Gujarati News 26 February 2024 Highlights : મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે 17 દિવસના ઉપવાસ તોડ્યા

India Gujarat Today Latest News in Gujarati , Gujarat Samachar (ગુજરાત સમાચાર) 26 February 2024 : ખેડૂત આંદોલનનો આજે 14મો દિવસ છે. ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. બિહારમાં ત્રણ વાહનો વચ્ચે એક્સિડેન્ટમાં 9 લોકોના કરુણ મોત નિપજ્યા. મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે 17 દિવસના ઉપવાસ તોડ્યા

Written by Ajay Saroya
Updated : February 26, 2024 23:58 IST
Gujarati News 26 February 2024 Highlights : મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે 17 દિવસના ઉપવાસ તોડ્યા
મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલ

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 26 February 2024 Highlights : 26 ફેબ્રુઆરીના દિવસે થનારી ઘટનાઓની વાત કરીએ તો ખેડૂત આંદોલનનો 14મો દિવસ હતો. મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે તેમના 17 દિવસના ઉપવાસ તોડ્યા હતા. તેમણે કહ્યું કે હું એક-બે દિવસ હોસ્પિટલમાં રહીશ અને પછી મરાઠા સમુદાયના સભ્યોને મળવા દરેક ગામની મુલાકાત લઈશ. બિહારમાં ત્રણ વાહન વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. બિહારના કૈમૂરમાં કાર – ટ્રક અને બાઈલ વચ્ચે ટક્કર થતા 9 લોકો કરુણ મોત થયા છે. જાણો આજની મહત્વપૂર્ણ ઘટનાઓની પળેપળની અપડેટ…

Live Updates

વિજય સંકલ્પ યાત્રા દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હૈદરાબાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ્ય લક્ષ્મી ક્લસ્ટર હેઠળ ખૈરતાબાદ મતવિસ્તારમાં વિજય સંકલ્પ યાત્રાને સંબોધિત કરી હતી.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની ચિતા પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં હાજરી

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ચિતા પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી.

Paytmના વિજય શેખર શર્માએ પેમેન્ટ બેંક બોર્ડમાંથી રાજીનામું આપ્યું

Paytm પેમેન્ટ બેંક સતત મુશ્કેલીમાં જોવા મળી રહી છે. આરબીઆઈએ 15 માર્ચ પછી તેની બેંકિંગ સેવાના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. આ દરમિયાન પેટીએમ પેમેન્ટ બેંકના ચેરપર્સન વિજય શેખર શર્માએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

રાજ્યસભા ચૂંટણી - કેશવ મોર્યએ કહ્યું કે અમારા આઠેય ઉમેદવારો જીત મેળવશે

ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી પર ઉપ મુખ્યમંત્રી કેશવ મોર્યએ કહ્યું કે અમારા આઠેય ઉમેદવારો જીત મેળવશે.

સીએમ યોગીએ રાજ્યસભાની ચૂંટણી પહેલા એનડીએ ધારાસભ્ય દળની બેઠકની અધ્યક્ષતા કરી

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યસભાની ચૂંટણી પહેલા એનડીએ ધારાસભ્ય દળની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે 17 દિવસના ઉપવાસ તોડ્યા

મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે તેમના 17 દિવસના ઉપવાસ તોડ્યા હતા. તેમણે કહ્યું કે હું એક-બે દિવસ હોસ્પિટલમાં રહીશ અને પછી મરાઠા સમુદાયના સભ્યોને મળવા દરેક ગામની મુલાકાત લઈશ.

મહારાષ્ટ્રના ઠાણેમાં અંબરનાથ સર્કસ મેદાનમાં ઘણા ઘરોમાં આગ લાગી

ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન

અશોક ગેહલોતના પુત્ર વૈભવે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતે સોમવારે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (આરસીએ)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આરસીએમાં તેમને નિશાન બનાવીને અવિશ્વાસનું માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વૈભવ ગેહલોતે પોતાના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે રાજસ્થાનમાં સરકાર બદલાયા બાદ આરસીએ સામે દુર્ભાવનાપૂર્ણ ઇરાદા સાથે કામ થઇ રહ્યું છે.

