Holidays in Courts of India : સુપ્રીમ કોર્ટથી ટ્રાયલ કોર્ટ સુધી, ન્યાયાધીશો કેટલી રજા લે છે? જાણો અમેરિકા અને બ્રિટનની સરખામણીમાં ભારત ક્યાં?

Holidays in Courts of India : ભારતમાં સુપ્રીમકોર્ટ (Supreme Court), હાઈકોર્ટ (Highcourt), ટ્રાયલ કોર્ટ (Trial Court), ડિસ્ટ્રીક્ટ કોર્ટોમાં અનેક કેસો પેન્ડીંગ પડ્યા છે, કોર્ટમાં લાંબા વેકેશનને (Vacation) કારણે અરજદારોને પણ મુશ્કેલી ભોગવવી પડે છે, તો જોઈએ ભારતની કોર્ટમાં કેટલા દિવસની રજાઓ હોય છે.

Holidays in Courts of India : ભારતમાં સુપ્રીમકોર્ટ (Supreme Court), હાઈકોર્ટ (Highcourt), ટ્રાયલ કોર્ટ (Trial Court), ડિસ્ટ્રીક્ટ કોર્ટોમાં અનેક કેસો પેન્ડીંગ પડ્યા છે, કોર્ટમાં લાંબા વેકેશનને (Vacation) કારણે અરજદારોને પણ મુશ્કેલી ભોગવવી પડે છે, તો જોઈએ ભારતની કોર્ટમાં કેટલા દિવસની રજાઓ હોય છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Holidays indian Courts | Supreme Court | Highcourt | trial Court - ટ્રાયલ કોર્ટ

ભારતની અદાલતોમાં રજાઓનો મામલો

ખાદીજા ખાન

Holidays in Courts of India : સંસદીય એક સ્થાયી સમિતિએ કોર્ટની રજાઓને 'વસાહતી યુગની બેઠક' તરીકે વર્ણવી છે અને પેન્ડિંગ કેસોની મોટી સંખ્યાને ટાંકીને ન્યાયાધીશોને રોટેશનલ રજા પર જવાની ભલામણ કરી છે. કર્મચારી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય અંગેની સંસદીય સ્થાયી સમિતિએ સૂચન કર્યું છે કે, કેસોની પેન્ડન્સી ઘટાડવા માટે દૂરંદેશી વ્યૂહરચનાની જરૂર છે. એ હકીકત છે કે, ન્યાયતંત્રમાં રજાઓ એ 'વસાહતી વારસો' છે અને જ્યારે સમગ્ર કોર્ટ એકસાથે રજા પર જાય છે, ત્યારે વાદીઓને ભારે અસુવિધા ઉભી થાય છે.

Advertisment

સમિતિએ શું કહ્યું?

ભાજપના સાંસદ સુશીલ કુમાર મોદીની આગેવાની હેઠળની સ્થાયી સમિતિએ "ન્યાયિક પ્રક્રિયાઓ અને સુધારાઓ" પરના તેમના 133મા અહેવાલમાં, ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ આરએન લોઢા દ્વારા અદાલતોમાં રજાઓ અંગે કરેલા સૂચનોને પુનરાવર્તિત કર્યા. સમિતિએ તેના અહેવાલમાં કહ્યું છે કે, “જસ્ટિસ લોઢાએ સૂચન કર્યું હતું તેમ, તમામ ન્યાયાધીશોએ એકસાથે રજા પર જવાને બદલે વર્ષના અલગ-અલગ સમયે રજા લેવી જોઈએ. જેથી કોર્ટ આખા વર્ષ દરમિયાન ખુલ્લી રહે અને સુનાવણી માટે એક યા બીજી બેંચ હંમેશા ઉપલબ્ધ રહે.

