ભારતીય એરફોર્સ (indian air) ની શક્તિમાં વધારો થયો છે. ભારતમાં સ્વદેશી ટેકનોલોજીની મદદથી વિકસીત મલ્ટી રોલ લાઇટ કોમ્બેટ હેલીકોપ્ટર (light combat helicopter)નો આજે ભારતીય વાયુ સેનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે (rajnath singh) જોધપુરમાં વાયુસેના બેઝ પર યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હથિયારોના મામલે આત્મનિર્ભર બનવાના નિર્ધાર અને મેડ-ઇન ઇન્ડિયા પહેલ હેઠળ આ લાઇટ કોમ્બેટ હેલીકોપ્ટર (LCH)નો સમાવેશ થવાથી ભારતીય વાયુસેનાની યુદ્ધ ક્ષમતામાં વધી ગઇ છે.
આ LCH આકાશમાં લડાતા યુદ્ધમાં ભારતીય સૈનિકો (indian army)ને નવી શક્તિ પુરી પાડવાની સાથે સાતે ધીમી ગતિથી ચાલતા વિમાનો, ડ્રોન અને બુલેટપ્રુફ વ્હિકલોનો સામનો કરવામં એરફોર્સની મદદ કરશે.
લાઇટ કોમ્બેટ હેલીકોપ્ટર વિશે –

આ મલ્ટી-રોલ લાઇટ કોમ્બેટ હેલીકોપ્ટર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (hindustan aeronautics limited) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેણે આત્મનિર્ભર ભારત પહેલને પણ વિશેષ પ્રોત્સાહન આપ્યું છે. તે અત્યાધુનિક ટેક્નોલોજી અને સિસ્ટમો જેવી કે લો વિઝ્યુઅલ, આઈઆર સાઈન, બહેતર રડાર કનેક્ટિવિટી અને ક્રેશ-રેઝિસ્ટન્સ ફીચર્સથી સજ્જ છે. આ લાઇટ કોમ્બેટ હેલીકોપ્ટર લિમિટેડ સિરીઝ પ્રોડક્શન (LSP) એ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલું, વિકસિત અને ઉત્પાદિત અત્યાધુનિક કોમ્બેટ હેલિકોપ્ટર છે.
લાઇટ કોમ્બેટ હેલીકોપ્ટરની વિશેષતાઓઃ-આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધારતા ભારતે આજે પ્રથમ સ્વદેશી રીતે વિકસિત મલ્ટી-રોલ લાઇટ કોમ્બેટ હેલીકોપ્ટર (LCH) ને એરફોર્સમાં સામેલ કર્યું છે. આ મલ્ટી-રોલ લાઇટ કોમ્બેટ હેલીકોપ્ટર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જાણો તેની વિશેષતાઓઃ-
- આ હેલીકોપ્ટર ધીમી ગતિએ ચાલતા એરક્રાફ્ટ, ડ્રોન તેમજ બુલેટપ્રુફ વાહનોને નુકસાન પહોંચાડવામાં અને નષ્ઠ કરવામાં સક્ષમ છે.
- આ મલ્ટી-રોલ લાઇટ કોમ્બેટ હેલીકોપ્ટર શસ્ત્રો અને ફ્યૂઅલ સાથે 5,000 મીટરની ઉંચાઇથી ટેક ઓફ કરી શકે છે.
- તે કોઈપણ હવામાનમાં અને કોઈપણ પરિસ્થિતિમાં ઉડવા માટે સક્ષમ છે.
- આ લડાયક હેલીકોપ્ટર ધીમી ગતિએ ચાલતા એરક્રાફ્ટ અને રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ (RPA) સામે કાઉન્ટર ઈન્સર્જન્સી (CI) ઓપરેશન્સ અને ઊંચાઈ પર બંકર બસ્ટિંગ ઓપરેશન કરવા પણ સક્ષમ છે.
- આ હેલીકોપ્ટર અપેક્ષિત ફેક્સિબિલિટી, ગતિશીલત, વિસ્તૃત રેન્જ, વધારે ઊંચાઈ પર કામગીરી કરવાની સાથે ચોવીસ કલાક ઉડી શકે છે.
- તે કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યુ (CSAR), દુશ્મન વાયુ સેનાનો વિનાશ (DIAD)ની ભૂમિકા નિભાવવામાં પણ સક્ષમ છે.
- સશસ્ત્ર દળોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, લદ્દાખ અને રણ પ્રદેશમાં તેનું વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
વાયુસેના અને ભારતીય સૈનિકોની તાકાત વધશે –સરકારે લગભગ 15 હોલીકોપ્ટર બનાવવાનો ઓર્ડર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને આપ્યો હતો. આ 15 હોલિકોપ્ટરમાંથી 10 વાયુસેના અને પાંચ ભારતીય સેનાને મળી રહ્યા છે. આગામી સમયમાં હોલીકોપ્ટરની સંખ્યા વધી શકે છે.
સરકારે સેનાની માટે વધુ 95 LCH ખરીદવાની યોજન બનાવી છે. આ હોલીકોપ્ટરને સાત યુનિટોમાંથી સાત અલગ-અલર વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે, જેનાથી દેશની સહરદનું રક્ષણ અને પડોશી દુશ્મન દેશોની હરકતનો જવાબ આપી શકાશે.





