/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Farmers-Protest-.jpg)
ખેડૂતોનું વિરોધ પ્રદર્શન (Express Photo by Gurmeet Singh)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 25 February 2024 Highlight : આજે 25 ફેબ્રુઆરી 2024, રવિવાર છે. દેશમાં આજના દિવસે થનારી ઘટનાઓની વાત કરીએ તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ છે. આ દરમિયાન તેઓ દ્વારકા ખાતે સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું છે. ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ જોડાયા છે. સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) એ 26 ફેબ્રુઆરીએ 'WTO ક્વિટ ડે' ઉજવવાની જાહેરાત કરી છે. ખેડૂત સંગઠને કહ્યું કે ખેતીને WTOથી બહાર રાખવી જોઈએ. સાથે કહ્યું કે ખેડુતો ટ્રાફિકના અવરોધ વિના બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટ્રેક્ટર લઇને પ્રદર્શન કરશે. જાણો આજની મહત્વપૂર્ણ ઘટનાઓની પળેપળની અપડેટ...
- Feb 25, 2024 22:27 IST
સંયુક્ત કિસાન મોરચા સોમવારે નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટ્રેક્ટર લઇને પ્રદર્શન કરશે
એમએસપી સહિતની અનેક માગણીઓને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો પંજાબ-હરિયાણા બોર્ડર પર ઉભા છે. સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) એ 26 ફેબ્રુઆરીએ 'WTO ક્વિટ ડે' ઉજવવાની જાહેરાત કરી છે. ખેડૂત સંગઠને કહ્યું કે ખેતીને WTOથી બહાર રાખવી જોઈએ. સાથે કહ્યું કે ખેડુતો ટ્રાફિકના અવરોધ વિના બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટ્રેક્ટર લઇને પ્રદર્શન કરશે.
સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે 26થી 29 ફેબ્રુઆરી દરમિયાન અબુધાબીમાં યોજાનારી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)ની 13મી મંત્રી પરિષદમાં કૃષિને ડબ્લ્યુટીઓથી બહાર રાખવા માટે વિકસિત દેશો પર દબાણ લાવવામાં આવે.
- Feb 25, 2024 19:15 IST
હરિયાણાના બહાદુરગઢમાં આઈએનએલડીના નફે સિંહ રાઠીની ગોળી મારીને હત્યા
હરિયાણાના બહાદુરગઢમાં ઇન્ડિયન નેશનલ લોક દળના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આઈએનએલડીના પ્રવક્તા રાકેશ સિહાગે ધ ઈન્ડિયન એક્સપ્રેસને પુષ્ટિ કરી કે પૂર્વ ધારાસભ્ય જ્યારે એસયુવીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં નફે સિંહ રાઠીનું મોત થયું છે.
#WATCH | Bahadurgarh: Visuals from the spot where an alleged attack on Haryana INLD chief Nafe Singh Rathee took place.
Jhajjar SP Arpit Jain says, "We received information regarding an incident of firing. CIA and STF teams are working. The accused will be arrested soon..." pic.twitter.com/ttDADxuLef— ANI (@ANI) February 25, 2024
- Feb 25, 2024 18:46 IST
પીએમ મોદીએ રાજકોટમાં એઇમ્સનું લોકાર્પણ કર્યું
Today is an important day for the health sector. India gets 5 new AIIMS.
While in Rajkot, I went to the AIIMS Rajkot campus. These institutions will strengthen healthcare infrastructure in different parts of India. pic.twitter.com/5SnOzkeJN5— Narendra Modi (@narendramodi) February 25, 2024
- Feb 25, 2024 18:38 IST
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કેબિનેટ મંત્રીઓ સાથે આર્ટિકલ 370 ફિલ્મ નિહાળી
Uttarakhand Chief Minister Pushkar Singh Dhami along with his cabinet members watched the film 'Article 370' at a theatre in Dehradun. pic.twitter.com/CZv2KdRu46
— ANI (@ANI) February 25, 2024
- Feb 25, 2024 17:51 IST
પીએમ મોદીએ રાજકોટમાં 48100 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લોન્ચ કર્યા
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurates, dedicates to the nation, and lays the foundation stone of multiple development projects worth more than Rs 48,100 crore, in Rajkot. pic.twitter.com/8gN0BMN1Li
— ANI (@ANI) February 25, 2024
- Feb 25, 2024 17:38 IST
રાજકોટમાં પીએમ મોદીનો રોડ શો
#WATCH | Prime Minister Narendra Modi holds a roadshow in Rajkot, Gujarat. pic.twitter.com/GOiCErLSOe
— ANI (@ANI) February 25, 2024
- Feb 25, 2024 17:25 IST
પીએમ મોદીએ દરિયાની અંદર પ્રાચીન દ્વારકાના દર્શન કર્યા હતા
#WATCH | Prime Minister Narendra Modi went underwater, in the deep sea, and prayed at the site where the submerged city of Dwarka is. pic.twitter.com/J7IO4PyWow
— ANI (@ANI) February 25, 2024
- Feb 25, 2024 17:03 IST
ચોથી ટેસ્ટ : આર અશ્વિન અને કુલદીપ યાદવનો તરખાટ, ભારત જીતથી 152 રન દૂર
IND vs ENG : ભારતીય સ્પિનર આર અશ્વિન (5 વિકેટ)અને કુલદીપ યાદવની (4 વિકેટ)ઘાતક બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં પકડ મજબૂત બનાવી લીધી છે. ઇંગ્લેન્ડ બીજા દાવમાં 145 રનમાં ઓલઆઉટ થતા ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ત્રીજા દિવસના અંતે ભારતે 8 ઓવરમાં વિના વિકેટે 40 રન બનાવી લીધા છે. ભારત જીતથી 152 રન દૂર છે અને તેની 10 વિકેટો જમા છે. દિવસના અંતે રોહિત શર્મા 24 અને યશસ્વી જયસ્વાલ 16 રને રમતમાં છે.
