ભારત કેનેડા સંબંધોમાં તણાવ વચ્ચે, અલગતાવાદીઓ, ગેંગસ્ટરો અને આતંકવાદીઓની સાંઠગાંઠનો સામનો કરવા કામ કરતી એજન્સીઓ એક થશે

India Canada News : NIA રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીઓ સાથે ચોક્કસ કેસ સ્ટડીની ચર્ચા કરવા અને શેર કરવા માટે પણ તૈયાર, આ બેઠકમાં R&AW ચીફ રવિ સિંહા, ઈન્ટેલિજન્સ બ્યૂરોના વડા તપન કુમાર ડેકા અને નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ અરુણ સિંહા હાજર રહેશે.

Updated : September 23, 2023 22:11 IST
ભારત કેનેડા સંબંધોમાં તણાવ વચ્ચે, અલગતાવાદીઓ, ગેંગસ્ટરો અને આતંકવાદીઓની સાંઠગાંઠનો સામનો કરવા કામ કરતી એજન્સીઓ એક થશે
“પંજાબ પોલીસ પણ તેની સામે કામ કરી રહી છે, અને NIA પણ કેસની તપાસ કરી રહી છે. આદર્શરીતે, બંને તપાસ ટીમોએ સંકલન કરવું જોઈએ અને સાથે મળીને કેસનો પીછો કરવો જોઈએ,” અધિકારીએ જણાવ્યું હતું.

મહેન્દ્રસિંહ મનરલ :

ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠનોની ચર્ચા માટે આવતા મહિને બેઠક યોજાવાની છે. તો, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બે દિવસીય કોન્ફરન્સ પણ બોલાવી છે અને તેમાં ગુપ્તચર એજન્સીઓ અને રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીઓના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ વચ્ચે આવું થઈ રહ્યું છે.

જાણકાર અધિકારીઓના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ કોન્ફરન્સમાં બે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે. આમાં ખાલિસ્તાની લિંક ધરાવતા લોકોની મિલકતો શોધવાનો સમાવેશ થાય છે અને એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “હાલમાં NIA ગેંગસ્ટરો, આતંકવાદી ઓપરેટિવ્સ અને પ્રતિબંધિત ખાલિસ્તાન સંગઠનો વચ્ચેના જોડાણના સંબંધમાં નોંધાયેલા લગભગ 10 કેસોની તપાસ કરી રહી છે. આમાંના મોટાભાગના કેસોમાં આરોપીઓ પહેલેથી જ ભારતમાં જેલમાં છે, પરંતુ તેમના સહયોગી કે હેન્ડલર કેનેડા, પાકિસ્તાન અથવા અન્ય દેશોમાં છે. “અમે વિદેશ મંત્રાલય તેમજ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) સાથે સંકલન કરી રહ્યા છીએ.”

NIA રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીઓ સાથે ચોક્કસ કેસ સ્ટડીની ચર્ચા કરવા અને તેઓ આ જોડાણને કેવી રીતે તોડી રહ્યા છે, તેની માહિતી શેર કરવા માટે પણ તૈયાર છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે કેટલાક ગેંગસ્ટરો, તેમના સહયોગીઓ તેમજ વિદેશથી કાર્યરત ગુનેગારોની મિલકતો જપ્ત કરવાનું શરૂ કર્યું છે.” અમે વિવિધ રાજ્ય પોલીસ દળોના ઇન્ટેલિજન્સ નેટવર્કનો ઉપયોગ કરીને તેમની મિલકતો વિશે વધુ માહિતી મેળવવા માંગીએ છીએ. અમારી યોજનાને અમલમાં મૂકવા માટે જમીન પર વધુ સારા સંકલનની જરૂર છે, જેમ કે અમે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે કર્યું હતું.

આ બેઠકમાં R&AW ના વડા રવિ સિંહા, ઈન્ટેલિજન્સ બ્યૂરોના વડા તપન કુમાર ડેકા અને નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ અરુણ સિંહા હાજર રહેશે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે, NIA 1993ના મુંબઈ વિસ્ફોટ (જ્યારે અંડરવર્લ્ડ અને ફિલ્મ ઉદ્યોગના સભ્યો વચ્ચે વ્યાપક કડીઓ જાહેર થઈ હતી) પહેલાના યુગની તર્જ પર ગેંગસ્ટર અને ગાયકો, કબડ્ડી ખેલાડીઓ અને વકીલો વચ્ચેના સંબંધોની પણ તપાસ કરશે.

 

canada chill
વધુ સારા સંકલન માટે દબાણ કરવા માટે, અધિકારીએ કેનેડા સ્થિત નિયુક્ત આતંકવાદી અર્શદીપ સિંહ ગિલનું ઉદાહરણ ટાંક્યું, જેની પંજાબ પોલીસ અને NIA બંને દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

શા માટે વધુ સારા સંકલનની જરૂર છે? આ સવાલના જવાબમાં એક અધિકારીએ ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના કેનેડા સ્થિત ડેઝિગ્નેટેડ આતંકી અર્શદીપ સિંહ ગિલનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું, “પંજાબ પોલીસ પણ તેની સામે કામ કરી રહી છે, અને NIA પણ ઘણા કેસોની તપાસ કરી રહી છે. બંને તપાસ ટીમોએ સાથે સંકલન કરીને કેસને આગળ ધપાવવો જોઈએ. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે કામ કરતી વખતે સમાન પૃષ્ઠ પર ન હોવું તપાસને નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચોકેનેડામાં હિન્દુઓને ધમકી આપનાર ખાલિસ્તાની આતંકવાદી પન્નુ સામે મોટી કાર્યવાહી, NIA એ અમૃતસર-ચંદીગઢની સંપત્તિ કરી જપ્ત

ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ રાજ્યોમાં કાર્યરત આતંકવાદી ટીમો સાથે સુરક્ષા એજન્સીઓના વડાઓ વચ્ચે માહિતી, ચેતવણીઓ અને આતંકવાદી ઇનપુટ્સની સરળ આદાનપ્રદાનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “તમામ આમંત્રિતોને પ્રેઝન્ટેશન આપવા અને તેમના આતંકવાદી તપાસના કેસો પાછળના મુખ્ય કારણો શેર કરવા કહેવામાં આવ્યું છે.” દેશમાં ઉપયોગમાં લેવાતા ચાઈનીઝ સિમ કાર્ડમાં વધારો અને આતંકવાદી ફંડિંગના વલણ પર પણ ચર્ચા કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