સરકાર દેવાના ડુંગર તળે, કુલ દેવુ વધીને ₹ 147 લાખ કરોડે પહોંચ્યું

India Government debt: નાણાં મંત્રાલયના (Finance ministry) અહેવાલ અનુસાર સપ્ટેમ્બર 2022ના અંતે કેન્દ્ર સરકારનું કુલ દેવુ (Government debt) વધીને 147.19 લાખ કરોડ રૂપિયા થયુ છે, જે અગાઉના જૂન ક્વાર્ટરના અંતે 145.72 કરોડ રૂપિયા હતુ. આમ જાહેર દેવું કુલ જવાબદારીઓના (Government Liabilities) 89.1 ટકા થયુ છે જે જૂન ક્વાર્ટરના અંતે 82.3 ટકા હતું.

Written by Ajay Saroya
December 27, 2022 22:33 IST
સરકાર દેવાના ડુંગર તળે, કુલ દેવુ વધીને ₹ 147 લાખ કરોડે પહોંચ્યું

મહામારીની દહેશત વચ્ચે મંદીના ભણકારાથી સમગ્ર વિશ્વના દેશોનું અર્થતંત્ર ડામાડોળ થઇ રહ્યુ છે અને તેમાં ભારત પણ બાકાત નથી. ભારતીય અર્થતંત્રના દેવામાં સતત વધારો થઇ રહ્યો છે. સપ્ટેમ્બર 2022ના અંતે કેન્દ્ર સરકારની કુલ જવાબદારી વધીને 147.19 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉના જૂન ક્વાર્ટરના અંતે 145.72 કરોડ રૂપિયા હતી. નાણા મંત્રાલયના રિપોર્ટ અનુસાર જુલાઇથી સપ્ટેમ્બર 2022 સુધીના બીજા ત્રિમાસિકગાળામાં ભારત સરકારના દેવામાં એક ટકાનો વધારો થયો છે.

જાહેર દેવું કુલ જવાબદારીના 89.1 ટકા 

પબ્લિક ડેટ મેનેજમેન્ટ અંગેના નાણાં મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2022માં સપ્ટેમ્બર મહિનાના અંતે જાહેર દેવું કુલ જવાબદારીઓના 89.1 ટકા નોંધાયુ છે, જે 30 જૂનના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં 88.3 ટકા હતુ. અહેવાલ અનુસાર લગભગ 29.6 ટકા સરકારી જામીનગીરીઓ પાંચ વર્ષથી ઓછા સમયમાં પરિપક્વ થવા જઈ રહી છે, એટલે કે સરકારી આગામી સમયમાં મોટા પ્રમાણમાં જામીનગીરીઓ પેટે મોટા રકમની ચૂકવણી કરવી પડશે.

નાણાં મંત્રાલયના અહેવાલ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન કેન્દ્ર સરકારે જામીનગીરીઓ મારફતે 4,06,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જ્યારે બોરોઇંગ પ્રોગ્રામ 4,22,000 કરોડ રૂપિયા મેળવ્યા છે. તો બીજી બાજુ સરકારે આ સમયગાળામાં 92,371.15 કરોડ રૂપિયાની પરત ચૂકવણી પણ કરી છે. વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરમાં વેઇટેજ એવરેજ યીલ્ડ વધીને 7.33 ટકા થઈ છે જે જૂન ક્વાર્ટરમાં 7.23 ટકા હતી.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નવી ઇશ્યૂ કરાયેલી સિક્યોરિટીઝનો પરિપક્વ થવાનો સરેરાશ સમયગાળો 15.62 વર્ષનો છે, જ્યારે પહેલા ક્વાર્ટરમાં આ મુદ્દત 15.69 વર્ષ હતી. સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેશ મેનેજમેન્ટ માટે ટૂંકા ગાળાની જામીનગીરીઓ મારફતે કોઈ રકમ એકત્ર કરી નથી. આ સમયગાળા દરમિયાન, ભારતીય રિઝર્વ બેંકે પણ સરકારી સિક્યોરિટીઝ માટે વધારે પ્રયત્નો કર્યા ન હતા.

ભારતના વિદેશી હૂંડિયામણમાં જંગી ઘટાડો

નાણાં મંત્રાલયના અહેવાલ અનુસાર ભારતના વિદેશી હૂંડિયામણ એટલે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં જંગી ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર 30 સપ્ટેમ્બર, 2022 સુધીમાં વિદેશી હૂંડિયામણ ભંડોળ 532.66 અબજ ડોલર નોંધાયુ હતુ. જે 24 સપ્ટેમ્બર, 2021ના રોજ 638.64 અબજ ડોલર હતુ. તો 1 જુલાઈ, 2022 થી 30 સપ્ટેમ્બર, 2022 દરમિયાન યુએસ ડોલરની સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં 3.11 ટકાનો ઘટાડો થયો છે. રૂપિયાનો સતત ઘટાડો સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે રૂપિયાની નબળાઈ કે મજબૂતાઈ અર્થતંત્રના તમામ પરિબળોને ઉંડી અસર કરે છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાનો અર્થ છે ભારતીય ચલણના મૂલ્યમાં ઘટાડો. રૂપિયો નબળો પડવાથી વિદેશમાં નિકાસ કરવી સરળ બને છે પરંતુ વિદેશમાંથી આયાત કરવાનો ખર્ચ વધી જાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