scorecardresearch

India-China Clash: ઇસ્ટર્ન લદ્દાખમાં 26 પેટ્રોલિંગ પોઇન્ટ પર ભારતે અધિકારી ગુમાવી દીધા, રિપોર્ટમાં દાવો

Eastern Ladakh India-China Border: આ રિપોર્ટ વરિષ્ઠ આઈપીએસ અધિકારી પીડી નિત્યા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તે લેહ-લદાખમાં પોલીસ અધિક્ષક છે

India-China Clash: ઇસ્ટર્ન લદ્દાખમાં 26 પેટ્રોલિંગ પોઇન્ટ પર ભારતે અધિકારી ગુમાવી દીધા, રિપોર્ટમાં દાવો
India-China Border – ભારત-ચીન સરહદ (ફાઇલ ફોટો)

India-China Border: ભારત-ચીન સરહદને લઇને એક રિપોર્ટ આવ્યો છે જેમાં ચિંતાજનક ખુલાસો થયો છે. રિપોર્ટ પ્રમાણે ઇસ્ટર્ન લદ્દાખમાં 26 પેટ્રોલિંગ પોઇન્ટમાં ભારતે પોતાના અધિકાર ગુમાવી દીધા છે. અહીં 65 પેટ્રોલિંગ પોઇન્ટ છે જેમાંથી 26 ભારતના હાથમાંથી નીકળી ગયા છે. અહીંયા ભારતીય સુરક્ષા જવાનો નિયમિત રુપથી પેટ્રોલિંગ કરતા હતા.

આ રિપોર્ટ વરિષ્ઠ આઈપીએસ અધિકારી પીડી નિત્યા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તે લેહ-લદાખમાં પોલીસ અધિક્ષક છે. નિત્યાએ કહ્યું કે પૂર્વી સીમા ક્ષેત્રમાં ચીનીઓની એક મજબૂત આર્થિક અને રણનીતિક જરૂરત છે. ચીની પેટ્રોલિંગ પોઇન્ટ દ્વારા ચિન્હિત વગરના વાડ વાળા ક્ષેત્રો પર હાવી થવા માટે આક્રમક રુપથી પોતાની સેનાને વધારી રહ્યા છે.

સુરક્ષા બળો દ્વારા પેટ્રોલિંગ નહીં કરવાના કારણે ઉભી થઇ સ્થિતિ

તેમણે રિપોર્ટમાં લખ્યું કે વર્તમાનમાં કારાકોરમ દર્રેથી ચુમુર સુધી 65 પેટ્રોલિંગ પોઇન્ટ છે, જેમાં આઈએસએફ (ભારતીય સુરક્ષા બળ) દ્વારા નિયમિત રુપથી પેટ્રોલિંગ કરવાનું છે. 65 પેટ્રોલિંગ પોઇન્ટમાંથી 26માં આપણી ઉપસ્થિતિ સમાપ્ત થઇ ગઇ છે. તેમણે જણાવ્યું કે 5-17, 24-32, 37 પર ભારતીય સુરક્ષા બળો દ્વારા કોઇ પેટ્રોલિંગ ના કરવાના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે.

આ પણ વાંચો – ઇન્ડિયન આર્મી હવે બનશે વધુ સક્ષમ, હાઇ-ટેક ડ્રોન, રોબોટિક મ્યુલ મેળવવાની પ્રક્રિયા કરી શરૂ

ગત સપ્તાહે દાખલ કર્યો હતો રિપોર્ટ

ગત સપ્તાહે રિપોર્ટ દિલ્હીમાં દેશના ટોચના પોલીસ અધિકારીઓના વાર્ષિક સંમેલનમાં રજુ કરાયો હતો. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપસ્થિત હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે પછી ચીન આપણને એ સ્વીકાર કરવા માટે મજબૂર કરશે કે આ ક્ષેત્રોમાં લાંબા સમયથી આઇએસએફ કે ભારતીય નાગરિકોની ઉપસ્થિતિ જોવા મળી નથી. જ્યારે ચીની આ ક્ષેત્રમાં ઉપસ્થિત હતા. તેનાથી આઈએસએફના નિયંત્રણવાળી સરહદમાં બદલાવ થઇ જશે. આવામાં ભારતીય પક્ષ તરફ સેપોકેટ્સ પાસે બફર ઝોન બનાવવામાં આવે છે. નહીંતર ભારતનું આ ક્ષેત્રોમાં નિયંત્રણ સમાપ્ત થઇ જશે.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પીએલએએ ડી-એક્સેલેશન વાર્તામાં પોતાના કેમેરાને ઉચ્ચતમ ચોટીઓ પર રાખીને આપણા સુરક્ષા બળોના મૂવમેન્ટની નજર કરીને બફર ક્ષેત્રોનો લાભ ઉઠાવ્યો છે. તે બફર ઝોનમાં પણ આપણા મૂવમેન્ટ પર આપત્તિ વ્યક્ત કરે છે. તે દાવો કરે છે કે આ તેમનું ક્ષેત્ર છે અને કેટલાક બફર બનાવવા માટે આપણને પાછા જવા માટે કહે છે.

Web Title: India has lost presence in 26 out of 65 patrolling points in eastern ladakh report

Best of Express