે.

ઝારખંડની ડુમરીમાં જેએમએમ અને ભાજપ વચ્ચે ટક્કર

ઝારખંડની ડુમરી સીટ પર વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના ઉમેદવાર બેબી દેવીનો સીધો મુકાબલો રાજગ પ્રત્યાશી યશોદા દેવી સામે છે. ઝારખંડ મુક્તી મોર્ચા ઝામુમોએ દાવો કર્યો છે કે ઇન્ડિયા ગઠબંધન ડુમરીથી પોતાની જીતની શરુઆત કરશે. આ સીટ બંને ગઠબંધનો માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ છે. રાજગને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઝામુમોથી સીટ છીનવવા માટે પૂરી તૈયારી કરી છે.

કેરળમાં ફ્રેન્ડશિપ મેચ?

કોંગ્રેસ અને સત્તારૂઢ વામ દળ કેરળના પુથુપ્પલ્લી ઉપચૂંટણીમાં એક-બીજાના મુકાબલો કરશે. રાજ્યમાં વિપક્ષીદળ કોંગ્રેસ સત્તા વિરોધી લહેર અને દિવંગત ઓમન ચાંડીની વિરાસત પર નિર્ભર છે. કોંગ્રેસના નેતૃત્વ વાળા સંયુક્ત લોકતાંત્રિક મોર્ચાના પૂર્વ મુંખ્યમંત્રી ઓમન ચાંડીના મૃત્યુ બાદ સહાનુભૂતિ લહેરનો લાભ ઉઠાવવા તેમના પુત્ર ચાંડી ઓમનને માદનમાં ઉતાર્યા છે. બીજી તરફ સત્તારૂઢવાળા બંને દળોને એકવાર ફરી ડીવાયએફઆઈ નેતા જૈક સી થોમસને મેદાનમાં ઉતાર્યા છે. જેમણે 2016 અને 2021માં દિવંગત ચાંડી વિરુદ્ધ આ ક્ષેત્રથી ચૂંટણી લડી હતી પરંતુ તેને હાર મળી હતી. ભાજપે પોતાના કોટ્ટાયમ જિલ્લા અધ્યક્ષ જી લિજિનલાલને મેદાનમાં ઉતાર્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