/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Yogi-police-team-accident.jpg)
સીએમ યોગીના કાફલાનું એક વાહન પલટી મારી ગયું
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 February 2024 Highlight : આજે 24 ફેબ્રુઆરી 2024, શનિવાર છે. દેશમાં આજના દિવસે થનારી ઘટનાઓની વાત કરીએ તો હરિયાણા - પંજાબના ખેડૂતોએ દિલ્હી કૂચ 29 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દીધી છે. આ અંગે સંયુક્ત કિસાન મોરચાએ ઘોષણા કરી છે. આજે રાહુલ ગાંધી ની ભારત જોડો યાત્રામાં પહેલીવાર પ્રિયંકા ગાંધી સામેલ છે. આસામ સરકારે રાજ્યમાં મુસ્લિમ મેરેજ એક્ટ રદ કર્યો છે.
હકીકતમાં, આસામ સરકારે શુક્રવારે એક બેઠક બોલાવી અને મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા અધિનિયમ 1930 નાબૂદ કરી દીધો. હવે રાજ્ય સરકારની દલીલ છે કે બાળ લગ્ન રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, પરંતુ નિષ્ણાતો માને છે કે તેની અસર વ્યાપક થવાની છે. આને યુસીસીના અમલીકરણ તરફની દિશામાં પ્રથમ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી સરકારે આ અંગે કંઈ કહ્યું નથી, પરંતુ જોરશોરથી ચર્ચા શરૂ થઇ ગઇ છે.
- Feb 24, 2024 22:34 IST
Gujarati News 24 February 2024 LIVE : CM યોગીના કાફલામાં ગાડી પલટી, 5 પોલીસકર્મી સહિત 11 ઘાયલ
ઉત્તર પ્રદેશના ગોસાઈગંજમાં એક મોટો અકસ્માત થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાફલામાં સૌથી આગળ દોડતું એન્ટી ડેમો વાહન પલટી ગયું છે. આ અકસ્માતમાં પાંચ પોલીસકર્મી અને અન્ય 11 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. માહિતી મળી છે કે જ્યારે આ અકસ્માત થયો ત્યારે સીએમ યોગી આદિત્યના ત્યાં હાજર ન હતા. થોડા સમય પહેલા તેઓને તેમના સ્થાને ઉતારી દેવામાં આવ્યા હતા.
#WATCH लखनऊ: ज्वाइंट CP लॉ एंड ऑर्डर उपेन्द्र कुमार अग्रवाल ने कहा, "यह करीब 7:45 की घटना है... मुख्यमंत्री योगी आदित्यनाथ की फ्लीट की सुरक्षा के लिए जिला पुलिस की गाड़ियां चलती है जिसमें इंटरसेप्टर और एंटी डेमो की गाड़ियां चलती हैं... स्थानीय लोगों से पूछताछ में पता चला कि सड़क… pic.twitter.com/TeC8p6D2HO
— ANI_HindiNews (@AHindinews) February 24, 2024
- Feb 24, 2024 20:07 IST
Gujarati News 24 February 2024 LIVE : ઉત્તરપ્રદેશ: ટ્રેક્ટરની સમાધી, 24 લોકોના મોત, ખુશીનો માહોલ માતમમાં છવાયો
ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના જૈથરા પોલીસ સ્ટેશન વિસ્તારનો નાગલા કાસા વિસ્તાર હાલમાં શોકમાં ડૂબી ગયો છે. જ્યાંથી શનિવારે સવારે ખુશીની બૂમો સંભળાતી હતી, ત્યાં હવે માત્ર શોક છે, લોકો જોર જોરથી રડી રહ્યા છે. તેનું કારણ છે અકસ્માત, જેણે 24 લોકોના જીવ લીધા. મહિલાઓ અને બાળકો, બધાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. કસંગાજ જિલ્લામાં એક ટ્રેક્ટર ટ્રેલરે જલસમાધિ લીધી, ટ્રેક્ટર કાબૂ બહાર ગયું અને તળાવમાં પડી ગયું. કુલ 54 શ્રાદ્ધાળુ ટ્રેક્ટરમાં બેઠા હતા, 24 મૃત્યુ નોંધાયા છે.
