Nasal Vaccine iNCOVACC : ભારતને પ્રથમ નેઝલ વેક્સીન મળી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)અને સાયન્સ-ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે (Jitendra Singh) સ્વદેશી વેક્સીનને 26 જાન્યુઆરીએ લોન્ચ કરી છે. iNCOVACCને ભારત બાયોટેકે તૈયાર કરી છે. કોરોના સામેની લડાઇમાં આ સરકારનો હાથ મજબૂત કરશે.
iNCOVACCને 26 જાન્યુઆરીએ લોન્ચ કરવાની જાહેરાત ગત સપ્તાહે કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશકે કરી હતી. નેઝલ કોવિડ ટિકાકરણને 18 વર્ષથી મોટી ઉંમરના લોકો વચ્ચે ઉપયોગ માટે પહેલા જ આધિકારિક સ્વીકૃતિ મળી ગઇ છે. તેને વિષમ બૂસ્ટર ડોઝના રૂપમાં આપવામાં આવશે.
સરકારને પ્રતિ ડોઝ 325 રૂપિયામાં, ખાનગી હોસ્પિટલોને 800 રૂપિયામાં
ભારત બાયોટેકની (Bharat Biotech)નેઝલ વેક્સીનમાં કોઇ ઇન્જેક્શનની જરૂર પડશે નહીં. આ નાકમાં ટીપા દ્રારા આપવામાં આવશે. ભારત બાયોટેકના મતે સરકારને નેઝલ વેક્સીન iNCOVACCનો પ્રતિ ડોઝ 325 રૂપિયામાં મળશે. જ્યારે ખાનગી હોસ્પિટલોને 800 રૂપિયામાં પડશે. નેઝલ વેક્સીન બૂસ્ટર ડોઝ તરીકે લઇ શકાશે. જેને કોવેક્સીન અને કોવિશીલ્ડ લેનાર લોકો લઇ શકશે. બન્ને નાકમાં તેને 28 દિવસોના ગાળામાં લેવી પડશે. આ નેઝલ વેક્સીનને કેન્દ્ર સરકારે 23 ડિસેમ્બરે મંજૂરી આપી હતી.
આ પણ વાંચો – વર્ષ 2023 માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત: પુરસ્કારોનો ઇતિહાસ અને વિજેતાઓની પસંદગી કેવી રીતે થાય
પોલિયોની જેમ નેઝલ વેક્સીનના પણ ચાર ટીપા કાફી
ભારત બાયોટેકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન ડો. કૃષ્ણા એલ્લાએ થોડા સમય પહેલા જણાવ્યું હતું કે પોલિયોની જેમ નેઝલ વેક્સીનના પણ ચાર ટીપા કાફી છે. બન્ને નોસ્ટ્રિલ્સમાં 2-2 ડ્રોપ્સ નાખવામાં આવશે. આ સિંગલ ડોઝ વેક્સીન છે, જેના કારણે ટ્રેકિંગ આસાન છે. તેની સાઇડ ઇફેક્ટ્સ પણ ઇંટ્રામસ્કુલર વેક્સીનના મુકાબલે ઓછી છે.
iNCOVACCનું ત્રણ ફેઝમાં થયું ટ્રાયલ
iNCOVACCનું ત્રણ ફેઝમાં ટ્રાયલ થયું છે. જેમાં તે અસરદાર સાબિત થઇ છે. કંપનીએ ફેઝ-1ના ટ્રાયલમાં 175 અને બીજા ફેઝમાં 200 લોકોને સામેલ કર્યા હતા. ત્રીજા ફેઝનો ટ્રાયલ બે પ્રકારે થયો હતો. પ્રથમ ટ્રાયલ 3100 લોકો પર કરવામાં આવ્યું હતું, જેમને વેક્સીનના બે ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે બીજુ ટ્રાયલ 875 લોકો પર થયું હતું તેમને આ વેક્સીન બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી હતી. કંપનીનો દાવો છે કે ટ્રાયલમાં આ વેક્સીન કોરોના સામે અસરદાર સાબિત થઇ છે. કંપનીના મતે આ વેક્સીનથી લોકોની અપર રેસ્પિરેટરી સિસ્ટમમાં કોરોના સામે જબરજસ્ત ઇમ્યૂનિટી બની છે.