India Canada : હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હોવાના પુરાવા આપશે NIA, ચાર્જશીટમાં મોટો ખુલાસો

India Canada News : આ વર્ષની શરૂઆતમાં, એનઆઈએ (NIA) એ એક ચાર્જશીટ સબમિટ કરી હતી જેમાં ખાલિસ્તાન (Khalistan) તરફી સંગઠનો અને તેના સભ્યો માટે ગેરવસૂલી અને દાણચોરી દ્વારા કમાયેલા નાણાંનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

Written by Haresh Suthar
September 26, 2023 14:40 IST
India Canada : હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હોવાના પુરાવા આપશે NIA, ચાર્જશીટમાં મોટો ખુલાસો
ભારતે 2020માં હરદીપ સિંહ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.

India Canada Controversy : ભારત અને કેનેડા વચ્ચે વિવાદનું કારણ બનેલા હરદીપ નિજ્જરને લઈને NIA એ ઘણા ખુલાસા કર્યા છે. NIA ની ચાર્જશીટમાં હરદીપ સિંહ નિજ્જરને ખાલિસ્તાન ટાઈગર ફોર્સના અસલી ચીફ તરીકે નામ આપવામાં આવ્યું છે, આ સાથે જ કેનેડામાં નિજ્જરની ‘ટેરર કંપની’ વિશે પણ ઘણા દાવા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતે 2020 માં હરદીપ સિંહ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.

આ વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયાના સરેમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો છે.

NIA ની ચાર્જશીટમાં શું છે ખુલાસાઓ?

આ વર્ષની શરૂઆતમાં, એનઆઈએએ એક ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં ખુલાસો થયો હતો કે, ખાલિસ્તાન તરફી સંગઠનો અને તેના સભ્યો માટે ગેરકાયદે જબરદસ્તી વસૂલી અને દાણચોરી દ્વારા કમાયેલા નાણાંને કેનેડા સ્થિત કંપની દ્વારા બોટ, ફિલ્મો અને કેનેડિયન પ્રીમિયર લીગમાં રોકાણ કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્તાન ટાઈમ્સે ચાર્જશીટના આધારે માહિતી આપી છે કે, 2019 થી 2021 સુધીમાં 13 એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા હવાલા મારફતે 5 લાખથી 60 લાખ રૂપિયાની રકમ કેનેડા અને થાઈલેન્ડ મોકલવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, NIA એ દાવો કર્યો છે કે, ભારતમાંથી પૈસા ખાલિસ્તાન તરફી નેતાઓ અને ગેંગસ્ટરો દ્વારા થાઈલેન્ડના બાર અને ક્લબમાં રોકાણ કરવામાં આવ્યા હતા.

આ નાણાંનો ઉપયોગ ખંડણી, ગેરકાયદેસર દારૂ, હથિયારોની દાણચોરી વગેરે માટે પણ થતો હતો. અગાઉની તપાસમાં ખુલાસો થયો હતો કે, લોરેન્સ બિશ્નોઈ તેના નજીકના સહયોગી સતવિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર સાથે કેનેડા સંચાલિત ખાલિસ્તાની જૂથો, ખાસ કરીને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) ના નેતા લખબીર સિંહ લાંડા માટે કામ કરતા હતા. NIA ની ચાર્જશીટમાં સતબીર સિંહ ઉર્ફે સેમનો પણ ઉલ્લેખ છે, જે કેનેડામાં ગેરવસૂલી અને દાણચોરી દ્વારા ભારતમાંથી એકત્ર કરાયેલા ગેરકાયદેસર નાણાંને હેન્ડલ કરતો હતો.

આ દરમિયાન ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને લઈને બીજી મોટી વાત સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી નિજ્જર ભારત પર આતંકી હુમલાની યોજના બનાવી રહ્યો હતો. આ માટે તેણે પાકિસ્તાનમાં ખતરનાક હથિયારોની ટ્રેનિંગ લીધી હતી. 2014 માં, તેને આતંકવાદી જાહેર કરાયાના છ વર્ષ પહેલા, ભારતે ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) ના વડા હરદીપ સિંહ નિજ્જર વિરુદ્ધ ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસ (RCN) જાહેર કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