- Feb 24, 2024 19:29 IST
Gujarati News 24 February 2024 LIVE : ઉત્તરાખંડ: ચમોલીના ઓલીમાં હિમવર્ષા, ચારે તરફ બરફની ચાદર છવાઈ
ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષા ચાલુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તરાખંડના ચમોલીના ઓલીમાં તાજી બરફ વર્ષા શરૂ થઈ છે. જેને પગલે વાતાવરણ સુંદર બની ગયું છે. પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ઉત્તર ભારતમાં આગામી બે દિવસ વરસાદની પણ આગાહી કરી છે.
#WATCH उत्तराखंड: चमोली के औली में आज ताज़ा बर्फबारी हुई। pic.twitter.com/N6oXIAXkoe
— ANI_HindiNews (@AHindinews) February 24, 2024
- Feb 24, 2024 19:18 IST
Gujarati News 24 February 2024 LIVE : ભરૂચ બેઠક પરના આપ નેતા ચૈતર વસાવાએ આભાર વ્યક્ત કર્યો
ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા ભરૂચથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવતા AAP નેતા ચૈત્રા વસાવાએ કહ્યું, “દેશમાં ઈન્ડિયા ગઠબંધન છે. ભરૂચ બેઠક પરથી મારું નામ જાહેર કરવામાં આવ્યું છે, હું ખૂબ જ ખુશ છું. હું અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, મલ્લિકાર્જુન ખડગે સહિતના તમામ નેતાઓનો આભાર માનું છું. અમે આવનારા દિવસોમાં ભરૂચ બેઠક જીતીને સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું."
#WATCH भरूच, गुजरात: INDIA गठबंधन की ओर से भरूच से लोकसभा चुनाव के लिए टिकट दिए जाने पर AAP नेता चैतर वसावा ने कहा, "देश में INDIA गठबंधन हुआ है... मेरा नाम भरूच सीट से घोषित हुआ है, मैं बहुत आनंदित हूं। मैं अरविंद केजरीवाल, भगवंत मान, मल्लिकार्जुन खरगे समेत सभी नेताओं का धन्यवाद… pic.twitter.com/aiHnu2IQVp
— ANI_HindiNews (@AHindinews) February 24, 2024
- Feb 24, 2024 16:33 IST
Gujarati News 24 February 2024 LIVE : હલ્દવાની હિંસા ના મુખ્ય આરોપી અબ્દુલ મલિકની ધરપકડ
ઉત્તરાખંડના હલ્દવાનીમાં થોડા અઠવાડિયા પહેલા ભારે હિંસા જોવા મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ બાણભૂલપુરામાં ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાને તોડવા ગયા હતા અને તેના કારણે ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યો હતો. મહાનગરપાલિકાની ટીમ અને પોલીસકર્મીઓ પર જોરદાર હુમલો થયો હતો. આ હિંસાનો મુખ્ય આરોપી જેમાં અબ્દુલ મલિક લાંબા સમયથી ફરાર હતો. આજે ઉત્તરાખંડ પોલીસે તેની દિલ્હીથી ધરપકડ કરી હતી.
- Feb 24, 2024 15:28 IST
Gujarati News 24 February 2024 LIVE : ભારતમાં ત્રણ નવા અપરાધિક કાયદા 1 જુલાઇથી લાગુ થશે
ભારતમાં નવા કાયદા લાગુ થવા અંગે એક મોટા સમાચાર આવ્યા છે. દેશમાં ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય ન્યાય સંહિતા 2023 - આગામી 1 જુલાઈ, 2024થી લાગુ થશે. ઉપરોક્ત ત્રણેય કાયદા આઈપીસી, CrPC અને એવિડન્સ એક્ટનું સ્થાન લેશે.
भारतीय साक्ष्य अधिनियम 2023, भारतीय नागरिक सुरक्षा संहिता 2023 और भारतीय न्याय संहिता 2023, 1 जुलाई 2024 से लागू होंगी। pic.twitter.com/KFPMYooY6u
— ANI_HindiNews (@AHindinews) February 24, 2024
- Feb 24, 2024 14:06 IST
Gujarati News 24 February 2024 LIVE : ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતી પરીક્ષા રદ, SIT કરશે પેપર લીકની તપાસ
ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીની પરીક્ષા 2024 રદ કરવામાં આવી છે. રાજ્ય સરકારે જણાવ્યું કે, પેપર લીક કેસની તપાસ SITને સોંપવામાં આવી છે.