Gujarati News 26 February 2024 LIVE : કોંગ્રેસની ભૂવનેશ્વરમાં ઓરિસ્સા સરકાર વિરુદ્ધ રેલી

કોંગ્રેસે ભૂવનેશ્વરમાં ઓરિસ્સા સરકાર વિરુદ્ધ સચિવાલય ઘેરાવ રેલી કાઢી.

Gujarati News 26 February 2024 LIVE : નફે સિંહ રાઠી હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવા માંગ

રાજ્ય વિધાનસભામાં હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું કે, હરિયાણામાં INLD પ્રમુખ નફે સિંહ રાઠીની હત્યાની તપાસ સીબીઆઈ પાસે કરાવવી જોઇએ. આ હત્યાના આરોપીઓને બક્ષવા જોઇએ નહીં અને કડક કાર્યવાહી કરવી જોઇએ. હાલ પોલીસ કેસની તપાસ કરી રહી છે.

Gujarati News 26 February 2024 LIVE : અરવિંદ કેજરીવાલ રાજઘાટ પહોંચ્યા, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપી

આપ પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાની સ્થિત રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપી છે. નોંધનીય છે કે, લીકર કેસમાં આપ પાર્ટીના મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડને આજે એક વર્ષ થયું છે.

Gujarati News 26 February 2024 LIVE : વિકસીત ભારત, મોદીની ગેરંટી રથ પ્રસ્થાન, જેપી નડ્ડાએ લીલ ઝંડી દેખાડી

ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એ સંકલ્પ પત્ર સલાહ અભિયાનની શરૂઆત કરી અને વિકસીત ભારત, મોદીની ગેરંટી રથને લીલ ઝંડી દેખાડી હતી.

Gujarati News 26 February 2024 LIVE : ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં ભારતનો 5 વિકેટથી વિજય

ભારતે ઇંગ્લેન્ડ સામેની ક્રિકેટ ટેસ્ટ મેચમાં મોટી જીત હાંસલ કરી રહી છે. 26 ફેબ્રુઆરી, 2024ના રોજ ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને રાંચી ટેસ્ટમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં 3-1 થી જીત હાંસલ કરી છે. ભારતમાં ઘરઆંગણે 13મી વખત ટેસ્ટ ક્રિકેટમાં 150+ નો ટાર્ગેટ પુરો કરી જીત હાંસલ કરી છે. આ સાથે જ 11 વર્ષનો દૂષ્કાળ સમાપ્ત થયો છે.

Gujarati News 26 February 2024 LIVE : ભારતને 25 વર્ષમાં વિકસીત દેશ બનાવાશે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતને 25 વર્ષમાં વિકસીત દેશ બનાવવાનો સંકલ્પ લીધો છે. ગરીબ, યુવા, ખેડૂત અને મહિલાઓ વિકસીત રાષ્ટ્રના 4 મુખ્ય સ્તંભ છે અને ભારતનો કાપડ ઉદ્યોગ આ ચાર સાથે જોડાયેલું છે. આથી ભારત ટેક્સ કાર્યક્રમનું મહત્વ વધી જાય છે.

Gujarati News 26 February 2024 LIVE : ભારત ટેક્સ 2024 એક ખાસ કાર્યક્રમ છે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજની ઇવેન્ટ પોતાનામાં ખૂબ જ ખાસ છે કારણ કે તે ભારતના બે મોટા પ્રદર્શન કેન્દ્રો ભારત મંડપમ અને યશો ભૂમિમાં એક સાથે યોજાઈ રહી છે. આજે લગભગ 100 દેશોમાંથી 3000 થી વધુ પ્રદર્શકો, ખરીદદારો આ ઇવેન્ટ માટે એકસાથે આ યોજનમાં સામેલ થયા છે…”

Gujarati News 26 February 2024 LIVE : પીએમ મોદી દ્વારા ભારત ટેક્સ 2024નું ઉદઘાટન

પીએમ મોદીએ દિલ્હીમાં ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કર્યું છે.

