India US LPG Import Deal: ભારત અમેરિકાથી LPG આયાત માટે વેપાર સોદો કરશે, શું રાંધણગેસ સિલિન્ડર સસ્તો થશે

India first-ever LPG deal with US | Hardeep Puri on India-US LPG Import Deal : ભારત અમેરિકા માંથી 2.2 મિલિયન ટન એલપીજી આયાત કરવા વેપાર સોદો કરશે, જે દેશની વાર્ષિક જરૂરિયાતના 10 ટકા બરાબર છે.

Written by Ajay Saroya
November 17, 2025 13:41 IST
India US LPG Import Deal: ભારત અમેરિકાથી LPG આયાત માટે વેપાર સોદો કરશે, શું રાંધણગેસ સિલિન્ડર સસ્તો થશે
LPG Cylinder : એલપીજી સિલિન્ડર. (Express Photo)

India US LPG Import Deal Agreement : ભારત અમેરિકા વચ્ચે એલપીજી આયાત માટે એક ઐતિહાસિક વેપાર કરાર થયા છે. જેમા ભારત અમેરિકા માંથી એલપીજી ગેસની આયાત કરશે. ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ 17 નવેમ્બરે આ વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ઉર્જાના સ્ત્રોતનું વૈવિધ્યકરણ માટે ભારત એલપીજીની આયાત માટે અમેરિકા સાથે એક ઐતિહાસિક ટ્રેડ ડિલ કરી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, શું અમેરિકા માંથી એલપીજીની આયાત કરવાથી ઘરઆંગણે રાંધણગેસ સિલિન્ડર સસ્તો થશે?

ભારત અમેરિકાથી 2.2 મિલિયન ટન LPG આયાત કરશે

યુએસ ભારત વચ્ચે એલપીજી આયાત કરારની જાણકારી આપતા ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ X પર એક પોસ્ટમાં લખ્યું છે. એક ઐતિહાસિક પહેલ છે! વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા LPG બજારોમાંનું એક યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખુલ્લું છે. ભારતના લોકોને LPGનો સુરક્ષિત અને સસ્તો પુરવઠો પૂરો પાડવાના અમારા પ્રયાસમાં, અમે અમારા LPG સોર્સિંગમાં વૈવિધ્યીકરણ કરી રહ્યા છીએ. ‘

પોસ્ટમાં લખ્યું છે કે – એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ભારતીય PSU ઓઈલ કંપનીઓએ 2026 ના કરાર વર્ષ માટે લગભગ 2.2 MTPA LPG ની આયાત માટે 1 વર્ષનો સોદો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, જે અમારી વાર્ષિક આયાતના 10% જેટલો છે, જે યુએસ ગલ્ફ કોસ્ટથી મેળવવામાં આવશે – જે ભારતીય બજાર માટે યુએસ LPGનો પ્રથમ માળખાગત કરાર છે. આ ખરીદી LPG ખરીદી માટે માઉન્ટ બેલ્વિયુનો બેન્ચમાર્ક તરીકે ઉપયોગ કરવા પર આધારિત છે અને અમારા અધિકારીઓની એક ટીમે છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકાની મુલાકાત લીધી હતી અને મુખ્ય યુએસ ઉત્પાદકો સાથે ચર્ચા કરી હતી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે.

રાંધણ ગેસ સિલિન્ડર સસ્તો થશે?

પોસ્ટમાં લખ્યું છે કે, આપણી પીએસયુ ઓઇલ કંપનીઓ આપણી બધી માતાઓ અને બહેનોને સૌથી નીચા વૈશ્વિક ભાવે LPG પૂરી પાડી રહી છે. ગયા વર્ષે વૈશ્વિક ભાવમાં 60% થી વધુનો વધારો થયો હોવા છતાં, મોદી સરકારે ખાતરી કરી કે આપણા ઉજ્જવલા ગ્રાહકોને ફક્ત ₹500-550 માં LPG સિલિન્ડર મળતો રહે, જ્યારે સિલિન્ડરની વાસ્તવિક કિંમત ₹1100 થી વધુ હતી. ભારત સરકારે ગયા વર્ષે ₹40000 કરોડથી વધુનો ખર્ચ ઉઠાવ્યો જેથી આપણી માતાઓ અને બહેનો આંતરરાષ્ટ્રીય સ્તરે LPG ભાવમાં વધારો ન અનુભવે.

યુએસ ભારત ટ્રેડ ડીલ

નોંધનિય છે કે, ભારત અને અમેરિકા વચ્ચે આ વેપાર સોદો મહત્વપૂર્ણ છે કે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બન્યા બાદથી જ બંને દેશો વચ્ચે આર્થિક તણાવ વધ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પર ભારત પર 50 ટકા તોતિંગ ટેરિફ લાદી છે. હવે બંને દેશો વેપાર સોદા માટે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. વેપાર સોદા બાદ અપેક્ષા છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ 25 ટકા એડિશનલ ડ્યૂટી હટાવશે. અમેરિકાને સૌથી વધુ વાંધો ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત મામલે છે. અલબત્ત ભારત હવે અમેરિકા પાસેથી પણ એનર્જીની આયાત કરી આ મામલને સંતુલિત કરવાનો પ્રયાસ કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