/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/India-First-Female-Serial-Killer-Cyanide-Mallika-1.jpg)
ભારતની પ્રથમ મહિલા સિરિયલ કિલર કે ડી કેમ્પમ્મા ઉર્ફે સાયનાઇડ મલ્લિકા
India First Female Serial Killer Cyanide Mallika : 2007 ના ઉત્તરાર્ધમાં, દક્ષિણી રાજ્ય કર્ણાટકની રાજધાની બેંગલુરુની બહાર, મુખ્યત્વે મંદિરો સાથે સંકળાયેલા સ્થળોએ, રહસ્યમય સંજોગોમાં અનેક સ્ત્રીઓના મૃત્યુથી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે, મૃતદેહ પર કોઈ ઘા કે હુમલાના નિશાન પણ નહોતા મળતા. મોટા ભાગના મૃતદેહો મળી આવ્યા ત્યારે સડી ગયેલી અવસ્થામાં મળતા હતા, તેનો અર્થ એ થયો કે, પોલીસ ભાગ્યે જ કોઈ મામલાના તળિયે સુધી પહોંચી શકતી હતી.
ભારતની પહેલી દોષી મહિલા સિરિયલ કિલર કેડી કેમ્પમ્મા ઉર્ફે સાઈનાઈડ મલ્લિકા
આમાંના કેટલાક કેસો 'અકુદરતી મૃત્યુ' તરીકે નોંધવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ વિભાગને ભારતની પ્રથમ દોષિત મહિલા સીરિયલ કિલર ગુનેગાર કે ડી કેમ્પમ્મા ઉર્ફે સાયનાઇડ મલ્લિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં લગભગ એક દાયકાનો સમય લાગ્યો હતો. તે હવે જેલના સળિયા પાછળ છે તે જાણીને, આજે પણ તેના નામનો ઉલ્લેખ પોલીસ અને લોકોમાં ભયની લાગણી પેદા કરે છે. આખરે છ હત્યામાં દોષિત ઠર્યા પછી પણ સાઇનાઇડ મલ્લિકા વિશે ઘણું રહસ્ય છે.
નિવૃત્ત પોલીસ અધિકારીનો દાવો - સાયનાઈડ મલ્લિકાએ 13થી વધુ લોકોની હત્યા કરી હતી
કર્ણાટકના નિવૃત્ત પોલીસ અધિકારી એસકે ઉમેશ જેવા કેટલાક વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે, સાઇનાઇડ મલ્લિકાએ 13 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ઘણી વાતનો પર્દાફાશ થયો હોય તેવું લાગે છે, તેમ છતાં કોઈ પોલીસ અધિકારી તેને કસ્ટડીમાં લેવા તૈયાર ન હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે, કેમ્પમ્મા ઉર્ફે સાઇનાઇડ મલ્લિકાએ નવેમ્બર 1, 2007 થી 18 ડિસેમ્બર, 2007 વચ્ચે લગભગ 8 મહિલાઓની હત્યા કરી હતી. મૃત્યુમાં ઘણી સામ્યતાઓ હતી, જેમાં પૂજાના સ્થળોની લિંક્સ અને સાયનાઇડના ઉપયોગનો સમાવેશ થાય છે.
'સાયનાઇડ મલ્લિકા' બનતા પહેલા કેમ્પમ્મા
1970 ના દાયકામાં કાગગલીપુરા ગામમાં જન્મેલી, કેમ્પમ્મા શાળામાં વધારે ભણી ન હતી અને ટૂંક સમયમાં બેંગલુરુ સ્થિત એક દરજી સાથે લગ્ન કરી લીધા, પોલીસે જણાવ્યું હતું કે, આ દંપતીને બે પુત્રી અને એક પુત્ર હતો. કેમ્પમ્મા, જે હંમેશા કઈંક મોટુ કરવાનું સપનું જોતી હતી, તેણે તેના ઘરની નજીક એક ચિટ-ફંડ યોજના શરૂ કરી, પરંતુ તેને ભારે નુકસાન સહન કરવું પડ્યું. થોડા સમય બાદ તેના પતિએ તેને છોડી દીધી અને લોન વસૂલવા માટે શાહુકારો તેના ઘરના ચક્કર લગાવવા લાગ્યા.
