/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/ચંદ્રયાન-3-ચંદ્ર-પર-પહોંચ્યું-5.jpg)
મોદી સરકારની ઉપલબ્ધિ અને નિષ્ફળતા વિશે દેશભરમાં સર્વે કરવામાં આવ્યો છે.
India Today - C Voter Survey Of Modi Government Achievements and Failure : ભારતમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા દેશની જનતાનો મૂડ જાણવા માટે ઘણી ચેનલો સર્વે કરી રહી છે. હવે ઈન્ડિયા ટુડે અને સી-વોટરે સંયુક્ત રીતે જનતાનો મૂડ જાણવા માટે એક સર્વે હાથ ધર્યો છે. ન્યૂઝ ચેનલ આજતક પર પ્રસારિત કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે, ઈન્ડિયા ટુડે અને સી વોટરનો આ સર્વે 543 લોકસભા મતવિસ્તારોમાં કરવામાં આવ્યો છે. આ સર્વેની સેમ્પલ સાઈઝ 25,951 છે અને આ સર્વે ચાલુ વર્ષે 15 જુલાઈથી 14 ઓગસ્ટની વચ્ચે કરવામાં આવ્યો છે.
મોદી સરકારની કામગીરીથી કેટલા લોકો ખુશ છે?
ઇન્ડિયા ટુડે અને સી-વોટર સર્વેમાં જ્યારે લોકોને પુછવામાં આવ્યુ કે, શું તમે મોદી સરકારની કામગીરીથી સંતુષ્ઠ છો? તો 59 ટકા લોકોએ પ્રત્યુત્તરમાં મોદી સરકારના કામથી સંતુષ્ઠ હોવાનું જણાવ્યુ હતુ. જ્યારે 19 ટકા લોકો મોદી સરકારથી નાખુશ હતા.
સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ શું છે? (Modi Government Achievements)
દેશના વિવિધ લોકસભા મતવિસ્તારોમાં કરવામાં આવેલા આ સર્વેમાં જ્યારે લોકોને પીએમ નરેન્દ્ર મોદી ની ભાજપ સરકારની ઉપલબ્ધિઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે 21 ટકા લોકોનું માનવું હતું કે કોવિડ મહામારીનો સામનો કરવો એ સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ છે. 13 ટકા લોકોએ ભ્રષ્ટાચાર મુક્ત સરકાર, 12 ટકા લોકોએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી, 11 ટકા લોકોએ રામ મંદિર અને કાશી વિશ્વનાથ કોરિડોર, 6 ટકા લોકોએ કલ્યાણકારી યોજનાઓ અને 7 ટકા લોકોએ સરકારની મૂળભૂત સુવિધાઓને મોદી સરકારની ઉપલબ્ધિ ગણાવી હતી.
નરેન્દ્ર મોદી સરકાર કયા મોરચે નિષ્ફળ રહી છે? (Modi Government Failure)
ઈન્ડિયા ટુડે અને સી-વોટરના સર્વેમાં 25 ટકા લોકોએ કહ્યું કે મોંઘવારી મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે. 17 ટકા લોકો બેરોજગારી, 12 ટકા લોકો આર્થિક વિકાસ, 9 ટકા લોકોને કોવિડ-19 મહામારીનો સામનો કરવાના ઉપાયો, 3 ટકા લોકોએ નોટબંધી અને 5 ટકા લોકોએ કોમી રમખાણને મોદી સરકારની નિષ્ફળતા ગણાવી હતી.
આ પણ વાંચો | ચંદ્રયાન 3ની સફળતા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા; કહ્યું – ચાંદા મામા દૂર નહીં હવે ટુર છે
ભારત દેશની સૌથી મોટી સમસ્યા શું છે? (Biggest Problems In India)
સી-વોટર સર્વેમાં 24 ટકા લોકોએ કહ્યું કે મોંઘવારી દેશની સૌથી મોટી સમસ્યા છે. 24 ટકા લોકોએ બેરોજગારી, 8 ટકા લોકોએ કૌટુંબિક આવક, 5 ટકા લોકોએ ભ્રષ્ટાચાર અને 5 ટકા લોકોએ કૃષિ સંકટને દેશની સૌથી મોટી સમસ્યા ગણાવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us