સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી બેઠકમાં ભારતે શુક્રવારે આતંકવાદી સાજિદ મીરની ઓડિયો ટેપ ચલાવીને 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકાનો ખુલાસો કર્યો હતો. ઓડિયો ક્લીપમાં મુંબઈના 26/11ના આતંકી હુમલા દરમિયાન ચબાડ હાઉસ પર હુમલાનો નિર્દેશ આપતા સંભળાય છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ ઓડિયો ક્લિપ ચલાવીને પાકિસ્તાન સામે સાબિતી રજુ કરી હતી. ક્લિપને જાસુસી બ્યૂરોના એક વરિષ્ઠ અધિકારી પંકજ ઠાકુરે તાજ મહલ પેલેસમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) અને કાઉન્ટર ટેરેરિઝમ કમિટી (CTC)ની બેઠકમાં ચલાવી હતી.
આ ટેપથી સાજિદ મીરને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના મુજ્જફરાબાદથી આતંકવાદીઓને કમાન્ડ આપવાનો ખુલાસો કર્યો છે. જ્યાં તે આતંકવાદીઓને નિર્દેશ આપી રહ્યો હતો જે મુંબઈ 26/11ના આતંકવાદી હુમલા દરમિયાન ચબાડ હાઉસમાં હતા. પંકજ ઠાકુરે આ ખુલાસો 15થી વધારે દેશોના વિદેશ મંત્રીઓ અને રાજનયિકોની હાજરીમાં કર્યો હતો.
આ પણ વાંચો- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતન શિબિરમાં પોલીસ માટે વન નેશન વન યુનિફોર્મ ઉપર મુક્યો ભાર
સાજિદ મીર વિશેષ રુપથી ભારતના સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંથી એક છે જે 2008ના મુંબઈ હુમલામાં સામેલ હતો. પાકિસ્તાન સ્થિત વિદેશી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રશિક્ષત 10 હુમલાખોરોએ મુંબઈના તાજ હોટલ સહિત ઘણા સ્થાનોને ટાર્ગેટ કર્યા હતા. જેમાં લગભગ 170 લોકો માર્યા ગયા હતા. સાજિદ મીર આ હુમલાનો મુખ્ય પ્લાનર હતો. હુમલા પહેલા તેણે મુંબઈની રેકી કરી હતી અને હુમલા દરમિયાન પાકિસ્તાન સ્થિત હુમલાને કમાન્ડ આપીને નિયંત્રિત કરનારમાંથી એક હતો.