India Mobile Congress 2023 : PM મોદી બોલ્યા 5G બાદ 6Gની તૈયારીમાં દેશ, દુનિયા કરી રહી છે Made in India ફોનનો ઉપયોગ

indian mobile congress 2023 : પીએમ મોદીએ પોતાના ભાષણમાં મોબાઈલ એક્સપોર્ટર બનવા, એપલથી લઇને ગૂગલ જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓ દ્વારા ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા જેવી વાતો કહી હતી.

indian mobile congress 2023 : પીએમ મોદીએ પોતાના ભાષણમાં મોબાઈલ એક્સપોર્ટર બનવા, એપલથી લઇને ગૂગલ જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓ દ્વારા ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા જેવી વાતો કહી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM Modi Lok Sabha Election 2023, BJP, Bharat Vikas Sankalp Yatra 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદી. (ફોટો-ઇન્ડિયન એક્સપ્રેસ).

IMC 2023, Indian Mobile Congress : શુક્રવારે ભારતમાં ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ઇવેન્ટની શરુઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IMC 2023માં પોતાના સંબોધનમાં ટેક્નોલોજી સાથે જોડાયેલા અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં મોબાઈલ એક્સપોર્ટર બનવા, એપલથી લઇને ગૂગલ જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓ દ્વારા ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા જેવી વાતો કહી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં 2014માં કેટલાક સ્ટાર્ટઅપ હતા પરંતુ હવે આ સંખ્યા એક લાખની આસપાસ પહોંચી ચુકી છે.

Advertisment

પીએમ મોદીએ IMC 2023માં કહ્યું કે આજ દરેક દિવસ ટેક્નોલોજીમાં ઝડપથી થતાં પરિવર્તનના કારણે આપણે કહી શકીએ છીએ કે the future is here and now તેમણે કહ્યું કે મોબાઈલ સ્પીડના મામલામાં ભારત 118માં સ્થાનથી 43માં સ્થાન પર પહોંચી ગયું છે. અને 5જી સેવા શરુ થયાના એક વર્ષની અંદર ચાર લાખ 5જી સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે નાગરિકોને પૂંજી સુધી પહોંચ, સંસાધનો સુધી પહોંચ અને ટેક્નોલોજી સુધી પહોંચ પ્રદાન કરવી સરકારની પ્રાથમિક્તા છે.

6G તરફ આગળ વધી રહ્યું છે ભારત

5જી મોબાઇલ નેટવર્ક પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે અમે ભારતના દરેક નાગરિક સુધી 5જી ટેક્નોલોજી પહોંચાડવાનું કામ શરુ કરી દીધું છે. ભારતમાં ઝડપથી 5જી વિસ્તાર કરી રહ્યું છે પરંતુ 6જીના ક્ષેત્રમાં પણ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ધ્યાન આપવા જેવી વાત છે કે ગત વર્ષે એટલે કે ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022માં પીએમ મોદીએ દેશમાં 5જી ટેક્નોલોજી લોન્ચ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુનિયા મેડ ઇન ઇન્ડિયા ફોનનો ઉપયોગ કરી રહી છે.

પીએમે પોતાના સંબંધોમાં કહ્યું હતું કે ભારતમાં વિકાસનો લાભ દરેક વર્ગ, દરેક ક્ષેત્ર સુધી પહોંચશે. ભારતમાં સંસાધનોનો દરેક લાભ મળે, દરેકને સમ્માનજનક જીવન મળે અને દરેક સુધી ટેક્નોલોજીનો ફાયદો પહોંચે એ દિશામાં અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ. નાગરિકો માટે access to capital access to resources અને access to technology અમારી સરકારની પ્રાથમિક્તા છે.

Advertisment

સેમીકંડક્શન મિશન ઉપર વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતના semiconductor mission માત્ર પોતાની ડોમેસ્ટીક એટલે કે ઘરેલું ડિમાન્ડ જ નહીં. દુનિયાની જરૂરિયા પુરી કરવાના વિઝન પર આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિકાસશીલ દેશથી વિકસિત દેશ હોવાના સફરને જો કોઈ તેજ કરે છે તો તે છે ટેક્નોલોજી.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે 21મી સદીના આ કાલખંડમાં ભારતની ટફ લિડરશીપનો સમય છે. ટફ લીડર આવા નવા ડોમેઇન બનાવી શકે છે. ત્યારબાદ દુનિયા ફોલો કરે. અમે કેટલાક ડોમિનમાં ટફ લિડર બન્યા છીએ. જેમ કે યુપીઆઈ અમારી ટફ લીડરશિપનું પરિણામ છે. જે આજે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં આખી દુનિયાનું નેતૃત્વ કરી રહ્યો છે.

વડાપ્રધાન દેશ PM Narendra Modi