/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/ravi-river.jpg)
જો ભારત રાવી નદીના બધા પાણીનો ઉપયોગ કરે છે, તો તે પણ પાકિસ્તાન માટે પાણીની તંગીનું કારણ બની શકે છે (તસવીર - એક્સપ્રેસ ફોટો)
Pakistan : પાડોશી દેશ પાકિસ્તાન કદાચ પોતાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં આર્થિક તંગીના કારણે મોંઘવારી આસમાને પહોંચી રહી છે. બીજી તરફ દેશમાં ચૂંટણી પૂર્ણ થવા છતાં સરકાર ન બનવાના કારણે રાજકીય અસ્થિરતાની સ્થિતિ છે. આવી સ્થિતિમાં લોટ અને દાળના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને લોકોને દરરોજ મૂળભૂત સુવિધાઓ માટે અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભારતનું એક પગલું પાકિસ્તાનને પાણી માટે તરસાવી શકે છે.
ભારતની મોદી સરકાર જમ્મુ-કાશ્મીરના શાહપુર કંડીમાં રાવી નદી પર ડેમનો પ્રોજેક્ટ લાવી હતી અને હવે આ ડેમ તૈયાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં આ ડેમના નિર્માણ પછી રાવી નદીનું પાણી જે પાકિસ્તાન તરફ વહી જતું હતું, તે હવે આપણી જમીનને ફળદ્રુપ બનાવશે. ખેડૂતો આ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરશે. આ ડેમનો સૌથી વધારે ફાયદો જમ્મુના કઠુઆ અને સાંબા જિલ્લાની 32,000 હેક્ટર જમીનને લાભ થશે.
હવે ખાસ વાત એ છે કે રાવી નદીનું લગભગ 2 મિલિયન એકર ફૂટ જેટલું પાણી હજુ પણ માધોપુરની નીચે પાકિસ્તાનમાં ઉપયોગ વગર વહી રહ્યું હતું. હવે ભારત તેનો ઉપયોગ તેના ફાયદા માટે કરવા જઈ રહ્યું છે. રાવી નદી ભારત અને પાકિસ્તાન બંનેમાં વહે છે. તે ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના રોહતાંગ ઘાટ નજીકથી નીકળે છે. આ નદી હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબ થઈને પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. તે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી વહે છે.
આ પણ વાંચો - દ્વારકામાં પીએમ મોદીનો અનોખો અંદાજ, સ્કૂબા ડાઇવિંગ કરી સમુદ્રની અંદર કૃષ્ણ નગરીના દર્શન કર્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. ત્યારબાદ ત્રણ નદીઓ રાવી, સતલુજ અને વ્યાસના પાણી પર ભારતનો અધિકાર હતો. જ્યારે સિંધુ, જેલમ અને ચિનાબ નદીઓના પાણી પર પાકિસ્તાનનો અધિકાર છે. જોકે ડેમ બન્યા પહેલા રાવી નદીનું પાણી પાકિસ્તાન તરફ વહી જતું હતું. આવી સ્થિતિમાં રાવી નદી પર ડેમના નિર્માણ પછી તેનું સંપૂર્ણ પાણી ભારતનું રહેશે. તેનો ઉપયોગ ભારતમાં સિંચાઈ અને વીજળી ઉત્પન્ન કરવા માટે કરવામાં આવશે.
ભારત વધારશે પાકિસ્તાનની મુશ્કેલીઓ
આવી સ્થિતિમાં જો ભારત રાવી નદીના આખા પાણીનો ઉપયોગ કરે છે, તો તે પણ પાકિસ્તાન માટે પાણીની તંગીનું કારણ બની શકે છે. એક તરફ જ્યાં પાકિસ્તાન હજુ પણ સરકારની રચનામાં જ ફસાયેલું છે અને ફરીથી આઈએમએફ પાસેથી લોન લેવાની યોજના બનાવી રહ્યું છે અને તેને ઓછામાં ઓછી 6 અબજ ડોલરની લોનની જરૂર છે. બીજી તરફ હવે તેને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. આ બતાવે છે કે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us