/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/sukhvinder-singh-sukhu.jpg)
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સુખુ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 28 February 2024 Highlights: આજે 28 ફેબ્રુઆરી 2024, બુધવાર છે. હિમાચલ પ્રદેશના રાજકારણમાં કોંગ્રેસ માથે સંકટ ઉભુ થયું છે. હિમાચલ પ્રદેશના સીએમે સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે વિક્રમાદિત્ય સિંહ મારા નાના ભાઇ છે, મેં તેમની સાથે વાતચીત કરી છે. તેમણે પાર્ટીનું સન્માન કરવું જોઈતું હતું. બીજી તરફ ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેરાત કરી કે વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે, જેમાં નડિયાદ અને પોરબંદરનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ સાથે હવે રાજ્યમાં 17 મહાનગરપાલિકાઓ હશે. ગુજરાતમાં ક્રાઇમ, રાજકીય, આજનું હવામાનનો માહોલ કેવો છે? તેમજ ગુજરાત, દેશ, વિદેશ સહિત આજે શું બનશે, અને શું બની રહ્યું તે જાણવા માટે અહીં લાઇવ અપડેટ્સ જોતા રહો.
- Feb 28, 2024 23:33 IST
મુખ્યમંત્રી નવીન પટનાયકે સત્યનગર ચર્ચ પાસે સેન્ટ મધર ટેરેસાની પ્રતિમાનું અનાવરણ કર્યું
ભુવનેશ્વર: ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સત્યનગર ચર્ચ પાસે સેન્ટ મધર ટેરેસાની પ્રતિમાનું અનાવરણ કર્યું.
#WATCH भुवनेश्वर: ओडिशा के मुख्यमंत्री नवीन पटनायक ने सत्यनगर चर्च के पास सेंट मदर टेरेसा की प्रतिमा का अनावरण किया।
(सोर्स: सीएमओ ओडिशा) pic.twitter.com/1OGQzeKY4I— ANI_HindiNews (@AHindinews) February 28, 2024
- Feb 28, 2024 22:18 IST
બીજેપીમાં જોડાવાની અફવા પર કમલનાથે શું કહ્યું
છિંદવાડા: બીજેપીમાં જોડાવાની અફવા પર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે શું મેં ક્યારેય કહ્યું કે હું ભાજપમાં જોડાવાનો છું? શું હું પાગલ થઈ ગયો છું?
#WATCH छिंदवाड़ा: बीजेपी में शामिल होने की अफवाहों पर मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री कमलनाथ ने कहा, "मैंने कभी कहा कि मैं बीजेपी में शामिल होने जा रहा हूं? मैं क्या पागल हो गया हूं?" pic.twitter.com/myA6Z8Igss
— ANI_HindiNews (@AHindinews) February 28, 2024
- Feb 28, 2024 21:37 IST
ઝારખંડના જામતાડા રેલવે સ્ટેશન પાસે મોટી દુર્ઘટના, ટ્રેન મુસાફરો પર ચડી જતાં ત્રણના મોતની આશંકા
ઝારખંડના જામતાડામાં એક ભયાનક અકસ્માત થયો છે. જામતાડામાં કાલાઝરિયા રેલવે સ્ટેશન પર એક ટ્રેન મુસાફરો પર ચડી જતાં ઓછામાં ઓછા ત્રણના મોતની આશંકા છે. દુર્ઘટના વિશે માહિતી આપતાં જામતાડાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે જામતાડાનાં કાલાઝરિયા રેલવે સ્ટેશન પર એક ટ્રેનની ટક્કરથી કેટલાક લોકોનાં મોત થયાં હતાં. મોતની સંખ્યાની પૃષ્ટી પછી કરવામાં આવશે. મેડિકલ ટીમો અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઇ છે.
- Feb 28, 2024 21:07 IST
અંબાણી પરિવારના સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું
જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ નજીક જોગવડ ગામમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત અન્ના સેવા સાથે થઈ હતી. મુકેશ અંબાણી, અનંત અંબાણી અને અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાના દાદી અને માતા-પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો. લગભગ 51 હજાર સ્થાનિક રહેવાસીઓને ભોજન પીરસવામાં આવશે જે આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે.
