India Maldives Row : લક્ષદ્વીપ ભવિષ્યમાંબની શકે છે હોટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન, શું છે પડકાર

જ્યારથી પીએમ મોદીએ લક્ષદ્વીપની સુંદર તસવીરો શેર કરી છે, ત્યારથી લોકોમાં આ સ્થળની મુલાકાત લેવાનો રસ વધી ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો લક્ષદ્વીપ વિશે વાત કરી રહ્યા છે.

Written by Ankit Patel
Updated : January 10, 2024 10:55 IST
India Maldives Row : લક્ષદ્વીપ ભવિષ્યમાંબની શકે છે હોટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન, શું છે પડકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપના પ્રવાસ ગયા હતા તે સમયે દરિયા કિનારાની સુંદરતા માણી હતી. (Photo- @narendramodi)

lakshadweep vs Maldives : માલદીવ કે લક્ષદ્વીપ… આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આ બે પર્યટન સ્થળોને લઈને ચર્ચા ચાલી રહી છે. વિવાદ બાદ એક ટ્રાવેલ બુકિંગ કંપનીએ માલદીવની તમામ ટિકિટો કેન્સલ કરી દીધી છે. જ્યારથી પીએમ મોદીએ લક્ષદ્વીપની સુંદર તસવીરો શેર કરી છે, ત્યારથી લોકોમાં આ સ્થળની મુલાકાત લેવાનો રસ વધી ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો લક્ષદ્વીપ વિશે વાત કરી રહ્યા છે. એવા ઘણા યુઝર્સ છે જેઓ સોશિયલ મીડિયા પર સાબિતી બતાવી રહ્યા છે કે તેમણે માલદીવની ટિકિટ કેન્સલ કરી છે.

દરમિયાન MakeMyTrip પર લક્ષદ્વીપ માટે 3,400 ટકાનો વધારો જોવા મળ્યો છે. લોકો આગામી રજાઓમાં લક્ષદ્વીપ ફરવા જવાનું પ્લાનિંગ કરવા લાગ્યા છે. જોકે, માલદીવને પડકાર આપવો સરળ નથી. માલદીવ સાથે સ્પર્ધા કરવા માટે લક્ષદ્વીપને ઘણો વિકાસ કરવો પડશે. આ પછી જ લક્ષદ્વીપ એક હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની શકશે.

આ વિવાદ બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લક્ષદ્વીપ એક હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે. જો કે, એ વિચારવા જેવું છે કે શું કેન્દ્રશાસિત પ્રદેશ અહીં આવી રહેલી સમસ્યાઓને દૂર કરી શકશે અને આ સ્થળને એક સફળ પ્રવાસન સ્થળ બનાવી શકશે. વાસ્તવમાં માલદીવની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પર્યટન પર નિર્ભર છે. જો કે, લક્ષદ્વીપની પરિસ્થિતિ આ બાબતમાં નબળી છે. જોકે, લક્ષદ્વીપમાં મર્યાદિત પ્રવાસન સ્થળ વિકસાવી શકાય છે. ચાલો તમને જણાવીએ કે લક્ષદ્વીપ ક્યા પડકારોનો સામનો કરી રહ્યું છે?

  • ફક્ત કોચીન એરપોર્ટથી લક્ષદ્વીપના અગાટી દ્વીપ સુધીની ફ્લાઈટ્સ છે.
  • કોચીન અને લક્ષદ્વીપ વચ્ચે માત્ર 6 સમુદ્રી જહાજો છે.
  • લક્ષદ્વીપ જવા માટે પરમિટની જરૂર છે.

લક્ષદ્વીપ સાથે કનેક્ટિવિટી

લક્ષદ્વીપમાં 36 ટાપુઓ છે, જેનું ક્ષેત્રફળ 32 ચોરસ કિમી છે. તેમાંથી માત્ર 10 જ વેલ સેટલ છે. લક્ષદ્વીપમાં સૌથી વધુ લોકપ્રિય સ્થળો બંગારામ, કદમત્ત, મિનિકોય, કલ્પેની અને કાવારત્તી છે. આ તમામ જગ્યાઓ કોચી (કેરળ)ની ફ્લાઈટ્સ પર આધારિત છે. કેન્દ્ર સરકારે વચન આપ્યું છે કે લક્ષદ્વીપમાં એરપોર્ટ બનાવવામાં આવશે. જો કે લક્ષદ્વીપમાં પ્રવાસન વધારી શકાય છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ મીડિયાને જણાવ્યું કે આવનારા સમયમાં આ એક સુંદર પર્યટન સ્થળ હશે. અહીં એરપોર્ટની જરૂર છે. સરકાર આના પર કામ કરી રહી છે. અહીંના ટાપુ કેરળ સાથે કનેક્ટિવિટી ધરાવે છે, પરંતુ એર કનેક્ટિવિટી જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતના લોકોને ન્યુઝીલેન્ડ કે સ્વિટ્ઝરલેન્ડ જવાની કોઈ જરૂર નથી. લક્ષદ્વીપમાં બધું જ છે.”

