/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/coronavirus.jpg)
કોરોના વાયરસનો ખતરો (express photo - Nirmal Haridran)
India Covid 19 Virus Case Update: ભારતમાં કોરોના વાયરસ ઝડપથી લોકોને પોતાના ભરડામાં લઇ રહ્યો છે અને તેમાંય આ જીવલેણ વાયરસના નવા જેએન.1 વેરિયન્ટથી દહેશતનો માહોલ ફેલાયો છે. ગુજરાત સહિત ભારતમાં કોવિડ-19 વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા ઝડપથી વધી છે. ભારતમાં આજે છેલ્લા સાત મહિનાના સૌથી વધુ નવા કોરોના કેસ નોંધાયો છે. તો ચિંતાજનક બાબત એ છે કે, કોરોના સંક્રમણથી દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીના મોત થયા છે.
દેશમાં 24 કલાકમાં 614 કોરોના કેસ (India New Carona Virus Case Today)
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં 20 ડિસેમ્બર, 2023ના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 614 કેસ નોંધાયા છે, જે 21 મે, 2023 પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. તેમજ આ દરમિયાન વાયરસના સંક્રમણથી 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Corona-virus-Covid-19-Virus.jpg)
દેશમાં છેલ્લા એકાદ સપ્તાહથી કોવિડ 19 વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે, જેમાં નવા જેએન.1 વેરિયન્ટથી ફરી લોકોમાં દહેશત ફેલાઇ છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ 6 ડિસેમ્બર, 2023ના રોજ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 115 કેસ હતા, જ્યારે હાલ દેશભરમાં એક્ટિવ કેસોની સંખ્યા 2311 પહોંચી ગઇ છે.
કર્ણાટક, કેરળમાં લોકોને માસ્ક પહેરવા સૂચન
કોરોના વાયરસના સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં રાખી કર્ણાટક, કેરળની આસપાસના રાજ્યોએ સિનિયર સિટીઝન અને સંવેદનશીન લોકોને માસ્ક પહેરવા સૂચન કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દેશભરમાં આરોગ્ય સુવિધાઓની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને કોરોના વાયરસના સંક્રમણની આશંકાને લઇ સાવચેત રહેવા સલાહ આપી હતી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Covid-19-virus-test.jpg)
ગુજરાતમાં કોરોના વાયરસના 15 કેસ, સૌથી વધુ અમદાવાદમાં (Corona Virus Case In Gujarat)
ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા લોકોમાં ફફડાટ છે. ગુજરાતમાં કોવિડ 19ના પોઝિટિવ કેસની સંખ્યા વધીને હાલ 13 પહોંચી ગઇ છે. રાજયમાં અમદાવાદમાં સૌથી વધુ 7 કોરોના પોઝિટિવ દર્દી છે, જેમાંથી 5 વિદેશથી આવેલા છે અને બાકીના 2 દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓ જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વિસ્તારના છે. તો આજે મહેસાણામાં દેડિયાસણ ખાતે કોરોના વાયરસના બે નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ તમામ દર્દીઓ હોમ આઈસોલેશન છે. નોંધનિય છે કે, રાજ્યમાં કોવિડ 19 વાયરસના નવા વેરિયન્ટ JN.1 વેરિયન્ટનો એક પણ કેસ હાલ નોંધાયો નથી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-20-at-18.31.06.jpeg)
આ પણ વાંચો | ભારતમાં કોરોનાના JN.1ની એન્ટ્રી; જાણો કોવિડ-19 નવા વેરિયન્ટના લક્ષણ અને કેવી રીતે બચવું
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું
ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ વધતા રાજ્યનું આરોગ્ય મંત્રાલય એલર્ટ મોડમાં છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેસ પટેલે કહ્યુ કે, કોરોના વાયરસના નવા વેરિયન્ટ જેએન.1 વેરિયન્ટથી હાલ ગભરાવવાની જરૂર નથી. કોવિડ 19ના નવા વેરિયન્ટની ઘાતકતા ઓછી જોવા મળી છે. જો કે આપણે સાવચેતી રાખવાની જરૂર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us