સમગ્ર દુનિયામાં ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ચીનને પછાડીને ભારત હાલ 1.42 અબજની વસ્તી સાથે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. આ સાથે ભારતમાં ઉંચા જન્મદરના કારણે વસ્તી પણ ઝડપથી વધી રહી છે. એક વિશ્લેષ્ણ અનુસાર દુનિયામાં નવા જન્મેલા પ્રત્યેક 1000 બાળકોમાંથી વધુ બાળકો ભારતમાં જન્મે છે.
દુનિયામાં જન્મતા દર 1000માંથી 173 બાળકોનો જન્મ ભારતમાં
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર સમગ્ર દુનિયામાં જન્મેલા પ્રત્યેક 1000 બાળકોમાંથી 173 બાળકો ભારતમાં જન્મે છે. જે સૌથી ઉંચો જન્મ દર દર્શાવે છે. ત્યારબાદ આ યાદીમાં 103 બાળકો સાથે ચીન બીજા ક્રમે અને 47 બાળકો સાથે પાકિસ્તાન બીજા ક્રમે છે. તેવી જ રીતે 31 બાળકો સાથે ઇન્ડોનેશિયા ચોથા ક્રમે અને 22 બાળકો સાથે બાગ્લાદેશ પાંચમાં ક્રમે છે.
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડાથી એક બાબત સ્પષ્ટ થાય છે કે બાળકોના જન્મના મામલે દક્ષિણ એશિયાના પાંચ દેશો સૌથી મોખરે છે. જ્યારે યુરોપ સહિતના પશ્ચિમના અન્ય દેશોમાં બાળકોનો જન્મદર ઓછો છે.
દક્ષિણ એશિયામાં વસ્તી વિસ્ફોટ સમસ્યા બનશે
ચીનને પછાડીને ભારત સમગ્ર દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર દુનિયામાં જન્મતા દર 1000 બાળકોમાંથી 375 બાળકો એકલા દક્ષિણ એશિયાના પાંચ દેશોમાં જન્મે છે. ટકાવારીની રીતે આ પ્રમાણ 37.6 ટકા જેટલું છે. ઉંચા જન્મદરના કારણે એશિયામાં ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશોમાં વસ્તી વિસ્ફોટ એક મોટી સમસ્યા બની શકે છે. વસ્તી વિસ્ફોટથી રહેણાંક વિસ્તારોમાં ગીચતા વધવાની સાથે સાથે અનાજ, પાણી, રોજગારી, આવક – આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતની સમસ્યાઓ પણ સર્જાશે.
પશ્ચિમના દેશોમાં જન્મદર અત્યંત ઓછો
અમેરિકા, રશિયા સહિત પશ્ચિમના દેશોમાં જન્મદર અત્યંત ઓછો છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડાના અનુસાર દર 1000 બાળકોમાંથી 30 બાળકો અમેરિકામાં જન્મે છે. તો રશિયામાં 10, ફ્રાન્સમાં 6, જર્મનીમાં 6, યુકેમાં 5, ઇટલીમાં 3 બાળકો જન્મે છે.





