scorecardresearch

કોવિડ-19 કેસ : ભારતમાં શનિવારે 6000થી વધુ નવા કેસ અને 11 મોત, ગુજરાતમાં કેટલા કેસ નોંધાયા જાણો

Coronavirus case : કોરોના વાયરસના નવા કેસોની સંખ્યા ગુજરાત સહિત દેશભરમાં સતત વધી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોવિડ-19 સંક્રમણના નવા હોટસ્પોટ્સને ઓળખવા અને હોસ્પિટલને સજ્જ રહેવા નિર્દેશ આપ્યો છે.

Maharashtra news, Corona virus latest update
ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો. (Express Photo By Amit Mehra)

કોરોના વાયરસની મહામારીએ ફરી ઉથલો માર્યો છે અને સંક્રમણના કેસોની સંખ્યા દરરોજ વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં શનિવારે કોવિડ-19 વાયરસના સંક્રમણના 6,155 નવા કેસ નોંધાયા છે અને આ સાથે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 31,194 થઈ ગઈ છે. ઉપરાંત કમનસીબે કોરોના સંક્રમણથી દેશમાં છેલ્લા 24 કલાકમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કેન્દ્ર સરકાર કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને લઈને સતર્ક દેખાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે રાજ્યના આરોગ્ય પ્રધાનો સાથેની બેઠકમાં તેમને કોવિડ-19 સંક્રમણના નવા હોટસ્પોટ્સને ઓળખવા અને હોસ્પિટલને સજ્જ રહેવા માટે જણાવ્યું હતું. તેમણે રાજ્યના આરોગ્ય મંત્રીઓને આગામી બે દિવસમાં તૈયારીઓની સમીક્ષા કરવા અને 10 અને 11 એપ્રિલે મોક ડ્રીલ કરવા નિર્દેશ આપ્યો છે.

ગુજરાતમાં શનિવારે 260 નવા કેસ

ગુજરાતના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કોરોના કેસના આંકડાઓ મુજબ શનિવાર 8 એપ્રિલ, 2023ન રોજ સંક્રમણના 260 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા વદીને 2056 થઇ ગઇ છે. તો જીવલેણ વાયરસના સંક્રમણથી શનિવારે રાજ્યમાં કુલ 3 દર્દીના મોત થયા હતા, જેમાં અમદાવાદ, રાજકોટ અને ભાવનગરના દર્દીનો સમાવેશ થાય છે. હાલ 6 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેઓ વેન્ટીલેટર પર છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોના કહેરથી 11060 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોના વાયરસથી ફરી દુનિયા દહેશતમાં

કોરોના વાયરસથી ફરી દુનિયાભરની દહેશત ફેલાઇ રહી છે. અમેરિકામાં વૈજ્ઞાનિકની એક ટીમે એક એવી એન્ટીબોડીને શોધી છે જે ઓમીક્રોન સહિત કોવિડ-19નું કારણ બનનાર વાયરસના તમામ પ્રકારના સંક્રમણને રોકે છે. આ સંશોધનથી વધારે શક્તિશાળી રસ અને નવી એન્ટી-બોડી આધારિત સારવાર થઇ શકે છે.

જર્નલ ઑફ ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં, યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિન-મેડિસન ખાતે વેઇલ કોર્નેલ મેડિસિનનાં વરિષ્ઠ લેખક ડૉ. પેટ્રિક વિલ્સન અને સહકર્મીઓએ મહામારી દરમિયાન ફેલાયેલા વાઇરસના ક્રમિક વેરિયન્ટ સામે દર્દીના બ્લ્ડ સેમ્પલમાંથી મેળવેલા એન્ટિબોડીઝનું ટેસ્ટીંગ કર્યું છે.

Web Title: India coronavirus cases update gujarat covid 19 infections

Best of Express