ભારત-ચીન વચ્ચે મેજર જનરલ સ્તર પર વાતચીત, મોદી-જિનપિંગની મુલાકાત પહેલા સીમા વિવાદ ઉકેલવાની મોટી કોશિશ

India China, Major General Level Talks : ભારત અને ચીન વચ્ચે મેજર-જનરલ સ્તરની મહત્વની વાતચીત થઈ છે. આ વાતચીતમાં પૂર્વી લદ્દાખના ચુશુલ અને દેપસાંગ વિસ્તારને લઇને ચાલી રહેલા ગતિરોધ ઉપર ચર્ચા થઈ હતી.

India China, Major General Level Talks : ભારત અને ચીન વચ્ચે મેજર-જનરલ સ્તરની મહત્વની વાતચીત થઈ છે. આ વાતચીતમાં પૂર્વી લદ્દાખના ચુશુલ અને દેપસાંગ વિસ્તારને લઇને ચાલી રહેલા ગતિરોધ ઉપર ચર્ચા થઈ હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
India China, Major General Level Talks, LAC Situation, DBO, Chushul, stand-off in eastern Ladakh

પીએમ મોદી અને શી જિનપિંગ- ફાઇલ તસવીર

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ હજી પણ ચાલું છે. ગલવાન ઘટના બાદથી શરુ થયેલો તણાવ થોડો ઓછો જરૂર થયો છે પરંતુ અનેક મુદ્દાઓ પર અસહમતિ છે. આવી સ્થિતિમાં વિવાદ ત્યાં જ ઊભો થયો છે. આ વચ્ચે શુક્રવારે ભારત અને ચીન વચ્ચે મેજર-જનરલ સ્તરની મહત્વની વાતચીત થઈ છે. આ વાતચીતમાં પૂર્વી લદ્દાખના ચુશુલ અને દેપસાંગ વિસ્તારને લઇને ચાલી રહેલા ગતિરોધ ઉપર ચર્ચા થઈ હતી.

Advertisment

ભારત તરફથી આ પક્ષ રાખવાનું કામ મેજર જનરલ પીકે મિશ્રા અને મેજર જનરલ હરિહરનને કહ્યું હતું. મુલાકાત બાદ જે નિવેદન આપ્યું હતું તેમાં માત્ર એટલું જ જણાવ્યું હતું કે વાતચીત થકી મુદ્દાઓનું હળ કરવામાં આવશે. આ ઉપરાંત એ પણ ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે તણાવને ઓછો કરવા માટે રાજનયિક ચેનલોનો સતત ઉપયોગ થશે.

ઉલ્લેખનીય છે કે દેપસાંગના પૂર્વી કિનારા પર આ સમયે ચીન અને ભારતીય સૈનિક વચ્ચે જબરદસ્ત ગતિરોધ ચાલી રહ્યો છે. જ્યારે પણ ભારતીય સૈનિક ત્યાં પેટ્રોલિંગ કરવા જાય છે તો ચીની સૈનિકો દ્વારા રોકવામાં આવે છે. આવી સ્થિતિમાં ત્યાં હજાર ચીની સૈનિકોની હાજરી પર જ બધો વિવાદ છે. હવે કોશિશ એ કરવામાં આવી રહી છે કે 22થી 24 ઓગસ્ટ સુધી થનારા બ્રિક્સ સમ્મેલનથી પહેલા જ આ વિવાદને ઉકેલવામાં આવે. કારણ કે બ્રિક્સમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઇ શકે છે.

જો બાઇડને પણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવાની આશા વ્યક્ત કરી

જો બાઈડને શી જિનપિંગ સાથે મળવાની વ્યક્ત કરી આશા, અમેરિકા – ચીનમાં ચાલું તણાવ વચ્ચે અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના ચીની સમકક્ષ શી જિનપિંગ સાથે મળવાની આશા વ્યક્ત કરી હતી. સીએમએમે શુક્રવારે જણાવ્યું કે બીજિંગની સાથે વધતાં તણાવ છતાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને પણ આ વર્ષના અંતમાં પોતાના ચીની સમકક્ષ શી જિનપિંગથી મળવાની આશા વ્યક્ત કરી છે.

Advertisment

શી જિનપિંગ અને બાઇડને આ વર્ષના નવેમ્બરમાં અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા આયોજીત એશિયાઈ નેતાઓન શિખર સમ્મેલનના અવસર પર મળવાની આશા વ્યક્ત કરી હતી. જો બાઈડને જણાવ્યું કે તેમને આશા છે કે શી જિનપિંગ સાથે બેઠક આ શરદ ઋતુમાં થશે. બાઈડને કહ્યું કે મને આશા છે કે પાનખરમાં બાલી સાથે અમારી વાતચીત ચાલું છે. અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે ત્રિપક્ષીય શિખર સમ્મેલન બાદ અમેરિકી રાષ્ટ્રપતિનું આ નિવેદન આવ્યું હતું.

ચીન ટ્રેન્ડિંગ ન્યૂઝ india