#WATCH | Jamnagar, Gujarat: Anant Ambani and Radhika Merchant's pre-wedding functions started with Anna Seva at the Jogwad village near Reliance Township in Jamnagar. Mukesh Ambani, Anant Ambani and other members of the Ambani family served traditional Gujarati food to villagers.… pic.twitter.com/e11tV6Z2Ed
— ANI (@ANI) February 28, 2024
- Feb 28, 2024 20:14 IST
ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં બે સંગઠનોને ગેરકાયદેસર જાહેર કર્યા
ભારત સરકારે મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીર (સુમજી જૂથ) અને મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીર (ભટ જૂથ)ને ગેરકાયદેસર સંગઠનો તરીકે જાહેર કર્યા છે.
भारत सरकार ने मुस्लिम कॉन्फ्रेंस जम्मू और कश्मीर(सुमजी गुट) और मुस्लिम कॉन्फ्रेंस जम्मू और कश्मीर(भट गुट) को गैरकानूनी संस्था घोषित किया है। pic.twitter.com/s7JB7kpk8n
— ANI_HindiNews (@AHindinews) February 28, 2024
- Feb 28, 2024 19:03 IST
હિમાચલ પ્રદેશના સીએમે કહ્યું - વિક્રમાદિત્ય મારા નાના ભાઇ, મેં તેમની સાથે વાતચીત કરી છે
હિમાચલ પ્રદેશના સીએમે સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે વિક્રમાદિત્ય સિંહ મારા નાના ભાઇ છે, મેં તેમની સાથે વાતચીત કરી છે. તેમણે પાર્ટીનું સન્માન કરવું જોઈતું હતું.
#WATCH हिमाचल प्रदेश के मख्यमंत्री सुखविंदर सिंह सुक्खू ने कहा, ''विक्रमादित्य सिंह मेरे छोटे भाई हैं और मैंने उनसे बात की है...उन्हें(कांग्रेस विधायक जिन्होंने राज्यसभा चुनावों में भाजपा उम्मीदवार को वोट दिया था) पार्टी का सम्मान करना चाहिए था। वे मुझसे नाराज हो सकते हैं ,अभिषेक… pic.twitter.com/hwRkK4xn0N
— ANI_HindiNews (@AHindinews) February 28, 2024
- Feb 28, 2024 18:48 IST
બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યા, ઇશાન કિશન અને શ્રેયસ ઐયરનું નામ નહીં
bcci annual central contract : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) બુધવારે 2023-24 ની સિઝન (ઓક્ટોબર 1, 2023 થી 30 સપ્ટેમ્બર, 2024) માટે ટીમ ઈન્ડિયા (સીનિયર્સ પુરુષ)ના વાર્ષિક ખેલાડીઓના કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. શ્રેયસ ઐયર અને ઈશાન કિશનની વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે પસંદગી કરવામાં આવી નથી. આ યાદીમાં કુલ 30 ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- Feb 28, 2024 18:17 IST
પીએમ નરેન્દ્ર મોદી નાગપુર પહોંચ્યા
Prime Minister Narendra Modi arrives in Nagpur, Maharashtra. Union Minister Nitin Gadkari receives him. pic.twitter.com/IuzqFzAeLe
— ANI (@ANI) February 28, 2024
- Feb 28, 2024 17:23 IST
જનાદેશ યથાવત્ રાખવા કઠોર નિર્ણય લેવાથી પાછળ હટીશું નહીં - કોંગ્રેસ
હિમાચલ પ્રદેશમાં સરકાર પર આવેલા સંકટ પર કોંગ્રેસે કહ્યું કે જનાદેશને યથાવત્ રાખવા માટે બધા વિકલ્પો ખુલ્લા છે અને જરૂર પડશે તો કઠોર નિર્ણય લેવાથી પાછળ હટીશું નહીં.
- Feb 28, 2024 16:03 IST
આંધ્રપ્રદેશ: TDP નેતા અને પૂર્વ મંત્રી ગોલાપલ્લી સૂર્ય રાવ YSR કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા
આંધ્રપ્રદેશ: TDP નેતા અને પૂર્વ મંત્રી ગોલાપલ્લી સૂર્ય રાવ સત્તાવાર રીતે YSR કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા.
