Covid 19 Case: 24 કલાકમાં 4 મોત, 3300થી વધુ એક્ટિવ કેસ, દેશમાં કોરોનાએ જોર પકડ્યું

Corona Virus In India: ભારતમાં કોરોનાના કેસ: ભારતમાં ફરી કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાલ દેશમાં કોવિડ 19 વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 3395 થઇ છે. જાણો ગુજરાતમાં કેટલા કોરોના કેસ છે.

Written by Ajay Saroya
June 01, 2025 07:40 IST
Covid 19 Case: 24 કલાકમાં 4 મોત, 3300થી વધુ એક્ટિવ કેસ, દેશમાં કોરોનાએ જોર પકડ્યું
Covid 19 Virus In India : ભારતમાં કોવિડ 19 વાયરસના કેસ વધી રહ્યા છે. (Photo: Freepik)

Covid 10 Case In India: ભારતમાં ફરી કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આંકડા દર્શાવે છે કે કોવિડ 19 વાયરસના એક્ટિવ કેસ હવે 3400 નજીક પહોંચી ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરના વાયરસ સંક્રમિત ચાર લોકોના મોત થયા છે. હાલ કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ છે, તે દેશમાં જીવલેણ વાયરસનું નવું કેન્દ્ર બની ગયું છે.

કેરળ કોરોના વાયરસનું એપી સેન્ટર

સમગ્ર દેશમાં હાલ સૌથી વધુ કોરોના કેસ કેરળમાં નોંધાયા છે. હાલ કેરળમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 1336 છે, જ્યારે કર્ણાટક સરકારે એક પરિપત્ર જાહેર કરીને સાવધાની વધારી છે. પરિપત્રમાં જણાવાયું છે કે લોકોએ સમયાંતરે હાથ ધોવા જોઈએ, ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરીને રહેવું જોઈએ.

Coronavirus Case In Gujarat : ગુજરાતમાં કટલા કોરોના કેસ છે?

દેશના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સમગ્ર દેશમાં સૌથી વધુ કેરળમાં 1336 કોરોના કેસ છે. ત્યાર પછી મહારાષ્ટ્રમાં 467 કેસ, દિલ્હીમાં 375 કેસ, ગુજરાતમાં 265 કેસ કેસ, કર્ણાટકમાં 234 કેસ, પશ્ચિમ બંગાળમાં 205 કેસ, તમિલનાડુમાં 185 કેસ અને ઉતર પ્રદેશમાં 117 કેસ છે.

Covid 19 Death In India : કોરોના સંક્રમણથી 2 કલાકમાં 4 મોત

દેશમાં કોરોના વાયરસના કેસ વધવાની સાથે સંક્રમિત દર્દીઓના મોત આંકડો પણ વધી રહ્યો છે. સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણથી દિલ્હી, કેરળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં પ્રત્યેક 1-1 દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત 4 દર્દીના મોત થયા છે.

કોરોના વાયરસના કેસ કેમ વધ્યા?

હવે સમજવા જેવી વાત એ છે કે દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આંકડા દર્શાવે છે કે 22 મેના રોજ દેશમાં માત્ર 257 એક્ટિવ કોવિડ દર્દીઓ હતા, પરંતુ 4 દિવસની અંદર એટલે કે 26 મેના રોજ આ આંકડો વધીને 1010 થઈ ગયો. છેલ્લા 24 કલાકમાં 685 નવા કેસ સામે આવ્યા છે. જો કે, કોરોનાના વધતા જતા કેસો વચ્ચે, ડોકટરો કહે છે કે, સંક્રમિત લોકોમાં ગંભીર લક્ષણો નથી, તેથી ડરવાની અથવા ગભરાવાની જરૂર નથી, ફક્ત જરૂરી નિયમોનું પાલન કરવું પડશે અને ફરી એકવાર સોશિયલ ડિસ્ટન્ટ નિયમનું પાલન કરવું પડશે.

NB.1.8.1 અને L.F.7 સબ વેરિયન્ટ શું છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને NB.1.8.1 અને L.F.7 બંનેને “સર્વેલન્સ હેઠળના વેરિઅન્ટ્સ” તરીકે જાહેર કર્યા છે. સરળ ભાષામાં કહીએ તો એનો અર્થ એ થયો કે આ બંને પર હાલ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે અને તેમણે હજુ વધારે મુશ્કેલી ઊભી કરી નથી. ધ હિન્દુના એક અહેવાલ અનુસાર, ચીન અને એશિયાના અન્ય ભાગોમાં કોવિડ -19 ના કેસોમાં તાજેતરના ઉછાળા પાછળ આ વેરિયન્ટ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

આ બંને વેરિએન્ટમાં કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનમાં ઘણા ફેરફાર કરવામાં આવે છે, જેના કારણે તે સરળતાથી એક વ્યક્તિ માંથી બીજા વ્યક્તિમાં સ્થાનાંતરિત થઈ જાય છે. આનાથી લોકોને વેરિએન્ટ ફેલાવાનું જોખમ વધારે રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