India : ઇન્ડિયા, ભારત અને હિંદુસ્તાન, મુઘલોથી અંગ્રેજો સુધી; દેશના નામમાં ક્યારે અને શું ફેરફાર થયો જાણો ઈતિહાસ

Bharat India Hindustan : દેશના નામને લઇને એક નવો વિવાદ શરૂ થયો છે. એવી અટકળો પણ ચાલી રહી છે કે દેશનું નામ INDIA (ઇન્ડિયા) થી બદલીને ભારત કરવામાં આવશે અથવા તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. દેશના નામમાં ક્યારે અને કેટલી વાર ફેરફાર થયો તેનો ઇતિહાસ જાણીયે

Bharat India Hindustan : દેશના નામને લઇને એક નવો વિવાદ શરૂ થયો છે. એવી અટકળો પણ ચાલી રહી છે કે દેશનું નામ INDIA (ઇન્ડિયા) થી બદલીને ભારત કરવામાં આવશે અથવા તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. દેશના નામમાં ક્યારે અને કેટલી વાર ફેરફાર થયો તેનો ઇતિહાસ જાણીયે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
India to Bharat: History of the nation's names

“ભારત”, “ભારત” અથવા “ભારતવર્ષ” ના મૂળ પુરાણ સાહિત્ય અને મહાકાવ્ય મહાભારતમાં જોવા મળે છે. પુરાણો ભારતને "દક્ષિણમાં સમુદ્ર અને ઉત્તરમાં બરફના નિવાસસ્થાન" વચ્ચેની ભૂમિ તરીકે વર્ણવે છે. (વિકિમીડિયા કોમન્સ દ્વારા ફોટો)

(અદ્રિજા રોયચૌધરી) Bharat India Hindustan Name Change History : દેશના નામને લઇને એક નવો વિવાદ શરૂ થયો છે. મંગળવાર સવારે વિપક્ષે નેતા રાષ્ટ્રપતિ કાર્યાલય સંબંધિત એક આમંત્રણ પત્રિકાનો ફોટો શેર કર્યો હતો. જેના પર 'Republic of Bharat' લખ્યુ હતુ અને વિપક્ષે તેની સામે વાંધો ઉઠાવ્યો છે. હકીકતમાં આ ઇન્વિટેશન કાર્ડ ભારતના રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મૂ તરફથી જી20 સમિટમાં આવનાર વિવિધ દેશોના નેતાઓને મોકલવામાં આવ્યુ છે.

Advertisment

એવી અટકળો પણ ચાલી રહી છે કે દેશનું નામ INDIA (ઇન્ડિયા) થી બદલીને ભારત કરવામાં આવશે અથવા તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નોંધનિય છે કે, દેશના બંધારણની કલમ 1માં બંને નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બંધારણમાં લખ્યું છે કે, 'ભારત, એટલે કે, ઇન્ડિયા, રાજ્યોનું સંઘ હશે'. તે ઉપરાંત ભારતીય રિઝર્વ બેંક અને ભારતીય રેલવે જેવા ઘણા નામો સાથે પહેલાથી ભારત નામ સંકળાયેલું છે.

જુદા - જુદા સમયે આ મુદ્દો ઉઠ્યો

ભારત અને ઇન્ડિયા નામની ચર્ચા પહેલીવાર નથી થઈ રહી. આ મુદ્દો અગાઉ પણ સામે આવ્યો છે. જૂન 2020માં, સુપ્રીમ કોર્ટે બંધારણમાંથી "ઇન્ડિયા" ને હટાવવાની અને માત્ર ભારતને જાળવી રાખવાની માંગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે INDIA શબ્દ હટાવીને આપણે અંગ્રેજોના જમાનાની વિચારસરણીમાંથી આઝાદી મેળવીશું.

ભારત શબ્દ ક્યાંથી આવ્યો?

‘ભારત’, ‘ભરત’ કે ‘ભારતવર્ષ’ના મૂળ પૌરાણિક સાહિત્ય અને મહાભારતમાં જોવા મળે છે. પુરાણોમાં ભારતનું વર્ણન દક્ષિણમાં હિંદ મહાસાગર અને ઉત્તરમાં હિમાલય પર્વત વચ્ચેની ધરતી તરીકે કરવામાં આવ્યું છે.

Advertisment

સામાજિક વૈજ્ઞાનિક કેથરિન ક્લેમેન્ટી ઓઝાએ ભારતને ધાર્મિક અને સામાજિક-સાંસ્કૃતિક સ્થળ તરીકે વર્ણવ્યું છે. તેમના 2014ના લેખ, 'ઇન્ડિયા, ઘેટ ઇઝ ભારત: એક દેશ, બે નામ' માં તેમણે લખ્યું કે ભારત એ ઉપમહાદ્વીપ પ્રદેશનો ઉલ્લેખ કરે છે જ્યાં સમાજની બ્રાહ્મણવાદી વ્યવસ્થા પ્રચલિત છે.