ઘરેલુ નોકર બનીને ચોરીની શરૂઆત કરી, સાયનાઈડનો પરિચય થયો
પૈસા કમાવા સિવાય કોઈ વિકલ્પ ન હતો, કેમ્પમ્માએ ઘરેલુ કામવાળી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આનાથી તેને લોકોના ઘરમાંથી કિંમતી સામાનની ચોરી કરવામાં મદદ મળી. એકવાર બિદાદી પોલીસે તેને ચોરીના કેસમાં પકડી અને તેને છ મહિના જેલમાં રહેવું પડ્યું. બાદમાં તેણે થોડા દિવસો સોની કામ કરતા લોકો સાથે કામ કર્યું અને સૌપ્રથમ તેને સાયનાઈડનો પરિચય થયો. તે એક અત્યંત ઝેરી રસાયણ હતું, જેનો તેણે આખરે લોકોની હત્યા કરવા ઉપયોગ કરવાનું શરૂ કર્યું. સુવર્ણકારો સોનાનો ઢોળ ચઢાવવા ઉપરાંત, સોનાને કાઢવા અને પોલિશ કરવા માટે સાયનાઇડનો ઉપયોગ કરે છે. કેમ્પમ્માએ પાછળથી નોકરી છોડી દીધી કારણ કે, તેણીને અપેક્ષિત વેતન મળતું ન હતું.
પ્રસાદમાં પવિત્ર જળ અને પછી મૃત્યુ
નોકરી છોડી દીધા બાદ, કેમ્પમ્માએ શ્રીમંત બનવાની યોજનાઓ બનાવવાનું બંધ કર્યું નહીં. તેણીએ પૂર્વ આયોજિત દિનચર્યાનું પાલન કર્યું. તે દરરોજ મંદિરમાં જતી અને એવા લોકોને જોતી કે જેઓ દુઃખી જણાતા હોય. તેણે પોતાની જાતને એક દૈવી વ્યક્તિ તરીકે સ્થાપિત કરી, તે પહેલાં તે માત્ર સમયની બાબત હતી. પીડિતોને દિલાસો આપ્યો અને 'મંડલા પૂજા' નામની વિશેષ વિધિ દ્વારા તેમની મુશ્કેલીઓનું નિરાકરણ કરવાનું વચન આપ્યું. તે પૂજા સમયે મહિલાઓને સૌથી મોંઘા વસ્ત્રો પહેરવા અને ધાર્મિક વિધિના ભાગરૂપે પોતાને ઘરેણાંથી શણગારવા કહેતી હતી.
પ્રસાદમાં સાયનાઈડ ભેળવી પ્રસાદ ખવડાવવાની મોડસ ઓપરેન્ડી
તે પીડિત મહિલાઓને શહેરથી દુર કોઈ અજાણ્યા મંદિરમાં આમંત્રિત કરતી, પહેલા કેમ્પમ્મા તેમને તેમની આંખો બંધ કરીને પ્રાર્થના કરવાની સૂચના આપતી. તે મહિલાઓને ક્યાં ખબર હતી કે વિશ્વાસ અને આસ્થા તેમની છેલ્લી છે. પછી તે તેમને "પવિત્ર પાણી" અથવા સાઇનાઇડથી યુક્ત પ્રસાદ પીરસતી. નિવૃત્ત પોલીસકર્મી ઉમેશ કહે છે કે, આ તેની મોડસ ઓપરેન્ડી બની ગઈ હતી.
બેંગલુરુના એક પોલીસકર્મીએ પીછો કર્યો અને કોર્ટ કઠેડે લાવી
1998માં કેમ્પમ્માએ 30 વર્ષની શ્રીમંત મહિલા મમતા રાજનને નિશાન બનાવી હતી. આ તેની પ્રથમ હત્યા હોવાનું માનવામાં આવે છે. તેના મોટા ભાગના શિકાર, વૃદ્ધો અથવા મુશ્કેલ સંજોગોમાંના રહેતા લોકો હતા. એક અસ્થમા પીડિત અથવા 59-વર્ષીય મહિલા કે જે તેના ગુમ થયેલા પુત્રને શોધવાની ઝંખના કરે છે, અથવા રાહત માંગતી મહિલા. દરેક હત્યા પછી, કેમ્પમ્મા કોઈને શંકા ન જાય તે માટે તરત જ તેની ઓળખ બદલી નાખતી.