End of a terrific day in Ranchi! 🏟️#TeamIndia need 152 more runs to win on Day 4 with 10 wickets in hand 👌👌
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBankpic.twitter.com/JPJXwtYrOx— BCCI (@BCCI) February 25, 2024
- Feb 25, 2024 15:25 IST
Gujarati News 25 February 2024 LIVE : હરિયાણાના 7 જીલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ ફરી શરૂ
પંજાબ - હરિયાણામાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ દરમિયાન હરિયાણાના સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જિંદ, હિસા, ફતેહાબાદ અને સિરસા જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે.
- Feb 25, 2024 15:21 IST
Gujarati News 25 February 2024 LIVE : પીએમ મોદીએ 4100 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
પીએમ મોદીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં 4100 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
Double engine governments at Centre and in Gujarat have have prioritised development of the state. Speaking at launch of various projects in Dwarka. https://t.co/F4QgHMqujj
— Narendra Modi (@narendramodi) February 25, 2024
- Feb 25, 2024 14:20 IST
Gujarati News 25 February 2024 LIVE : દુબઈમાં ભારતે પાકિસ્તાનને રેસલિંગમાં પછાડ્યું
દુબઇમાં ઈન્ટરનેશનલ પ્રો રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પહેલવાન સંગ્રામ સિંહે પાકિસ્તાનના મોહમ્મદ સઇદને હરાવ્યો છે.
दुबई में इंटरनेशनल प्रो रेसलिंग चैंपियनशिप में भारतीय पहलवान संग्राम सिंह ने पाकिस्तान के मोहम्मद सईद को हराया। pic.twitter.com/Qzwa1Psho4
— ANI_HindiNews (@AHindinews) February 25, 2024
- Feb 25, 2024 13:44 IST
Gujarati News 25 February 2024 LIVE : ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડાની ફેકટરીમાં આગ, 4 મોત
ઉત્તર પ્રદેશના કૌશાંબી સ્થિત ભરવારી વિસ્તારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં આગ છે. ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટથી 4 લોકોના મોત થયા છે તેમજ ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
#WATCH कौशांबी: SP बृजेश कुमार श्रीवास्तव ने कहा, "एक पटाखा फैक्ट्री में आग लगी है और हादसे में 4 लोगों की मृत्यु हुई है। कुछ घायल हुए हैं, जिन्हें अस्पताल में भर्ती कराया गया है। बचाव अभियान जारी है..." https://t.co/FdqsqTg78gpic.twitter.com/1JqCoxFniH
— ANI_HindiNews (@AHindinews) February 25, 2024
- Feb 25, 2024 12:47 IST
Gujarati News 25 February 2024 LIVE : ઉત્તરપ્રદેશ : બસપા સાંસદ રિતેશ પાંડ ભાજપમાં જોડાયા
ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજવાદી પાર્ટીના સાંસદ રિતેશ પાંડે ભાજપમાં જોડાયા છે. યુપીના નાયબ સીએમ બ્રિજેશ પાઠક અને અન્ય ભાજપ નેતાની હાજરીમાં રિતેશ પાંડે કેસરીય ધારણ કર્યો છે. નોંધનિય છે કે, આજે સવારે જ રિતેશ પાંડે બસપામાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશના આંબેડકર નગરથી લોકસભા સાંસદ છે.