Gujarati News 26 February 2024 LIVE : જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે - અલ્હાબાદ હાઈકોર્ટ

વારાણસીના વિવાદિત જ્ઞાનવાપીના ભોંયરામાં હિંદુઓ દ્વારા પૂજા – પાઠ ચાલુ રહેશે. અલ્હાબાદ હાઇકોર્ટ આજે જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજી ભોંપરામાં પૂજા કરવા માટે આવેલી અપીલને ફગાવી દીધી છે. હાઇકોર્ટે કહ્યું કે, મુસ્લિમ પક્ષની અપિલમાં કોઇ દમ ન હતો.

Gujarati News 26 February 2024 LIVE : મરાઠા આંદોલન : મહારાષ્ટ્રમાં પ્રદર્શનકારીઓએ બસને આગ ચાંપી

મહારાષ્ટ્રમાં અંબાદ તાલુકાના તીર્થપુરી શહેરના છત્રપતિ શિવાજી મહારાજ ચોક પાસે મરાઠા આંદોલનના પ્રદર્શનકારીઓએ રાજ્ય પરિવહન નિગમની બસને આગ ચાંપી છે. મરાઠા સમુદાયને મરાઠા અનામત આપવા મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે.

Gujarati News 26 February 2024 LIVE : જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે કે બંધ થશે? - કોર્ટ આજે નિર્ણય લેશે

વારાણસીના વિવાદિત જ્ઞાનવાપીના ભોંયરામાં હિંદુઓ દ્વારા પૂજા – પાઠ ચાલુ રહેશે કે બંધ થશે તે અંગે અલ્હાબાદ હાઇકોર્ટ ચુકાદો આપશે. વારાણસી ડિસ્ટ્રીક કોર્ટે 31 જાન્યુઆરીએ ચુકાદો આપ્યો હતો કે, એક પુજારી જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણ ભોંયરામાં પૂજા કરી શકે છે.

Gujarati News 26 February 2024 LIVE : અયોધ્યા રામ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર

અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા ભક્તોની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા દર્શન કરવા પહોંચી રહ્યા છે.

Gujarati News 26 February 2024 LIVE : ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢશે, ચક્કાજામ કરશે

ખેડૂત આંદોલનનો આજે 14મો દિવસ છે. ખેડૂતો હજી પણ દિલ્હી જવા મક્કમ છે. ભારતીય કિસાન સંગઠન આજે ટ્રેક્ટર રેલી કાઢીને પોતાનું શક્તિ પ્રદર્શન છે. તો બીજી બાજુ ખેડૂતોને દિલ્હી આવતા અટકાવવા પોલીસ અને અર્ધલશ્કરી દળોએ પણ સરહદ સીલ કરી દીધી છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, કાં તો સરકાર સહમત થાય અથવા મોટા આંદોલન માટે તૈયાર રહો.

Gujarati News 26 February 2024 LIVE : બિહારમાં ત્રણ વાહન વચ્ચે ગંભીર અકસ્માત, 9ના મોત

બિહારમાં ત્રણ વાહન વચ્ચે ગંભીર અકસ્માત થતા 9 લોકોના કરુણ મોત થયા છે. માહિતી મુજબ બિહારના કૈમૂર જિલ્લાના મોહનિયા થાના ક્ષેત્રના દેવકલી ગામની પાસે કાર – બાઇક અને ટ્રક વચ્ચે ભયંકર એક્સિડેન્ટ થયો છે. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા છે, જેમાં બે મહિલા છે. પોલીસે મૃતદેહોને વાહનમાંથી બહાર કાઢ્યા હતા.

એવું માનવામાં આવે છે કે, બેકાબુ બનેલી સ્કોર્પિયો કારે પહેલા બાઈકને ટક્કર મારી અને ત્યારબાદ ઉભેલા કન્ટેન્ટરમાં ઘુસી ગઇ. આ એક્સિડેન્ટમાં કારમાં બેસેલા 8 વ્યક્તિ અને એક બાઈક ચાલકના મોત થયા છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