#WATCH अमरावती, आंध्र प्रदेश: TDP नेता और पूर्व मंत्री गोलापल्ली सूर्या राव आधिकारिक तौर पर YSR कांग्रेस पार्टी में शामिल हुए। pic.twitter.com/ZqC0N9mnYe
— ANI_HindiNews (@AHindinews) February 28, 2024
- Feb 28, 2024 15:37 IST
કોંગ્રેસ નેતા વિક્રમાદિત્ય સિંહે ભાજપમાં સામેલ થવાની અટકળો પર કહ્યું કે હાલ એવું કશું નથી
કોંગ્રેસ નેતા વિક્રમાદિત્ય સિંહે ભાજપમાં સામેલ થવાની અટકળો પર કહ્યું કે હાલ એવું કશું નથી
#WATCH कांग्रेस नेता विक्रमादित्य सिंह ने भाजपा में शामिल होने की अटकलों पर कहा, "अभी तक ऐसा कुछ नहीं है... मैं हमेशा जो भी कहता हूं वह तथ्यों और साक्ष्यों के आधार पर कहता हूं...ऐसा कुछ नहीं है, यह सब अफवाह है। मैं सच बोलता हूं और बिना राजनीतिक मिलावट के कहता हूं। जो भी हमें कहना… pic.twitter.com/nXigLPJ1tD
— ANI_HindiNews (@AHindinews) February 28, 2024
- Feb 28, 2024 13:39 IST
Today News Live Updates : રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગ નહીં લાયકાતથી જ કરવામાં આવે છે : શિક્ષણ મંત્રી
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોર એ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગથી નહીં પરંતુ લાયકાત અને મેરીટના ધોરણે જ કરવામાં આવે છે. વિધાનસભામાં વર્ષ-2023 ની સ્થિતિએ TET અને TAT ના પાસ થયેલ ઉમેદવારોની ભરતી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, વર્ષ 2023 માં 12,710 જેટલા ઉમેદવારોની જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવી છે.
રાજ્યમાં વર્ષ 2023 માં TAT પાસ કરેલ 5,277 ઉમેદવારોની માધ્યમિક શિક્ષણ માં અને 3071 ની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
હાલ રાજ્યની સરકારી અને બિનસરકારી માધ્યમિક શાળાઓમાં કુલ 25,880 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ 16,894 શિક્ષકો ફરજરત છે. રાજ્યના માધ્યમિક શિક્ષણ વિભાગમાં 97.76 % જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વિભાગમાં 84.12% જગ્યાઓ હાલની પરિસ્થિતિએ ભરાયેલ હોવાનું મંત્રી એ ઉમેર્યું હતું.
- Feb 28, 2024 12:55 IST
Today News Live Updates : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વધુ બે મહાનગર પાલિકાની કરી જાહેરાત
ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. વિધાનસભામાં સરકારે જાહેરાત કરી કે, વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે, જેમાં નડિયાદ અને પોરબંદરનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આ સાથે હવે રાજ્યમાં 17 મહાનગરપાલિકાઓ હશે
- Feb 28, 2024 12:11 IST
Today News Live Updates : પૂર્વ સીએમ જયરામ ઠાકુર સહિત ભાજપના 14 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા સત્ર શરૂ થતાની સાથે જ સ્પીકરે વિપક્ષી ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. આ ધારાસભ્યોમાં જયરામ ઠાકુર, વિપિન સિંહ પરમાર, રણધીર શર્મા, લોકેન્દ્ર કુમાર, વિનોદ કુમાર, હંસ રાજ, જનક રાજ, બલબીર વર્મા, ત્રિલોક જામવાલ, સુરેન્દ્ર શોરી, દીપ રાજ, પુરન ઠાકુર, ઈન્દર સિંહ ગાંધી, દિલીપ ઠાકુર અને ઈન્દરનો સમાવેશ થાય છે.
- Feb 28, 2024 12:10 IST
Today News Live Updates : શું કહ્યું વિક્રમાદિત્ય સિંહે?
કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહે હિમાચલ પ્રદેશ કેબિનેટમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પાર્ટીમાં ચાલુ રહેશે તો તેમણે કહ્યું, “હું જ્યાં છું ત્યાં છું. આગામી સમયમાં હું મારા લોકો, સમર્થકો અને શુભેચ્છકો સાથે ચર્ચા કરીશ. "અમે ચર્ચા કર્યા પછી આગળની કાર્યવાહી કરીશું."
#WATCH हिमाचल प्रदेश सरकार में मंत्री विक्रमादित्य सिंह ने कहा, "...जो वास्तविक परिस्थितियां है उसके बारे में मैंने पार्टी हाईकमान को अवगत कराया है। अब गेंद उनके पाले में है, अब उन्हें फैसला लेना है कि उनका कदम क्या होगा। आने वाले समय में जो भी होगा वह पार्टी हाईकमान के साथ… pic.twitter.com/oey6GRF5bm
— ANI_HindiNews (@AHindinews) February 28, 2024
- Feb 28, 2024 12:09 IST
Today News Live Updates : મંત્રી વિક્રમાદિત્યનું રાજીનામું, સ્પીકરે 14 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા
હિમાચલ પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે એક મોટા સમાચાર છે. કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિક્રમાદિત્યએ કહ્યું કે હું એટલું જ કહેવા માંગુ છું કે વર્તમાન સંજોગોમાં સરકારનો હિસ્સો રહેવું મારા માટે યોગ્ય નથી.