લાલચને કારણે ખતરનાક ગુનેગાર બી, હત્યાઓનો કોઈ પસ્તાવો નહોતો
2000 માં, કીમતી ચીજવસ્તુઓની ચોરી કરવા બદલ તેની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને છ મહિના જેલમાં વિતાવ્યા હતા, પરંતુ તેની મુક્તિ પછી, કેમ્પમ્માની હત્યાનો દોર ફરી શરૂ થયો હતો. લોભ અને આર્થિક લાભની ઇચ્છાથી પ્રેરિત, દરેક પીડિત સાથે તેણે તેની અતૃપ્ત મહત્વાકાંક્ષાઓને સંતોષવાનો હેતુ રાખ્યો. આટલા જીવ લેવા બદલ કોઈ પસ્તાવો નથી.
નામ બદલીને તે ઘટનાઓને અંજામ આપતી હતી
2006માં બેંગ્લોરની રહેવાસી રેણુકાની લાશ એક ગેસ્ટ હાઉસમાંથી મળી આવી હતી. તેણીની હત્યાના પોલીસ અહેવાલમાં હત્યારાનું નામ જયમ્મા હતુ. છેવટે તપાસકર્તાઓએ બિંદુઓને જોડતા જયમ્મા પોતે કેમ્પમ્મા દ્વારા ઉપયોગમાં લેવાતા ઘણા ઉપનામોમાંથી એક હોવાનું બહાર આવ્યું. જ્યારે પોલીસ 'જયમ્મા'ને શોધી રહી હતી, ત્યારે કેમ્પમ્માએ નિઃસંતાન મહિલા નાગવેની પાસેથી મદદ માંગી હતી, જે તેની આગામી શિકાર હતી.
20થી વધુ મહિલાઓને સાઇનાઇડ આપીને હત્યા કરી હોવાની આશંકા
સાઇનાઇડનો ભોગ બનેલી મલ્લિકાના બાકીના લોકોમાં એલિઝાબેથ, યશોદમ્મા, મુનિયમ્મા અને પિલમ્માનો સમાવેશ થાય છે. જો કે, ઉમેશ, પોલીસકર્મી કે જેણે હત્યામાં કેમ્પમ્માની ભૂમિકાનો પ્રથમ પર્દાફાશ કર્યો હતો, તે માને છે કે, તેણીએ 20 થી વધુ હત્યાઓ કરી હશે. કેટલાક કિસ્સાઓમાં તે ઘરની મહિલાઓને નિશાન બનાવવા માટે ઘરેલુ સહાયક તરીકે કામ કરતી હતી અને કેટલાક કિસ્સાઓમાં તેણે પડોશીઓ સાથે મિત્રતા કરી હતી.
છેલ્લી હત્યા વખતે લોજમાં મલ્લિકાના નામ જણાવ્યું હતુ
તપાસમાં સામેલ એક નિવૃત્ત પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "રસપ્રદની વાત એ છે કે, હત્યાઓ પછી પણ, તે કેટલાક ઘરોમાં કામ પર પાછી જતી રહેતી અને કોઈને કોઈ શંકા નહોતી જતી. માનવામાં આવે છે કે, "તેણીએ 18 ડિસેમ્બરે 2007માં છેલ્લી હત્યા નાગવેણીની કરી હતી. આ દરમિયાન કેમ્પમ્મા જ્યાં રહેતી હતી તે લોજમાં તેણે પોતાનું નામ 'મલ્લિકા' જણાવ્યું હતું. જે નામ તેના ઘૃણાસ્પદ ગુનાઓનો પર્યાય બની ગયું હતું.
આ પણ વાંચો - ઘોર કળયુગ! પુત્રએ માનવામાં ન આવે તેવા માતા પર લગાવ્યા ગંભીર આરોપ, ‘પતિની જેમ રહેવા મજબૂર કર્યો અને…’
કર્ણાટકની પ્રથમ મહિલા કિલરને ફાંસીની સજા, તેના જીવન પર બનેલી બાયોપિક નિષ્ફળ ગઈ
સાયનાઇડ મલ્લિકાને કોર્ટે મૃત્યુદંડની સજા આપી હતી. તે કર્ણાટકમાં મૃત્યુદંડ મેળવનારી પ્રથમ મહિલા દોષી હતી. 2012 માં, અન્ય અદાલતે તેને નાગવેની હત્યા કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી, પરંતુ બાદમાં તેને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. હાલમાં 50 વર્ષીય સાઇનાઇડ મલ્લિકા કર્ણાટકની પરપ્પના અગ્રાહરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. સાઇનાઇડ મલ્લિકા, એક મહિલા સીરીયલ કિલરના જીવન પર આધારિત ફિલ્મ, 2021 માં રિલીઝ થઈ હતી, પરંતુ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us