Indian Army: ભારતીય એરફોર્સનું મોટું કારનામું, રાતના અંધારામાં કારગિલ એરસ્ટ્રીપ પર પહેલીવાર હરક્યુલસ એરક્રાફ્ટ લેન્ડ થયું, જુઓ વીડિયો

Indian Army Hercules Aircraft lande At Kargil Airstrip: ભારતીય એર ફોર્સે રાતના અંધારામાં કારગિલ એરસ્ટ્રીપ પર C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ લેન્ડ કર્યું છે, જેને એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

Indian Army Hercules Aircraft lande At Kargil Airstrip: ભારતીય એર ફોર્સે રાતના અંધારામાં કારગિલ એરસ્ટ્રીપ પર C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ લેન્ડ કર્યું છે, જેને એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Kargil Airstrip | Kargil | Indian Army | India Air Force |

કારગિલ એરસ્ટ્રિપનું રાતનું દ્રશ્ય (Photo - Social Media) કારગિલ એરસ્ટ્રિપનું રાતનું દ્રશ્ય (Photo - Social Media)

Indian Army Hercules Aircraft lande Kargil Airstrip: ભારતીય વાયુસેનાએ એક મોટું કરનામું કર્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના કારગિલમાં ભારતીય વાયુસેનાએ રાત્રે કારગિલ એરસ્ટ્રીપ પર C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ લેન્ડ કર્યું છે, જેને એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કર્યું, 'પહેલીવાર વાયુસેનાના C-130J એરક્રાફ્ટે કારગિલ એરસ્ટ્રીપ પર નાઇટ લેન્ડિંગ કર્યું છે.

Advertisment

આ કવાયત દરમિયાન, ગરુડ કમાન્ડો પણ ટેરેન માસ્કિંગનું કામ કરવા માટે તૈનાત હતા. વાસ્તવમાં, ટેરેન માસ્કિંગ એ સેનાની એક વ્યૂહરચના છે જેનો ઉપયોગ દુશ્મનના રડારથી બચવા માટે પહાડીઓમાં કરવામાં આવે છે. તે દુશ્મનને અસમંજસમાં મૂકવામાં ખૂબ મદદરૂપ થાય છે.

શા માટે આ એક મોટું પગલું છે?

આ એક ઐતિહાસિક સિદ્ધિ છે જ્યાં ભારતીય વાયુસેનાના C-130J એરક્રાફ્ટ તાજેતરમાં કારગિલ એરસ્ટ્રીપ પર રાત્રે પ્રથમ વખત ઉતરણ કર્યુ હતુ. જો કે, IAF એ તાલીમ મિશન વિશે વધુ વિગતો આપી નથી.

Advertisment

ગયા વર્ષે, ભારતીય સેનાએ એક સાહસી રાત્રિ મિશન માટે પણ આ વિમાનનો ઉપયોગ કર્યો હતો. 8,800 ફૂટથી વધુની ઊંચાઈએ પડકારરૂપ હિમાલયની વચ્ચે સ્થિત કારગિલ હવાઈ પટ્ટી પાઈલટો માટે એક મોટો પડકાર છે. અહીં લેન્ડિંગ બહુ સરળ નથી. દિવસ દરમિયાન પણ ઘણી સમસ્યાઓ હોય છે, જ્યારે રાત્રે સફળતાપૂર્વક તેને પાર પાડવું તે એક મોટી વાત માનવામાં આવે છે.

આવી પડકારજનક પરિસ્થિતિઓમાં, ખાસ કરીને રાતના અંધકારમાં, C-130J એરક્રાફ્ટનું લેન્ડિંગ સફળતાપૂર્વક પાર પાડવું કરવું એ ભારતીય વાયુસેનાની નિપુણતા દર્શાવે છે.

Indian army પાકિસ્તાન india જમ્મુ અને કાશ્મીર ભારતીય વાયુસેના