- Feb 24, 2024 13:07 IST
Gujarati News 24 February 2024 LIVE : ઉત્તર પ્રદેશના કાસગંજમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી, 12ના મોત
ઉત્તર પ્રદેશના કાસગંજમાં માઘ પુનમ સ્નાન દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. કારગંજમાં માઘ પુનમ દિવસે ગંગા સ્નાન કરવા જઇ રહેલી શ્રદ્ધાળુઓની એક ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા 12 લોકોના કરુણ મોત થયા છે.
https://twitter.com/kasganjpolice/status/1761287514331959410
- Feb 24, 2024 12:17 IST
Gujarati News 24 February 2024 LIVE : ગુજરાતની લોકસભા ચૂંટણી બેઠક વહેંચણીને કોંગ્રેસ અને આપ વચ્ચે ડીલ
લોકસભા ચૂંટણી 2024ને લઇ અત્યારથી તોડજોડની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આપ પાર્ટીએ લોકસભા ચૂંટણીની બેઠકોને લઇ સીટ શેરિંગની ઘોષણા કરી દીધી છે.
કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ મુકુલ વાસનિકે કહ્યું કે, ગુજરાતમાં 26 લોકસભા બેઠ છે, જેમાં કોંગ્રેસ 24 બેઠક અને આપ પાર્ટી બે બેઠક - ભરૂચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડશે.
दिल्ली: कांग्रेस और AAP ने आगामी लोकसभा चुनाव 2024 के लिए सीट बंटवारे की घोषणा की।
कांग्रेस महासचिव और सांसद मुकुल वासनिक ने कहा, "गुजरात में 26 लोकसभा सीटें हैं। कांग्रेस 24 पर चुनाव लड़ेगी। 2 सीटों - भरूच और भावनगर पर AAP के उम्मीदवार होंगे।" pic.twitter.com/RL0jDjf9BU— ANI_HindiNews (@AHindinews) February 24, 2024
- Feb 24, 2024 12:12 IST
Gujarati News 24 February 2024 LIVE : ગુજરાતમાં ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગનું ઉદઘાટન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાણંદ ખાતે ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગનું ઉદઘાટન કર્યુ છે. આ દરમિયાન તેમણે ખેલે સાણંદ સ્લોગન લખેલી ટીશર્ટ પણ લોન્ચ કરી હતી.
#WATCH सानंद: गुजरात के मुख्यमंत्री भूपेन्द्र पटेल ने 'खेले सानंद' स्पोर्ट्स लीग का उद्घाटन किया। pic.twitter.com/SOOzlfRrhR
— ANI_HindiNews (@AHindinews) February 24, 2024
- Feb 24, 2024 11:33 IST
Gujarati News 24 February 2024 LIVE : અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બસ પલટી, બેના મોત
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક બસ અકસ્માતમાં બે વ્યક્તિતના કરુણ મોત થયા છે તેમજ ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલ મુસાફરોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. માહિતી મુજબ એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદથી પુના જઇ રહેલી એક બસ રોડની બાજુની રેલિંગ તોડીને 25 ફુટ નીચે ખાડામાં ખાબકી હતી. આ બસમાં 23 મુસાફર હતા.
- Feb 24, 2024 11:24 IST
Gujarati News 24 February 2024 LIVE : પીએમ મોદીએ ઇ-પેક્સ લોન્ચ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ઇ-પેક્સ લોન્ચ કર્યું છે. આ કાર્યક્રમમાં દેશના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने एक कार्यक्रम में ई-पैक्स लॉन्च किया। इस कार्यक्रम में केंद्रीय सहकारिता मंत्री अमित शाह भी मौजूद हैं। pic.twitter.com/rSy2AlKdTo
— ANI_HindiNews (@AHindinews) February 24, 2024
- Feb 24, 2024 11:17 IST
Gujarati News 24 February 2024 LIVE : પશ્ચિમ બંગાળમાં NHRCની ટીમ ઉત્તર 24 પગરના પહોંચી
પશ્ચિમ બંગાળમાં NHRCની એક ટીમ હોડીમાં બેસી ઉત્તર 24 પગરનાના સંવેદનશીલ સ્થિત ધમાખાલીમાં પહોંચી છે. સંદેશખાલીમાં તેમના પ્રવાસનો આ બીજો દિવસ છે.
