Khalistan Row : ભારત-કેનેડા તણાવ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, આગામી આદેશ સુધી વિઝા પર પ્રતિબંધ

ભારતીય મિશનએ માહિતી આપી કે ઈન્ડિયા વિઝા એપ્લિકેશન સેન્ટર કેનેડા કહે છે, "ઓપરેશનલ કારણોને લીધે, ભારતીય વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બર, 2023 થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. વધુ અપડેટ્સ માટે કૃપા કરીને BLS વેબસાઈટની મુલાકાત લેતા રહો."

Written by Ankit Patel
Updated : September 21, 2023 13:19 IST
Khalistan Row : ભારત-કેનેડા તણાવ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, આગામી આદેશ સુધી વિઝા પર પ્રતિબંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ફોટો-(ઇન્ડિયન એક્સપ્રેસ).

ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારતે કેનેડિયનો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી છે. સરકારે આગલી સૂચના સુધી સેવાઓ સ્થગિત કરી છે.

આ મહત્વની માહિતી આપતાં, ભારતીય મિશનએ માહિતી આપી કે ઈન્ડિયા વિઝા એપ્લિકેશન સેન્ટર કેનેડા કહે છે, “ઓપરેશનલ કારણોને લીધે, ભારતીય વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બર, 2023 થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. વધુ અપડેટ્સ માટે કૃપા કરીને BLS વેબસાઈટની મુલાકાત લેતા રહો.”

ભારતે ગુરુવારે કેનેડીયન નાગરિકો માટે પોતાના વિઝા સેવાઓ આગામી નોટિસ સુધી સ્થગિત કરી દીધી છે. જૂનમાં ખાલિસ્તાનની અલગાવવાદી નેતા હરદીપ સિંહ નિરજ્જની હત્યામાં ભારતીય એજન્ટોની સંભાવિત સંલિપ્તતાના કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના આરોપો બાદ બંને દેશો વચ્ચે રાજનયિક સંબંધોમાં તણાવ ઉભો થયો છે.

કેનેડાઇ નાગરિકોના વિઝા આવેદનોની પ્રારંભિત કપાનું કામ કરનારી ખાનગી એજન્સીએ પોતાની વેબસાઇપર સૂચના રજૂ કરી છે કે ભારતીય વિઝા સેવાઓ આગામી નોટિસ સુધી સ્થિગિત કરવામાં આવી છે.

ભારત-કેનેડા વિવાદ

ઉલ્લેખનીય છે કે ટ્રૂડોએ હાઉસ ઓફ કોમન્સમાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કેનેડાની ધરી પર કેનેડીયન નાગરિકની હત્યામાં કોઈ પણ વિદેશી સરકારની ભાગીદારી અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. જે અસ્વીકાર્ય છે.ત્યારબાદ ભારે ટ્રૂડોના આરોપોને પાયા વિહોણા અને ખાનગી હિતોથી પ્રેરિત કરાર આપીને નાકરી દીધા હતા. આ મામલામાં કેનેડા દ્વારા એક ભારતીય અધિકારીને સસ્પેન્ડ નિષ્કાસિત કરવાના જવાબમાં ભારતના એક વરિષ્ઠ કેનેડિયન રાજદૂતને પણ હાંકી કાઢ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