સમિતિએ કહ્યું છે કે, કોર્ટમાં રજાઓ નાબૂદ કરવાની માંગ મુખ્યત્વે બે કારણોથી થઈ છે. પ્રથમ, અદાલતોમાં કેસોની મોટી પેન્ડન્સી છે અને બીજું, રજાના દિવસોમાં અરજદારોને ભારે અસુવિધા થાય છે. સામાન્ય માણસને લાગે છે કે, આટલા બધા કેસ પેન્ડિંગ હોવા છતાં આપણા ન્યાયાધીશો લાંબી રજાઓ લે છે. અહેવાલમાં જણાવાયું છે કે, ન્યાય વિભાગે એ પણ સ્વીકાર્યું છે કે, કોર્ટની રજાઓ, ખાસ કરીને 7 અઠવાડિયાની લાંબી ઉનાળાની રજાઓ, અંગ્રેજોના સમયથી પરંપરા રહી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની રજાઓને વ્યવહારુ દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે.

2022માં રિજિજુએ શું કહ્યું?

આ પહેલો મામલો નથી જ્યારે જજોની રજાને લઈને વિવાદ થયો હોય. 15 ડિસેમ્બર 2022 ના રોજ, તત્કાલિન કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ન્યાયાધીશોની તેમની લાંબી રજાઓ માટે ટીકા કરી હતી. સંસદમાં પેન્ડિંગ કેસોને લગતા એક પ્રશ્નના જવાબમાં રિજિજુએ કહ્યું હતું કે, જ્યાં સુધી ન્યાયાધીશોની નિમણૂક માટે નવી સિસ્ટમ બનાવવામાં ન આવે, ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. રિજિજુના નિવેદનના એક દિવસ પછી, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, શિયાળાની રજાઓ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં કોઈપણ વેકેશન બેન્ચ બેસશે નહીં.

Advertisment

ભારતીય અદાલતોમાં કેટલી રજાઓ?

જો આપણે ભારતમાં કોર્ટની રજાઓ પર નજર કરીએ તો, સુપ્રીમ કોર્ટ વર્ષમાં લગભગ 193 દિવસ સુનાવણી કરે છે. જ્યારે હાઈકોર્ટ 210 દિવસ કામ કરે છે. તે જ રીતે ટ્રાયલ કોર્ટ 245 દિવસ કામ કરે છે. સુપ્રીમ કોર્ટમાં વર્ષમાં બે વખત લાંબી રજાઓ હોય છે. ઉનાળાની રજાઓમાં કોર્ટ 7 અઠવાડિયા માટે બંધ રહે છે, ડિસેમ્બરના અંતે 2 અઠવાડિયાની રજા હોય છે. આ ઉપરાંત દશેરા-દિવાળી દરમિયાન લગભગ એક સપ્તાહની રજા હોય છે.

તમને જણાવી દઈએ કે, હાઈકોર્ટના સર્વિસ રૂલ્સ અનુસાર, તે પોતાનું કેલેન્ડર સેટ કરી શકે છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટમાં રજાનો સમયગાળો આગળ-પાછળ જઈ શકે છે.

અન્ય દેશોમાં શું સ્થિતિ છે?

આટલી બધી રજાઓ હોવા છતાં, ભારત એવા દેશોમાંનો એક છે, જ્યાં અદાલતો મહત્તમ દિવસો સુધી ખુલ્લી રહે છે. વિશ્વના અન્ય દેશો પર નજર કરીએ તો, અમેરિકાની સુપ્રીમ કોર્ટ મહિનામાં 8 થી 9 દિવસ બેસે છે અને વર્ષમાં લગભગ 80 દિવસ કામ કરે છે. ઑસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટ મહિનામાં માત્ર 2 અઠવાડિયા માટે બેસે છે અને વર્ષમાં લગભગ 100 દિવસ કામ કરે છે. એ જ રીતે સિંગાપોરની કોર્ટ વર્ષમાં માત્ર 145 દિવસ કામ કરે છે. તો, બ્રિટનની સુપ્રીમ કોર્ટ વર્ષમાં લગભગ 189 દિવસ કામ કરે છે.

હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ સુપ્રીમ કોર્ટ Express Exclusive દેશ