કોરોના મહામારીના વધતી રહેલા પ્રકોપ વચ્ચે ભારતમાં વધુ એક ઘાતક વાયરસ કહેર મચાવી ગયો છે. પ્લાન્ટ ફંગસથી ફેલાતા એક જીવલેણ બીમારીનો દુનિયાનો પહેલો કેસ ભારતના કલકત્તા શહેરમાં નોંધાયો છે. પશ્ચિમ બંગાળના પાટનગર કલકત્તામાં એક વ્યક્તિ પ્લાન્ટ ફંગસ એટલે કે છોડમાં રહેલા ફંગસથી ફેલાતા વાયરસનો કેસ નોંધાયો છે. સરળ શબ્દોમાં કહીયે તો અત્યાર સુધીમાં છોડ- વૃક્ષમાં જોવા મળતી ફંગસનો ચેપ પહેલીવાર કોઇ વ્યક્તિને લાગ્યો હોય તેવી આ દુનિયાની પહેલી ઘટના છે.
પ્લાન્ટ ફંગસનો ચેપ કેવી રીતે ફેલાય છે?
ડોકટરોનું માનવું છે કે મનુષ્યમાં સુક્ષ્મ જીવાણુંઓ દ્વારા ફેલાતા ચેપનો આ પ્રથમ કેસ છે. ડોકટરોએ જણાવ્યું હતું કે, એવું લાગેછે કે, પ્લાન્ટ ફંગસના સંપર્કમાં આવતા છોડના જીવાણુંઓ માનવીના શરીરની અંદર પ્રવેશી ગયા છે.
જર્નલ મેડિકલ માયકોલૉજી કેસ રિપોર્ટ્સમાં ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, 61 વર્ષનો એક વ્યક્તિ કલકત્તાની એપોલો મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની OPDમાં આવ્યો હતો. આ વ્યક્તિ છેલ્લા ત્રણ મહિનાથી અવાજ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, ગળવામાં તકલીફ અને અપચાની ફરિયાદ કરી રહ્યો હતો.
આ વ્યક્તિને અગાઉ ક્યારેય ડાયાબિટીસ, એચઆઈવી ચેપ, કિડની કે કોઈ લાંબી બીમારી કે કોઇ દવાનું રિએક્શન થયું ન હતું. આ દર્દી વ્યવસાયે એક પ્લાન્ટ માયકોલોજિસ્ટ છે.
ડોક્ટરોએ જણાવ્યું કે, આ વ્યક્તિ તેના સંશોધન દરમિયાન લાંબા સમય સુધી સડતી સામગ્રીઓ, મશરૂમ્સ અને છોડની વિવિધ પ્રકારની ફૂગ સાથે કામગીરી કરી રહ્યો હતો. જોકે તેની છાતીનો એક્સ-રે રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, તેના ગળાના સીટી સ્કેનથી પેરાટ્રાચેયલ ફોલ્લો હોવાનું બહાર આવ્યું હતું.
ત્યારબાદ ડોક્ટરોએ તે ફોલ્લોમાંથી પરુ કાઢ્યું અને તેના સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. ઘણા બધા ટેસ્ટ કર્યા બાદ સેમ્પલને “ફંગસની તપાસ અને સંશોધન માટે WHOના કોલાબોરેટિંગ સેન્ટર” માં મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેની ઓળખ ‘કોન્ડ્રોસ્ટીરમ પર્પ્યુરિયમ’ (Chondrostereum purpureum) તરીકે થઈ હતી.
ડોક્ટરોએ રિપોર્ટમાં જણાવ્યું, “તે ફોલ્લામાંથી બધો જ પરુ કાઢ્યા બાદ દર્દીને બે મહિના સુધી દવાઓ પર રાખવામાં આવ્યો હતો. બે વર્ષ સુધી સતત ફોલોઅપ કર્યા પછી, દર્દીની સ્થિતિ સારી છે અને ફરી આવી કોઇ સમસ્યા જોવા મળી નથી.
કોન્ડ્રોસ્ટેરિયમ પર્પ્યુરિયમ એ છોડમાં જોવા મળતી એક પ્રકારની ફૂગ છે. જેના કારણે સિલ્વર લીફ ડિસીઝ (Silver leaf disease) થાય છે. આ રોગ મોટેભાગે ગુલાબના છોડને નુકસાન પહોંચાડે છે.
બીમારીનું નામ સિલ્વર લીફ ડિસીઝ એટલા માટે રાખવામાં આવ્યું છે, કારણ કે જે કોઇ પણ છોડ કે ઝાડમાં આ ફંગસનો ચેપ લાગે ચે, તેની ડાળીઓ પર સફેદ ચમકદાર પાંદડા ઉભી નીકળે છે.
ડોક્ટરોનું કહેવું છે કે, સિલ્વર લીફ ડિસીઝની બીમારી બહું ઝડપથી ફેલાય છે અને ઘણી વખત જીવલેણ સાબિત થઇ શકે છે. આ ફૂંગસનો ચેપ માત્ર એવા વ્યક્તિઓને જ લાગે છે, જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. ડૉક્ટરોએ કહ્યું, “આ બીમારી પ્લાન્ટ પેંથોજેન્સના કારણે પ્રાણીઓ અને માણસોમાં ફેલાઇ થઈ શકે છે.