ભારત અને હિન્દુસ્તાનનો શું અર્થ છે?

એવું માનવામાં આવે છે કે હિન્દુસ્તાન નામ 'હિંદુ' પરથી ઉતરી આવ્યું છે, હિન્દુ એક પર્શિયન શબ્દ છે જે પ્રાચીન સમયમાં ભારત માટે વપરાતો હતો. સંસ્કૃતમાં તેનું મૂળ સ્વરૂપ સિંધુ હતું, જેનો ઉપયોગ દેશ, સમુદ્ર અને નદી વગેરે જેવા અનેક અર્થોમાં થાય છે. નામ સાથે "સ્તાન" નો ઉપયોગ કરવામાં આવ્યો. જેનાથી હિન્દુસ્તાન શબ્દ બન્યો છે.

ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં જ્યારે મેસેડોનિયાના રાજા એલેક્ઝાન્ડરે ભારત પર આક્રમણ કર્યું ત્યાં સુધીમાં ભારતની ઓળખ સિંધુ પારના પ્રદેશ સાથે કરવામાં આવતી હતી.

મુઘલોના આગમનના સમય સુધી હિન્દુસ્તાન નામનો ઉપયોગ થયો હતો. ઈતિહાસકાર ઈયાન જે. બેરોએ તેમના લેખ - ‘ફ્રોમ હિંદુસ્તાન ટુ ઈન્ડિયાઃ નેમિંગ ચેન્જ ઇન ચેન્જિંગ નેમ્સ’માં લખે છે કે 18મી સદીના મધ્યથી અંત સુધી હિન્દુસ્તાન શબ્દનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવતો હતો.

ત્યારબાદ 18મી સદીના મધ્યભાગથી, અંગ્રેજો દ્વારા દોરવામાં આવેલા નકશા પર 'ભારત' નામનો વધુને વધુ ઉપયોગ થવા લાગ્યો અને 'હિન્દુસ્તાન' શબ્દ ક્યાંક ગાયબ થવા લાગ્યો.

દેશના બંધારણમાં 'ભારત' અને 'ઇન્ડિયા' શબ્દોનો ઉપયોગઃ

'ડિસ્કવરી ઑફ ઈન્ડિયા' પુસ્તકમાં જવાહરલાલ નેહરુએ 'ઇન્ડિયા', 'ભારત' અને 'હિન્દુસ્તાન' શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. નેહરુએ લખ્યું, "ઘણીવાર, જ્યારે હું એક સભામાંથી બીજી બેઠકમાં જતો હતો, ત્યારે હું મારા પ્રેક્ષકો સાથે આપણા આ ઇન્ડિયા, હિન્દુસ્તાન અને ભારત વિશે વાત કરતો હતો. ભરત એક પ્રાચીન સંસ્કૃત નામ છે જે આ જાતિના પૌરાણિક સંસ્થાપકો પરથી ઉતરી આવ્યું છે.” પરંતુ જ્યારે બંધારણમાં ભારતનું નામ રાખવાનો પ્રશ્ન ઊભો થયો ત્યારે 'હિન્દુસ્તાન' કાઢી નાખવામાં આવ્યું અને 'ઇન્ડિયા' અને 'ભારત' બંનેને જાળવી રાખવામાં આવ્યા.

આ પણ વાંચો | શું ઈન્ડિયા બનશે ભારત? મોદી સરકાર સંસદના વિશેષ સત્રમાં દેશનું નામ બદલવાનો લાવી શકે છે પ્રસ્તાવ

17 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભાની ચર્ચા દરમિયાન "સંઘનું નામ અને પ્રદેશ" વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. એકદમ તે જ સમયે કલમ "ઇન્ડિયા, એટલે કે ભારત, રાજ્યોનો એક સંઘ હશે" તરીકે વાંચવામાં આવ્યો હતો. આ દરમિયાન સભ્યોમાં મતભેદો પણ સર્જાયા હતા. એવા ઘણા સભ્યો હતા જેઓ 'ઇન્ડિયા' નામના ઉપયોગની વિરુદ્ધ હતા, જેને તેઓ સંસ્થાનવાદી ભૂતકાળની યાદ અપાવે છે તેવું માનતા હતા.

એક્સપ્રેસ એક્સપ્લેન આજના દિવસનો ઇતિહાસ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ india દેશ