- Feb 28, 2024 11:08 IST
Today News Live Updates : દેશના લોકોને સત્ય કહેવું મારા માટે મહત્વપૂર્ણ છે: મોદી
Today News Live Updates : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “મારે તમિલનાડુ અને દેશના લોકોને એક સત્ય કહેવાની જરૂર છે, સત્ય કડવું છે. હું યુપીએ સરકારને સીધો દોષ દેવા માંગુ છું. આ પ્રોજેક્ટ્સ જે હું આજે લાવ્યો છું તે અહીંના લોકોની દાયકાઓથી માંગ હતી. જે લોકો આજે અહીં સત્તામાં છે તેઓ ત્યારે દિલ્હીમાં બેસીને સરકાર અને આ વિભાગ ચલાવતા હતા પરંતુ તેમને તમારા વિકાસની ચિંતા નહોતી.
#WATCH तमिलनाडु: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "मैंने एक बार मन की बात कार्यक्रम में कहा था कि देश के प्रमुख लाइटहाउस को पर्यटन केंद्र के रूप में विकसित किया जा सकता है। आज मुझे देश के अलग-अलग राज्यों में स्थित 75 लाइटहाउस में विकसित की गई पर्यटन सुविधाओं को देश को समर्पित… pic.twitter.com/d6hcgrevJ9
— ANI_HindiNews (@AHindinews) February 28, 2024
- Feb 28, 2024 11:08 IST
Today News Live Updates : પીએમ મોદી તમિલનાડુના થૂથુકુડીમાં 17,000 કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના થૂથુકુડીમાં રૂ. 17,000 કરોડથી વધુના મૂલ્યના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ દરમિયાન મોદીએ થૂથુકુડીમાં ગ્રીન બોટ ઇનિશિયેટિવ હેઠળ ભારતના પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન માસ ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે શિપને ફ્લેગ ઓફ કર્યું હતું. મોદીએ કહ્યું કે, આજે તમિલનાડુ થૂથુકુડીમાં પ્રગતિનો નવો અધ્યાય લખી રહ્યું છે. અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અથવા શિલાન્યાસ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ્સ વિકસિત ભારત માટે રોડમેપનો મહત્વનો ભાગ છે. આ પ્રોજેક્ટ્સમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના પણ જોવા મળશે.”
- Feb 28, 2024 10:11 IST
Today News Live Updates : રાજીવ ગાંધી હત્યા કેસમાં મુક્ત થયેલા સંથનનું ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન
દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસમાં મુક્ત થયેલા દોષિત સંથનનું અવસાન થયું છે. તેમણે બુધવારે ચેન્નાઈની રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે સંતને સવારે 7.50 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ લિવર ફેલ્યોર સાથે ક્રિપ્ટોજેનિક સિરોસિસથી પીડિત હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને 27 જાન્યુઆરીએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- Feb 28, 2024 09:38 IST
Today News Live Updates : PM મોદી આજે મહારાષ્ટ્ર, તમિલનાડુમાં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી પાર્ટીને જંગી જીત સુનિશ્ચિત કરવા રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ રાજ્યો કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની તેમની મુલાકાતના બીજા અને છેલ્લા દિવસે બુધવારે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં હશે. દિવસના તેમના પ્રથમ કાર્યક્રમમાં, પીએમ મોદી તમિલનાડુના થૂથુકુડીમાં હશે, જ્યાં તેઓ VO ચિદમ્બરનાર પોર્ટ ખાતે રૂ. 17,300 કરોડના પ્રોજેક્ટ અને આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ કરશે. આ પછી તેઓ બીજા કેટલાય પ્રોજેક્ટ લોન્ચ કરશે અને બપોરે મહારાષ્ટ્ર પહોંચશે. વડાપ્રધાન લગભગ 4:30 વાગ્યે યવતમાલમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેઓ રૂ. 4,900 કરોડથી વધુની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની બેઠક ભાજપ પાસે ગયા બાદ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ છે.