#WATCH पश्चिम बंगाल: NHRC की एक टीम नाव से उत्तर 24 परगना के संदेशखाली स्थित धमाखाली पहुंच रही है। संदेशखाली में उनकी यात्रा का यह दूसरा दिन है। pic.twitter.com/np7j8f4uim
— ANI_HindiNews (@AHindinews) February 24, 2024
- Feb 24, 2024 10:49 IST
Gujarati News 24 February 2024 LIVE : ખેડૂતોની દિલ્હી કૂચ સ્થગિત, કિસાન નેતા 29 ફેબ્રુઆરીએ નિર્ણય લેશે
ખેડૂતોની દિલ્હી કૂચ હાલ સ્થગિત રાખવામાં આવી છે. આ અંગે કિસાન નેતાઓ 29 ફેબ્રુઆરીના રોજ નિર્ણય લેશે. પંજાબ-હરિયાણા બોર્ડર પર પોલીસ સાથેની અથડામણ દરમિયાન 22 વર્ષીય ખેડૂતના મૃત્યુને પગલે વિરોધ કરી રહેલા ખેડૂતોએ તેમની 'દિલ્લી ચલો' કૂચ મોકૂફ રાખ્યાના બે દિવસ પછી, ખેડૂત નેતાઓએ સંકેત આપ્યો છે કે કૂચ અન્ય પાંચ દિવસ સુધી સ્થગિત રહેશે. આ દરમિયાન બોર્ડર ક્રોસિંગ પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
- Feb 24, 2024 09:35 IST
Gujarati News 24 February 2024 LIVE : ઈરાનની પાકિસ્તાનમાં મોટી સૈન્ય કાર્યવાહી, જૈશ અલ અદલનો ચીફ ઠાર
ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ઈરાનની સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી જૂથ જૈશ અલ અદલના કમાન્ડર ઇસ્માઇલ શાહ બખ્શ અને તેના કેટલાક સાથીઓને ઠાર માર્યા છે. ન્યૂજ ચેનલ ઈરાન ઇન્ટરનેશનલ ઇગ્લિંશ એ આ દાવો છે.
- Feb 24, 2024 08:27 IST
Gujarati News 24 February 2024 LIVE: પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાશે
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પહેલીવાર પ્રિયંકા ગાંધી જોડાશે. ભારત જોડો યાત્રા શરૂ થયાના એક મહિનાથી વધુ સમય પછી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા શનિવારે પાર્ટીના સાંસદ અને તેમના ભાઈ રાહુલ ગાંધીની મુરાદાબાદમાં ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે અને ઉત્તર પ્રદેશની બાકીની યાત્રાનો હિસ્સો બનશે.
- Feb 24, 2024 08:24 IST
Gujarati News 24 February 2024 LIVE: આસામમાં મુસ્લિમ મેરેજ એક્ટ રદ
આસામમાં મુસ્લિમ મેરેજ એક્ટ રદ કરવામાં આવ્યો છે. આસામ સરકારનું આ પગલું ઉત્તરાખંડ બાદ આસામ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવે છે. આસામ સરકારે શુક્રવારે એક બેઠક બોલાવી અને મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા અધિનિયમ 1930 નાબૂદ કરી દીધો. હવે રાજ્ય સરકારની દલીલ છે કે બાળ લગ્ન રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, પરંતુ નિષ્ણાતો માને છે કે તેની અસર વ્યાપક થવાની છે.
On 23.22024, the Assam cabinet made a significant decision to repeal the age-old Assam Muslim Marriages & Divorces Registration Act. This act contained provisions allowing marriage registration even if the bride and groom had not reached the legal ages of 18 and 21, as required…
— Himanta Biswa Sarma (@himantabiswa) February 23, 2024


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us