India China Border: ઉત્તરી સરહદ પર કેવી છે સ્થિતિ? આર્મી ચીફે કહ્યું – સ્થિર પણ અપ્રત્યાશિત

India China Border: સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ કહ્યું - ઉત્તર-પૂર્વના મોટાભાગના રાજ્યોમાં શાંતિ જોવા મળી રહી છે. આ રાજ્યોમાં આર્થિક ગતિવિધિયો અને વિકાસ કાર્યોના કારણે સારા રિઝલ્ટ જોવા મળી રહ્યા છે

Written by Ashish Goyal
January 12, 2023 16:53 IST
India China Border: ઉત્તરી સરહદ પર કેવી છે સ્થિતિ? આર્મી ચીફે કહ્યું – સ્થિર પણ અપ્રત્યાશિત
ભારતીય સેનાના ચીફ મનોજ પાંડે (Express File Photo By Amit Mehra)

India China LAC : ભારત અને ચીનની સરહદ પર 2020 પછી સતત તણાવ છે. ભારતીય સેનાના ચીફ મનોજ પાંડેએ (Indian Army Chief Manoj Pande) ગુરુવારે જણાવ્યું કે ઉત્તરી સરહદ પર હાલત સ્થિર પણ અપ્રત્યાશિત છે. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે અમે સાતમાંથી પાંચ મુદ્દાને હલ કરી લીધા છે. અમે મિલિટ્રી અને ડિપ્લોમેટિક બન્ને સ્તરો પર વાતચીત કરી રહ્યા છીએ. અમારી પાસે દરેક સ્થિતિ નિપટવા માટે પ્રર્યાપ્ત રિઝર્વ છે.

જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર વાત કરતા સેના પ્રમુખે કહ્યું કે ફેબ્રુઆરી 2021થી જમ્મુ કાશ્મીરમાં સરહદ પર સીઝ ફાયર છે પણ સરહદ પારથી આતંકવાદનું સતત સમર્થન કરવામાં આવી રહ્યું છે અને ત્યાં આતંકનું બુનિયાદી સ્ટ્રક્ચર આજે પણ ઉપલબ્ધ છે.

ઉત્તર-પૂર્વના મોટાભાગના રાજ્યોમાં શાંતિ જોવા મળી રહી છે

તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વના મોટાભાગના રાજ્યોમાં શાંતિ જોવા મળી રહી છે. આ રાજ્યોમાં આર્થિક ગતિવિધિયો અને વિકાસ કાર્યોના કારણે સારા રિઝલ્ટ જોવા મળી રહ્યા છે. આ વખતે આર્મી ડે (Army Day)પણ સ્પેશ્યલ છે કારણ કે દેશ આ વખતે 75મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે.

આ પણ વાંચો – મ્યાનમારે એર સ્ટ્રાઈક કરી, ભારતમાં પડ્યો એક બોમ્બ, મિઝોરમ બોર્ડરના ગામડાઓમાં ભય

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સેના અધ્યક્ષ મનોજ પાંડેએ જણાવ્યું કે અમે ભારતીય સેનામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. સેનામાં ફેરફાર પાંચ પ્રમુખ ડોમેનમાં કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં ફોર્સ રિસ્ટ્રક્ચરિંગ, મોર્ડનાઇઝેશન, નવી ટેકનોલોજીનો ઉપયોગ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ફિલોસોફી સામેલ છે.

આર્ટિલરીમાં પણ સામેલ કરાશે મહિલા અધિકારીઓ

જનરલ મનોજ પાંડેએ કહ્યું કે મહિલા અધિકારીઓને જલ્દી ભારતીય સેનાની કોર ઓફ આર્ટિલરીમાં સામેલ કરવામાં આવશે. અમે સરકારને આ વિશે પ્રપોઝલ મોકલાવ્યું છે અને અમને આશા છે કે તેને જલ્દી સ્વીકારી લેવામાં આવશે. અમારી પાસે આર્મી માર્શલ આર્ટ્સ રુટીન પણ છે જે લડાઇની સ્થિતિઓથી નિપટવામાં મદદ કરશે. આ દેશના વિભિન્ન માર્શલ આર્ટનું મિશ્રણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