- Feb 28, 2024 09:00 IST
Today News Live Updates : માલીમાં બ્રિજ પરથી પડી બસ, અકસ્માતમાં 31 લોકોના મોત
આફ્રિકન દેશ માલીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક માર્ગ અકસ્માતમાં 31 લોકોના મોત થયા છે. એક બસ નદી પરના પુલ પરથી નીચે પડી હતી. આ અકસ્માત આફ્રિકન સમય અનુસાર સાંજે 5 વાગ્યે થયો હતો. મળતી માહિતી મુજબ, આ બસ બુર્કિના ફાસો જઈ રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અચાનક બસ બેકાબૂ થઈ ગઈ અને પુલ પરથી નીચે પડી ગઈ.
- Feb 28, 2024 08:37 IST
Today News Live Updates : હિમાચલની રાજ્યસભાની બેઠક ગુમાવ્યા બાદ સુખુ સરકાર મુશ્કેલીમાં
હિમાચલ પ્રદેશની એકમાત્ર રાજ્યસભા બેઠક પર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.આ બેઠક પર ભાજપે જીત મેળવ્યા બાદ રાજ્યમાં સરકાર બચાવવા માટે સંકટ ઊભું થયું છે. ભાજપના ધારાસભ્યો આજે રાજ્યપાલને મળવા પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા જયરામ ઠાકુરની અધ્યક્ષતામાં હિમાચલ રાજભવન પહોંચ્યા હતા. રાજ્યપાલને મળ્યા બાદ જયરામ ઠાકુરે કહ્યું કે તેમને આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે. બજેટ સત્ર દરમિયાન બજેટ પસાર કરવા મત વિભાજનની માંગ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે આ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી.
- Feb 28, 2024 08:19 IST
Today News Live Updates : દિલ્હીમાં રખડતા કૂતરાઓએ છોકરીને ફાડી ખાધી
દિલ્હીના તુગલક લેન વિસ્તારમાં રખડતા કૂતરાઓના ટોળાએ દોઢ વર્ષના બાળકને માર માર્યો હતો. હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ આ મામલે દિલ્હી સરકાર અને પોલીસ વડાને નોટિસ પાઠવી છે.
- Feb 28, 2024 07:58 IST
Today News Live Updates : મંગળવારે મોડી રાત્રે દાંતામાં નોંધાયો ભૂકંપનો આંચકો
મંગળવારે મોડી રાત્રે બનાસકાંઠાના દાંતામાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. દાંતાથી 52 કીમી દૂર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું. 3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
- Feb 28, 2024 07:55 IST
Today News Live Updates : લોકસભા ચૂંટણીની ભરૂચ બેઠક માટે AAP અને કોંગ્રેસ રસ્સા ખેંચ
લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે ગુજરાતમાં ભરૂચ બેઠક પર દરેકની નજર ટકેલી છે. ભરૂચ બેઠક પરથી કયો ઉમેદવારે ચૂંટણી લડશે એ હજી સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, ભરૂચ બેઠક માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.
- Feb 28, 2024 07:49 IST
Today News Live Updates : ગુજરાતમાં કેટલાક ઠેકાણે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી આગામી 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ઉત્તરપશ્ચિમી ગુજરાત તરફના દરિયામાં તોફાની મોજા ઉછળવાને કારણે તથા પવનનીગતિ પણ ઝડપી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
- Feb 28, 2024 07:47 IST
Today News Live Updates : પોરબંદરમાં 3,000 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું
પોરબંદરમાં ફરીથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન ચાલું થતાં બોટ સહિત ચાર ક્રૂ મેમ્બરની ધરપકડ કરી હતી.
- Feb 28, 2024 07:42 IST
Aaj Nu Rashifal, 28 february 2024 : કર્ક અને સિંહ રાશિના જાતકો માટે વેપારમાં સાવધ રહેવાની જરૂર, વાંચો આજનું રાશિફળ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/wednesday-horoscope.jpg)
Aaj Nu Rashifal in Gujarati, 28 february 2024, Rashi Bhavishya Horoscope Today in Gujarati: આજે 28 ફેબ્રુઆર 2024, બુધવાર, મહા વદ ચોથ છે. આજે કર્ક રાશિના જાતકોએ આજે વ્યવસાયમાં વધુ મહેનત કરવાનો સમય છે. સિંહ રાશિના જાતકો માટે વેપારમાં થોડી મંદી આવી શકે છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા તણાવની અસર પરિવાર પર પડી શકે છે. અહીં વાંચો આજનું રાશિ ભવિષ્ય


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us