હાલમાં ફ્લાઇટ્સ માત્ર કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટથી લક્ષદ્વીપના અગાટી આઇલેન્ડ સુધી છે. એર ઈન્ડિયાની પેટાકંપની એલાયન્સ એરની ફ્લાઈટ્સ 6 દિવસ માટે ઉપલબ્ધ છે. ફ્લાઇટનો સમય છે 1 કલાક 30 મિનિટ. અહેવાલો અનુસાર, અગાટી દ્વીપના રનવે પર માત્ર સ્લિમ પ્લેન જ ઉતરી શકે છે. જો કે તેને એરપોર્ટની જેમ વિકસાવવાની યોજના છે. જ્યાં મોટા કદના એરક્રાફ્ટ પણ લેન્ડ થઈ શકે છે.

બીજી તરફ માલદીવમાં 60 શહેરોમાંથી સીધી ફ્લાઈટ છે. ભારતીય એરલાઇન્સની અંદાજે 58 ફ્લાઇટ્સ એક સપ્તાહમાં માલદીવ સાથે જોડાય છે. આ રીતે જો લક્ષદ્વીપને માલદીવની જેમ પ્રવાસન સ્થળ બનાવવું હોય તો સરકારે દરેક મોટા શહેરોમાંથી સીધી ફ્લાઈટની સુવિધા આપવી પડશે.

આ સિવાય દરિયાઈ માર્ગે લક્ષદ્વીપ જવા માટે અઠવાડિયામાં માત્ર 6 જહાજ છે. MV કાવરત્તી, MV અરબી સમુદ્ર, MV લક્ષદ્વીપ સાગર, MV લગૂન અને MV કોરલ જેલી જહાજો કોચીન અને લક્ષદ્વીપ વચ્ચે જ ચાલે છે. જહાજ દ્વારા મુસાફરીમાં 14 થી 18 કલાકનો સમય લાગે છે. આ સિવાય ટાપુઓ વચ્ચે કનેક્ટિવિટી મજબૂત કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, લક્ષદ્વીપનો સૌથી વધુ વસ્તી ધરાવતો ટાપુ મિનિકોય એટોલથી લગભગ 300 કિમી દૂર છે. તેનાથી વિપરીત, માલદીવમાં મોટાભાગના રિસોર્ટ રાજધાની માલેથી 40-150 કિમી દૂર છે. જ્યાં સ્પીડ બોટ અને સી પ્લેન દ્વારા સારી કનેક્ટિવિટી છે.

લક્ષદ્વીપ જવાની પરવાનગી

દુનિયાભરના લોકો માલદીવ જવાનું પસંદ કરે છે કારણ કે ત્યાં પ્રવેશવા માટે કોઈ પરમિટની જરૂર નથી. ત્યાં મુસાફરી કરવા માટે વિઝાની જરૂર નથી. જો કે, લક્ષદ્વીપ જવા માટે વહીવટીતંત્ર પાસેથી પરમિટ લેવી પડશે. પરમિટ મેળવવાની પ્રક્રિયા પણ ઘણી લાંબી છે.

આ પણ વાંચોઃ- માલદીવને ભારે ન પડી જાય ભારત સાથે પંગો લેવાનુ, રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી

સ્વચ્છ પાણીનો અભાવ

આ સિવાય લક્ષદ્વીપમાં સ્વચ્છ પાણીની અછત છે. સરકારે અહીં શુદ્ધ પાણીની સુવિધા આપવી પડશે. અહીં તાજા પાણીના સ્ત્રોતનો અભાવ છે. 100 દિવસથી સતત વરસાદ પડે છે, છતાં અહીં સ્વચ્છ પાણીની અછત છે. સારી વાત એ છે કે PM મોગીએ તાજેતરમાં જ લક્ષદ્વીપમાં દરેક ઘર સુધી પાઈપથી પાણી પૂરું પાડવા માટે કદમતમાં લો ટેમ્પરેચર થર્મલ ડિસેલિનેશન (LTTD) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. એકંદરે જો લક્ષદ્વીપનો વિકાસ માલદીવની જેમ કરવો હોય તો સરકારે તેના માટે ઝડપથી કામ કરવું પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