/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/bryan-johnson-2023-09-25T171806.293.jpg)
ભારતની પહેલી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસની શરૂઆત કરાવતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી. (Photo: @Rameswar_Teli)
India 1st Green Hydrogen Fuel Cell Bus : ભારતમાં પહેલી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસની શરૂઆત કરવામાં આવી છે.કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ દિલ્હીમાં બે હાઇડ્રોજન બરને લીલી ઝંડી દેખાડી હતી. હાઇડ્રોજન બસને દેશમા પ્રદૂષણ ઘટાડવાની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે. હાઇડ્રોજન બસથી પ્રદૂષણ ફેલાતુ નથી. સરકાર દિલ્હી એનસીઆર રિજનમાં વધુ 15 હાઇડ્રોજન બસ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
હાઇડ્રોજન બસની ખાસિયતો
હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનાથી હવા પ્રદૂષણ ફેલાતુ નથી. આ હાઇડ્રોજન ગ્રીન બસ 3 લાખ કિમીનું અંતર કાપે છે. તેનો અર્થ એવો થાય છે કે, હાઇડ્રોજનથી દોડતી આ બસો એક વખતમાં લગભગ 300 કિમીથી વધારે અંતર કાપી શકે છે. પરંપરાગત આઇસી એન્જિનની તુલનામાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસની ક્ષમતા બમણી છે. હરદીપ સિંહ પુરીએ હાઇડ્રોજન બસની શરૂઆત કરવાતી વખતે કહ્યુ કે, આ પસોમાં અઢીથી ત્રણ કિમી લીટર ડીઝલ બસોની તુલનામાં 12 કિમી / કિલોગ્રામ હાઇડ્રોજનની ઉંચી ઇંધણ ક્ષમતા હાંસલ થશે. હકીકતમાં ગ્રીન હાઇડ્રોજનને રિન્યુએબલ એનર્જી સોર્સથી તૈયાર કરવામાં આવી છે. હાઇડ્રોજન બસનું મેન્યુફેક્ચરિંગ કરવામાં અને દોડાવવામાં ઓછુ પ્રદૂષણ ફેલાય છે. આથી તે લો ફ્યુઅલ કાર્બન તરીકે પણ ઓળખવાાં આવે છે.
Glad to attend flagging off of two Green Hydrogen Fuel Cell buses at India Gate in the august presence of Hon'ble Union Minister for Petroleum & Natural Gas and Housing & Urban Affairs Sh @HardeepSPuri ji. (1/3)@PMOIndia@PetroleumMinpic.twitter.com/T1yIdNHkGG
— Rameswar Teli (@Rameswar_Teli) September 25, 2023
હાઇડ્રોજન બસ કેવી રીતે દોડે છે (Hydrogen Fuel Cell Bus)
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર, નેચરલ ગેસ પાઇપલાઇનમાં હાઇડ્રોજન મિશ્રણ, ઇલેક્ટ્રોલાઇઝર આધારિત ટેક્નોલોજીના ટ્રાન્સફર, ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્ટી માટે બાયો રૂટને પ્રોત્સાહન આપવા સંબંધિત યોજનાને યુદ્ધના ધોરણે આગળ ધપાવવામાં આવી રહી છે. ફ્યૂઅલ સેલ બસને પાવર આપવા હેતુ વીજળી ઉત્પન્ન કરવા માટે હાઇડ્રોજન અને હવાનો ઉપયોગ કરાય છે અને તે સમયે બસમાંથી માત્ર પાણી નીકળે છે. આથી પરંપરાત બસો જે પેટ્રોલ - ડીઝલથી દોડે છે તેની તુલનામાં હાઇડ્રોજન બસ પર્યાવરણ માટે બહુ અનુકુળ છે.
भारत का भविष्य
भविष्य का ईंधन
The future of India celebrates the fuel of the future!
Joined by enthusiastic school children at the flag-off of First Green Hydrogen Fuel Cell Bus!@narendramodi@PMOIndia@IndianOilcl@PetroleumMin@nitin_gadkari@ianuragthakur@Rameswar_Telipic.twitter.com/RPqn2fJ8TA— Hardeep Singh Puri (@HardeepSPuri) September 25, 2023
હાઇડ્રોજન બસની માંગમાં વૃદ્ધિ (Hydrogen Fuel Cell Bus)
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે, પેટ્રોલ-ડીઝલ વાહનોથી પ્રદૂષણ સતત વધી રહ્યુ છે અને પોલ્યુશન રોકવા હાઇડ્રોજન બસની શરૂઆત કરવામાં આવી છે. આ દરમિયાન ઇલેક્ટ્રીક બસો, ઇથેનોલ અને અન્ય વૈકલ્પિલ ઇંધણ પર દોડતા વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરાયુ છે.
ભારત આગામી 20 વર્ષમાં દુનિયાભરની 25 ટકા ઇંધણનો વપરાશ કરનાર દેશ બની જશે. વૈકલ્પિક ઇંધણના ઉપયોગ બાદ આપણો દેશ આગામી સમયમાં ગ્રીન હાઇડ્રોજનની નિકાસમાં સૌથી મોખરે હશે. એટલું જ નહીં વર્ષ 2025 સુધી ગ્લોબલ હાઇડ્રોજનની માંગ ચારથી સાત ગણી વધી શકે છે. તે ઉપરાંત સ્થાનિક ગ્રીન હાઇડ્રોજનની માંગ 28 મેટ્રીક ટન સુધી પહોંચવાની અપેક્ષા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us