उत्तर प्रदेश के उपमुख्यमंत्री ब्रजेश पाठक और अन्य भाजपा नेताओं की मौजूदगी में बीएसपी सांसद रितेश पांडे भाजपा में शामिल हुए।
आज सुबह रितेश पांडे ने बीएसपी से अपना इस्तीफा दे दिया था। वह उत्तर प्रदेश के अंबेडकर नगर से लोकसभा सांसद हैं। pic.twitter.com/BR2yiRH5qC— ANI_HindiNews (@AHindinews) February 25, 2024
- Feb 25, 2024 11:42 IST
ચોથી ટેસ્ટ - ભારત 307 રનમાં ઓલઆઉટ, ઇંગ્લેન્ડને 46 રનની લીડ
ચોથી ટેસ્ટના પ્રથમ દાવમાં ભારત 307 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડને 46 રનની લીડ મળી છે. ભારત તરફથી ધ્રુવ જુરેલે સૌથી વધારે 90 રન બનાવ્યા હતા.
- Feb 25, 2024 11:07 IST
બીએસપીના સાંસદ રિતેશ પાંડેનું રાજીનામું
BSP MP Ritesh Pandey tenders resignation from the party. He was a Lok Sabha MP from Ambedkar Nagar, Uttar Pradesh. pic.twitter.com/qgEad7nIzk
— ANI (@ANI) February 25, 2024
- Feb 25, 2024 10:57 IST
પીએમ મોદીએ સુદર્શન સેતનું ઉદ્ઘાટન કર્યું
Prime Minister Narendra Modi tweeted "Delighted to inaugurate Sudarshan Setu today - a bridge that connects lands and people. It stands vibrantly as a testament of our commitment to development and progress." pic.twitter.com/wA92bffQBx
— ANI (@ANI) February 25, 2024
- Feb 25, 2024 10:24 IST
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
#WATCH | Uttar Pradesh: Congress MP Rahul Gandhi and party's general secretary Priyanka Gandhi Vadra take out Bharat Jodo Nyay Yatra, in Jamalpur, Aligarh. pic.twitter.com/rLz1XJB7p7
— ANI (@ANI) February 25, 2024
- Feb 25, 2024 09:58 IST
દ્રારકાના સુદર્શન સેતુનો અદ્ભુત નજારો
સુદર્શન સેતુનો અદ્ભુત નજારો... pic.twitter.com/GtelQkrJqF
— BJP Gujarat (@BJP4Gujarat) February 25, 2024
- Feb 25, 2024 09:41 IST
PM નરેન્દ્ર મોદીએ બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કરી
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ બેટ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરી.
જય દ્વારકાધીશ 🚩 pic.twitter.com/3yOEVyJ45y— BJP Gujarat (@BJP4Gujarat) February 25, 2024
- Feb 25, 2024 09:02 IST
Gujarati News 25 February 2024 LIVE: રામ મંદિરમાં દર્શન કરવા ભકતોનું ધોડાપુર
અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા આવનાર ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. નોંધનિય છે કે, 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.
#WATCH उत्तर प्रदेश: भारी संख्या में भक्त अयोध्या के राम मंदिर में भगवान राम लला के दर्शन के लिए पहुंच रहे हैं। pic.twitter.com/YHX1EtFU7E
— ANI_HindiNews (@AHindinews) February 25, 2024
- Feb 25, 2024 08:57 IST
Gujarati News 25 February 2024 LIVE: પીએમ મોદી સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં દ્વારકા ખાતે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું છે. ગુજરાતનું આ પ્રથમ સી લિંક કેબલ બ્રીજ દ્વારકારને બેટ દ્વારકાથી જોડશે. આ સિગ્નચેર બ્રિજ કેબલથી સપોર્ટ છે. ગુજરાતના પ્રથમ સી-લિંક સિગ્નેચર બ્રિજસુદર્શન સેતુની ખાસિયતો જાણો
https://twitter.com/AHindinews/status/1761589438650429793
- Feb 25, 2024 08:56 IST
Gujarati News 25 February 2024 LIVE: ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે અખિલેશ યાદવ જોડાશે
ઉત્તર પ્રદેશના રાજકારણ માટે આજનો દિવસ બહુ મહત્વનો રહેશે. યુપીમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પહેલીવાર જોડાશે. યુપીના આ બે યુવા નેતા આગ્રામાં એક મંચ પર એક સાથે આવશે. વર્ષો બાદ આ બંને નેતા એક મંચ પર એક સાથે આવીરહ્યા છે આથી કોઇ મોટો રાજકીય સંકેત મળી શકે છે.
इस बेपनाह मोहब्बत के लिए उत्तर प्रदेश का आभार!
हम आपकी आंखों में बदलाव की आंधी देख रहे हैं।
जैसा प्रियंका ने कहा - हमें बदलाव लाना है और भाजपा की सरकार को उखाड़ कर फेंक देना है।
जुड़ेगा उत्तर प्रदेश, जीतेगा देश। pic.twitter.com/Zg2sUWHCMJ— Rahul Gandhi (@RahulGandhi) February 24, 2024


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us