India Independence Day Interesting Facts : ભારત 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. હજારો ક્રાંતિકારીઓના બલિદાન અને ગાંધીજીના અહિંસક આંદોલન બાદ અંગ્રેજોની 200 વર્ષન ગુલામી બાદ ભારતે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મેળવી હતી. ત્યારથી ભારત દર વર્ષે 15 ઓગસ્ટે ધામધૂમથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે ક્યારેય તમને એવો સવાલ થયો છે કે ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ કેમ પસંદ કરવામાં આવી હતી? ભારત ઉપરાંત ક્યા દેશો 15 ઓગસ્ટે આઝાદ થયા હતા? ચાલો જાણીયે આવા જ રોચક તથ્યો વિશે
હકીકતમાં, શરૂઆતમાં બ્રિટિશ સરકારે ભારતને 30 જૂન, 1948 સુધી સ્વતંત્ર કરવાની યોજના બનાવી હતી. પરંતુ તે સમયે પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી હતી. અખંડ ભારતના વિભાજનને લઇ રાજકીય ઘર્ષણ શરૂ થઇ ગયું હતું. સાંપ્રદાયિક હિંસાનો ખતરો હતો. આવી સ્થિતિમાં બ્રિટનના છેલ્લા વાયસરોય લોર્ડ માઉન્ટબેટને નક્કી કર્યું કે, ભારતને નિર્ધારિત સમય પહેલા આઝાદ કરવામાં આવે, જેથી પરસ્થિતિ નિયંત્રણમાં રહે.
આ નિર્ણય અંતર્ગત 4 જુલાઇ, 1047ના રોજ બ્રિટિશ સંસદમાં Indian Independence Bill બિલ રજૂ થયું અને તેને મંજૂરી મળતા 15 ઓગસ્ટે ભારતના સ્વતંત્રતાની તારીખ જાહેર કરવામાં આવી હતી.
ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટ તારીખ કેમ નક્કી કરવામાં આવી?
ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી, જે માત્ર સંજોગ નથી. હકીકતમાં લોર્ડ માઉન્ટબેટન માટે 15 ઓગસ્ટ એક મહત્વપૂર્ણ દિવસ હતો. 15 ઓગસ્ટ 1945ના રોજ બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું હતું અને જાપાને ઔપરાચિક રીતે મિત્ર રાષ્ટ્રો સામે આત્મસમર્પણ કર્યું હતું. તે સમયે માઉન્ડબેટન મિત્ર દેશોની સેનામાં એક મહત્વપૂર્ણ હોદ્દા પર હતા અને વિશ્વ યુદ્ધમાં જીતનો તેમને પણ શ્રેય મળ્યો હતો. આ કારણસર જ તેમણે ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટ તારીખ નક્કી કરી હતી, જેથી તેમની માટે આ તારીખ વધુ યાદગાર બની રહે.
15 ઓગસ્ટે ભારત સહિત આ દેશો પણ સ્વતંત્ર થયા
ભારત ઉપરાંત લગભગ ઘણા દેશો 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, બહેરીન, કોંગો રિપબ્લિક 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. લિક્ટેંસ્ટાઇન 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય દિવસ પણ ઉજવે છે, જો કે તે ફક્ત સ્વતંત્રતા દિવસ નથી.





